Abtak Media Google News

હાઇકોર્ટમાં દુષ્કર્મની ફરીયાદ રદ કરવામાં     

ભોગ બનનારની ખોટી ઓળખ આપી તેના આધારે સોગંદનામુ રજુ કરવામાં મહિલા સહીત ત્રણ સામે ગુનો નોંધાયો ’તો

રાજકોટ શહેરના ચકચારી દુષ્કર્મની ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં ચાલતા પોસીડીંગમાં ફોર્જ ડોકયુમેન્ટ આધા2ે સોગંદનામું રજુ કરી કોર્ટને મીસલીડ ક2વાના   ગુન્હામાં કોર્ટને ગેરમાર્ગે દોરવા કરેલી કોશીષના કેસમાં ગોકુલ સગપરીયાની આગોતરા જામીન અરજી   એડી. સેન્સ જજ બી.બી. જાદવએ નામંજુર કરતો હુકમ ફરમાવેલો છે.

કેસની હકીક્ત જોઈએ તો, રાજકોટ શહેરની  મહીલાએ ગોકુલ બાબુભાઈ સગપરીયા વીરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.  જે કામમાં ફરીયાદીએ વકીલ તરીકે સંજય પડીતને રોકેલા હોય તેની સાથે ફરીયાદીને ન બનતા ફરીયાદીએ વકીલ તરીકેથી છુંટા કરી દીધેલા હોય જેથી આરોપીઓએ ફરીયાદીને પતિ  વચ્ચેના ગેરકાયદેના ખોટા સબંધો બતાવી ફરીયાદીના ચારીત્રને નુકશાન થાય તે ઈરાદાથી ગોકુલ સગપરીયાની પીટીશનને ફાયદો થાય અને ગોકુલ સગપરીયા સામેની બળત્કારની ફરીયાદ રદ થાય તેવા બદ હેતુથી દિનાબેન સોલંકીનો સ્વાંગ રચી તેણીના નામની ખોટી અરજી ઉભી કરી તે અરજીમાં  બનાવટી સહી કરી તેનો  ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે ખોટુ સોગંદનામું  પુરાવા તરીકે  ઠગાઈ કરી સમાન ઇરાદે પાર પાડવા કાવત્રાને  અંજામ આપી એકબીજાને મદદગારી કર્યા સબંધની ફરીયાદ પુજાબેન ભરતભાઈ આડેસરાએ ડોલી બી2વાલ ,સંજય પંડીત અને ગોકુલ સગપરીયા વીરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી પુજાબેન આડેસરા ધ્વારા  ગુન્હો દાખલ કરાવવામાં આવેલો હતો.

ઉપરોક્ત ફરીયાદ અન્વયે એન્જીનયરીંગ એશોશીસનના પુર્વ પ્રમુખ ગોકુલ બાબુભાઈ સગપરીયાએ પોતાની સંભવીત ધરપકડ સામે રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી જે કામે મુળફરીયાદી તરફે વિગતવાર વાંધાઓ , લેખીત રજુઆતો, અને સરકાર તરફે રજુઆત કરવામાં આવેલી કે હાલના ફરીયાદીએ અગાઉ ગોકુલ સગપરીયા સામે બળત્કારની ફરીયાદ કરેલી તે ફરીપાદ 2દ કરાવવા હાઈકોર્ટમાં કરેલી પીટીશનમાં  ફાયદો થાય જો ફરીયાદીનું કેરેક્ટર ખરાબ ચીતરવામાં આવે અને બળત્કારના કેસમાં ફરીયાદીએ તેના વકીલ તરીકે સંજય પંડીતને રાખેલા જે ફરીયાદણ વકિલ સંજય પંડીતના તાબે ન થઈ કેસની ફાઈલ પરત લઈ લેતા સંજય પડીતે તથા ગોકુલ સગપરીયાએ બેનેએ બદલો લેવા  સંજય પંડિતની  કર્મચારી હતી તેના માધ્યમથી દિનાબેનની સહી લેવા કોશીપ કરેલ પરંતુ તેમા સફળતા મળેલી નહી બાદ   હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા કોશીષ કયા અંગેની દલીલ કરી હતી

બંને પક્ષેની તમામ રજુઆતો તેમજ  સોગંદનામું, પોલીસ પેપર્સ તથા રજુ થયેલ રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો ધ્યાને લેઇ ગોકુલ સગપરિયાના આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

ઉપરોક્ત કામમાં સરકાર તરફે મહેશભાઈ જોષી તથા મુળ ફરીયાદી પુજાબેન આડેસરા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ળદુ, ભુવનેશ શાહી, કુલાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંધાણી,  કિશન મોડલીયા, મીહીર દાવડા તથા મદદ નીશમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પીન્સ રામાણી, ભરત વેકરીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.