Abtak Media Google News

યુઝેબલ, સેલેબલ અને વેલ્યુ ફોર મની

કોરોનાના સંક્રમણ બાદની સ્થિતિમાં હાઇજેનિક સ્વાસ્થ્ય રક્ષક વસ્તુઓની ઉભરતી બજારો સર કરવા ટેક્ષટાઇલ સહિતની કંપનીઓ મેદાનમાં

કોરોના વાયરસની હજુ સુધી દવા શોધાય ન હોય આપણે લાંબા સમય સુધી તેની સાથે પનારો પડવાનો છે. ત્યારે લોકોએ આ મહામારી સાથે જીવતા શીખી લેવું પડશે. ભારતમાં આ વાયરસ લાંબા સમય સુધી રહેવાની સ્થિતિ છે. તેવા સંજોગોમાં કાપડ બનાવતી કંપનીઓ દ્વારા આ મહામારીમાં ઉપયોગી થાય તેવા નવા ઉત્પાદનનો જેવા કે એન્ટી વાયરલ ફેબ્રીકસ, માસ્ક અને અન્ય સંબંધીત વસ્તુઓના ઉત્૫ાદનનો વિકાસ કરવા માટે પ્રતિબઘ્ધ બની છે. દેશમાં હાઇજેનિક વસ્તુઓના સેંકડો કરોડ રૂ૫યાના ઉપરતા જતા બજાર માટે ટેક્ષટાઇલ કંપનીઓ તૈયારી કરી રહી છે.

કાપડ ઉઘોગમાં અગ્રણીગણાતી અરવિંદ લિમીટેડ એવા પ્રકારનો કાપડ બનાવવાની તૈયારીનો દાવો કરી રહી છે કે જે કોરોના વાયરસનો ખાતમો કરી શકે. સ્વીસ કંપનીના સહયોગથી એન્ટિકોવિડ વાયરસ ફેબ્રીકસ બનાવી વાયરલના પ્રભાવવાળા વિસ્તારમાં એકનવી પ્રોડકટ જેવું આ કાપડ સુતર ઉપર કેમિકલનું આવરણ ચઢાવીને એન્ટિવાયરલ કાપડ બનાવવામાં આવશે તેમ અરવિંદ લિમીટેડના એકઝીકયુટીવ ડાયરેટકર કુલીન લાલભાઇએ જણાવ્યુંહ હતું. આ નવા ઉત્પાદનોની તૈયારીના ભાગરૂપે કંપની અરવિંદ ઇન્ટેલીક ફેબ્રીકસ બ્રાન્ડના લોન્ચીંગ માટે આગળ વધી રહી છે. કંપની આ શ્રેણીના બીજા અન્ય ઉત્પાદનો પણ હાથ ઉપર લઇ ચુકી છે.

અત્યારે અરવિંદ માર્કેટ બ્રાન્ડ જેવી કે એરો, યુએસ પોલો એસોસિએશન, ફલાઇંટ મશીન, ભારત કેલીક અનય બ્રાન્ડો સાથે બજારમાં વેચી રહી છે. કંપની વાર્ષિક મેન્સવેર પહેરવાના કપડાના વેચાણમાં ૧૦ ટકા જેટલો હિસ્સો ઇન્ટેલીક ફેબ્રીકસ માટે રૂપિયા એક હજાર કરોડનો ધંધો આ નવા એન્ટિ કોફોના કેમિકલ ફેબ્રીકસને લઇ સર કરવાનું ધરાવી રહી છે. આજ મટીરીયલ્સથી બનાવાયેલા માસ્ક અને કપડાનું પણ કંપની વેચાણ કરશે આ ઉત્૫ાદનો ગણતરીની કલાકો માટે જ ઉપયોગી અને જરુરી છે. પરંતુ અમે નથી જાણતા કે આ પ્રકારના ઉત્૫ાદનો લાંબા સમય સુધી વપરાય તેવા કદ અને આકાર કેવી રીતે આપવા પરંતુ અમે માનીએ છીએ કે અત્યારના સમયમા બજારમાં સ્વયભુ જરૂરીયાત બનીને ઉભરી આવી છે. તેમ લાલભાઇએ ઉમેર્યુ હતું.

