Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે સત્તારૂઢ થયાના સાત મહિનાના લાંબા અંતરાળ પછી પણ કોઈ અકળ કારણોસર મુકેશભાઈ દોશી શહેર ભાજપની કારોબારીની જાહેરાત કરી શકયા નથી. હજી  વોર્ડમાં  સંરરચનાની કામગીરી બાકી હોવાના કારણે કારોબારી જાહેર કરવામાં  વિલંબ થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

રાજકોટ શહેર ભાજપની કારોબારી  480 સભ્યોની હોય છે.

પ્રમુખ તરીકે સાત માસ પૂર્ણ છતા હજી મુખ્ય કારોબારીના 69 સહિત 480 સભ્યોના નામો જાહેર કરી શકાયા નથી: લોકસભાની ચૂંટણી સમયે જ મજબુત સંગઠન માળખું ધરાવતી પાર્ટીના નેતાઓ પણ મુંઝવણમા

જેમાં સંગઠનના 22 હોદેદારો સહિત  91  સભ્યોની મુખ્ય કારોબારી હોય છે. જેમાં પૂર્વ પ્રમુખ પૂર્વ કોર્પોરેટર અને પક્ષના  સક્રિય આગેવાનો કે કાર્યકરોનો સમાવેશ કરવામાં  આવતો હોય છે.

જયારે  90 થી  95 આગેવાનોને વિશેષ આમંત્રીત સભ્યો તરીકે કારોબારીમાં સ્થાન મળતું હોય છે. જેમાં વોર્ડના નિવૃત પ્રમુખ કે મહામંત્રી, સામાજીક કે  સેવાકીય સંસ્થાના આગેવાનોનો સમાવેશ  કરાય છે. જયારે 100 જેટલા આગેવાનોને કાયમી આમંત્રીત  સભ્ય તરીકે કારોબારીમાં સ્થાન આપવામાં આવે છે.

જેમાં પ્રથમ  કેડરનાં નેતાઓનો સમાવેશ  કરાય છે. પૂર્વ મુખ્યમંત્રી, પુર્વ મંત્રી, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પુર્વ મેયર, પુૂર્વ કોર્પોરેટર અને સંગઠનના પૂર્વ હોદેદારોને સ્થાન આપવામાં આવતું હોય છે. જયારે હોદાની રૂએ અલગ અલગ 6 મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ, તમામ 18 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ, 15 સેલના સંયોજકો અને સહ સંયોજકો, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો અને વોર્ડ પ્રભારીઓનો સમેવાશ થાય છે.

રાજકોટ શહેર ભાજપની કારોબારી  કુલ  480 સભ્યોની હોય છે.  મજબૂત સંગઠન માળખું કોઈપણ રાજકીય પક્ષની  સફળતાનો  મોટો આધાર હોય છે.  ભાજપ કયારેય સંગઠનમાં  નબળાઈ  ચલાવી લેતુ નથી. પ્રમુખ પદે સાત મહિના વિતવા છતા મુકેશ દોશી હજી શહેર ભાજપની કારોબારી બેઠક જાહેર કરી  શકયા નથી જેનાથી ખૂદ ભાજપના કાર્યકરો જ  થોડા ઘણા અંશે અચંબિત છે.

વોર્ડ સંરચનાની કામગીરી પૂર્ણ થતા જ  આવતા સપ્તાહે કારોબારી જાહેર કરી  દેવાશે: પ્રમુખ

શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન  જણાવ્યું હતુ કે દરેક વોર્ડમાં  61 સભ્યોનું સંગઠન માળખું રચવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જે પૈકી ત્રણથી ચાર વોર્ડમાં હજી કામગીરી બાકી છે. વોર્ડની સંરચનાની કામગીરી પૂર્ણ થતાની સાથે જ આવતા સપ્તાહે શહેર ભાજપની કારોબારી જાહેર કરી દેવામા આવશે સંગઠન માળખાને   મજબૂત બનાવવા અને કાર્યકરોને  વધુ સક્રિય કરવા હાલ હું વોર્ડ વાઈઝ સંગઠન લક્ષી પ્રવાસ કરી રહ્યો છું. 9 વોર્ડના પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. હજી  9 વોર્ડના પ્રવાસ બાકી છે. કારોબારી જાહેર ન કરવા પાછળ કોઈ કારણ જવાબદાર નથી વોર્ડમાં સંગઠન  સંરચનાની કામગીરી પૂર્ણ થયા બાદ કારોબારીની જાહેરાત કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.