કોંગ્રેસને વધુ એક ફટકો:  પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડ ભાજપમાં જોડાયા

દેહગામ વિધાનસભા બેઠક પરથી ટિકિટ ન આપતા કોંગ્રેસ સાથે  છેડો ફાડયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાનાં મતદાનના આડે  હવે માત્ર 9 દિવસ બાકી રહ્યા છે  ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડે કોંગ્રેસ  સાથે છેડો ફાડી  ભાજપનો કેસરિયો  ખેસ ધારણ કરી લીધો છે.

કામીનીબા રાઠોડને કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી  ચૂંટણીમાં  દહેગામ બેઠક પરથી ટિકિટ ન આપતા તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતુ. ગઈકાલે  ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે  તેઓએ  અપક્ષ ઉમેદવાર તરીકે ભરેલુ ફોર્મ  પરત ખેંચી લીધું હતુ આજે બપોરે તેઓ પ્રદેશ ભાજપ કાર્યાલય   કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંંહ વાઘેલાએ  તેઓને   કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.