અરવિંદ મિલ ઉપરાંત વેલસ્યુન કંપની પણ વિષાણુ મુકત ટુવાલ, પેનકીન, માસ્ક, આવરણ અને ડિસ્પોજીબલ બેડસીટ જેવા આ શ્રેણીના ઉત્૫ાદનો કે જેનું વર્તમાન સમયમાં ખુબ જ માંગ ઉભી થવા પામી છે. તેવા ઉત્પાદનનો બનાવવા માટે મોટા પ્રમાણમાં રોકાણ કરવાની તૈયારી કરાઇ રહી છે. વેલસ્યુને ઇન્ડિયાના ચીફ એકઝીકયુટીવ દિપાલી ગોએન્કા એ જણાવ્યું હતું કે અમે અમારા બિઝનેશને નવા રૂપરંગ આપી આઇ.એસ.આઇ. એપ્રુવ ઉત્પાદનો માટે તૈયારી કરી રહ્યા છીએ અને સાથે સાથે અમે આ ક્ષેત્રનું વધારેને વધારે વ્યવસાયિકરણ કરીને અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. વેલસ્યુન ઇન્ડિયાને એન્ટિ વાયરલ ઉત્૫ાદનો માટે સરકારના ઓર્ડર પણ મળ્યા છે. કંપની આ માટે કેટલીક દવાની કંપનીઓ અને એફએમસીજી સાથે વાટાધાટો પણ ચલાવી રહી છે.

ભારતમાં વેલસ્યુન જુથ નવી ઉભરતી કંપની અને વેલસ્યુન ફલુરીંગ પણ નવી શ્રેણીની સેફટી પ્રોડકટસ જેવી કે સોશ્યલ ડિસ્ટન્સીંગ કાર્પેટ (ગાલીચા) અને એન્ટિ વાયરલ કાર્પેટ અને જમીન ઉ૫ર બિછાવવાની વસ્તુઓ બનાવનારી એક વિશિષ્ટ કંપની બની રહી છે.

માત્ર કાપડ બનાવનારા જ નહિ પણ રંગ ઉત્પાદન કંપનીઓ પણ ગ્રાહકોની માંગ અને આરોગ્ય સુરક્ષાઓની બાંહેધરી આપતી હાઇજેનીક વસ્તુઓની વધતી જતી માંગને અનુરુપ ઉત્પાદનો માટે કમર કસી રહી છે.

જે.એસ.ડબલ્યુ. પેઇન્ટએ તેનું એન્ટિ બેકટેરિયલ ડેફોટિવ કલરનું ઉત્પાદન વધારી દીધું છે. એશિયન પેઇન્ટ પણ પોતાનું સ્વાયત્તા હેન્ડ સેનિટાઇઝેરની શ્રેણીના લોન્ચીંગની તૈયારી કરી રહ્યું છે. વિશ્ર્વભરમાં અત્યારે કોરોના કટોકટીની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે ભારત જેવા વિશાળ જન સંખ્યા અને રિટેલ બજાર ધરાવતા દેશમાં આરોગ્ય ની જાળવણી માટે પ્રજામાં આવેલી જાગૃતિ અને કોરોના વાયરસ સાથે લાંબા સમય સુધી પનારો રહેવાનો છે ત્યારે ટેક્ષટાઇલ્સ કંપનીઓ હાઇજેનિક ઉત્પાદનોની નવા પ્રકારની શ્રેણીનું ઉત્પાદન કરી સેંકડો કરોડ રૂપિયાની માર્કેટ સર કરવા સજજડ થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.