Abtak Media Google News

રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. જેના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આવી જ એક ઘટના ગઈ કાલે જામનગરમાં બની હતી જ્યાં રખડતા ઢોર અડફેટે લેતાં એક વૃદ્ધ મૃત્યુ પામ્યા હતા.

મળતી માહિતી મુજબ આ ઘટના જામનગર શહેરમાં આવેલ વોર્ડ નં.૯ની છે જ્યાં ચૌહાણ ફળી વિસ્તારમાં રખડતા ઢોર એ એક વ્યક્તિ ઉપર જે હુમલો કર્યો હતો. અને તે વૃદ્ધ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાં અંગે જામનગરના કોર્પોરેટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરતો પત્ર લખવામાં આવ્યો છે.

આ અંગે અગાઉ પણ તા.૧૦ ઓગષ્ટ ૨૦૨૧ ને જામનગર શહેરમાં ચૌહાણ ફળી વિસ્તારમાં રખડતા ઢોર એ મહિલા ઉપર જે હુમલો કરેલ હતો. આ જ વિસ્તારમાં બીજો બનાવ બનેલ છે. તેમજ તા.૦૮ સપ્ટેમ્બર ૨૦૨૧ ને જામનગર શહેરમાં બર્ધન ચોક, ડેરાળી વિસ્તારમાં રખડતા ઢોર ઘરમાં ઘુસી ઘોડીયામાં ઊંઘી રહેલા બાળકને ઘોડીયા સહિત હડફેટે લીધું હતું. બાદમાં આ ચાર માસના બાળકને બચાવી લેવામાં આવેલ, આ રખડતા ઢોર એ ઘર માં જઇને હુમલો કરેલ છે. આવા બે થી ત્રણ વખત અમારા વોર્ડ નં.૯ માં અવાર નવાર બનાવ બનેલ છે. પરતું આ રખડતા ઢોર બાબતે કોઇપણ જાતનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી.

ડે.કમિશ્નર એ.કે.વસ્તાણી આશ્વાસન આપી આવા રખડતા ઢોર બાબતે કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત તા.૦૯-૦૬-૨૦૨૨ ના જે બનાવ બનેલ ત્યારબાદ ડે.કમિશ્નર એ.કે.વસ્તાણી સાહેબ સાથે ટેલીફોનીક પણ અમોએ ઉપરોક્ત બાબતે જવાબદાર સામે કાર્યવાહી કરવા રજુઆત કરેલ છે. છતાં હજુ સુધી કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ ન હોય. ડે.કમિશ્નર દ્વારા એવો જવાબ આપેલ કે, જે ઢોર વૃધ્ધને હડફેટ લીધા છે તે જામનગરનું નથી જેથી આ ઢોર આપણે ન પકડી શકી તેવા ઉડાવ જવાબો આપવામાં આવે છે. તેમજ આ અધિકારી કોઇપણ જાતની કાર્યવાહી કરતા નથી.

ઉપરોકત બાબતે જે જે જગ્યાએ બનાવ બનેલ છે તે તમામ વિસ્તાર ગીચ વિસ્તાર છે. આ વિસ્તારમાં દેરાસર, ઉપાશ્રય, હવેલી, મંદિર આવેલ હોય, ત્યારે સાધુ, સંતો, મારાજ, મહાસતીજી, વૃધ્ધ અને બાળકો આ રખડતા ઢોરનો શિકાર બને છે. અને ડે.કમિશ્નર એ.કે.વસ્તાણી રખડતા ઢોરને પકડવા બાબતે કોઇપણ જાતની કાર્યવાહી કરતા ન હોય, આ અધિકારી તેમજ જે જે જવાબદાર હોય તેના ઉપર તપાસ સમિતિ રચી અને તાત્કાલિક તપાસ કરાવી જોઇએ.

જે જે લોકો જવાબદાર હોય, તેની ઉપર શિક્ષાત્મક પગલા લેવા જોઇએ. આ અધિકારી એ.કે.વસ્તાણીની તાત્કાલિક અસર થી બદલી કરવા અમારી માંગણી છે. તેમજ આજરોજ જે ઉપરોક્ત બાબતે બનાવ બનેલ તે બાબતે રવિવારના રોજ વૃધ્ધ વ્યક્તિનું અવશાન થયેલ છે. માટે આપના લેવલે થી જરૂરી કાર્યવાહી થવા વિનંતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.