Abtak Media Google News

અબતક-રાજકોટ

પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીજીની ‘આઓ ફિરશે દિયા જલાયે’ની સુંદર પંક્તિ સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ સાર્થક કરી રહી છે. જ્ઞાન સંકલ્પ યોજનાના પાંચમાં ભાગમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા આગામી 20મી નવેમ્બરને શનિવારના રોજ હેમુગઢવી હોલ ખાતે બપોરે 4 થી સાંજના 7 વાગ્યા સુધી જ્ઞાન સંકલ્પ યોજનાનો દિક્ષાંત સમારોહ યોજાશે. જેમાં ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક જરૂરિયાતમંદ એવા 15 વિદ્યાર્થીઓની પસંદગી કરી તેઓનો ધો.9 થી 12 સુધીનો સમગ્ર શૈક્ષણિક ખર્ચ સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવશે. જરૂર પડશે તો આ તેજસ્વી છાત્રોનો હાયર એજ્યુકેશનનો ખર્ચ ઉઠાવવાની  સંસ્થાની તૈયારી છે તેમ આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા સંસ્થાના મુખ્ય માર્ગદર્શન કશ્યપભાઈ શુકલ અને પ્રમુખ દર્શિતભાઈ જાનીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ છેલ્લા ત્રણ વર્ષથી જ્ઞાન સંકલ્પ યોજના અંતર્ગત પ્રતિ વર્ષ ધો.9 થી આર્થિક જરિયાતમંદ પરિવારના તેજસ્વી 20 બાળકોની પસંદગી કરી તેને રાજકોટની ખ્યાતનામ શાળામાં અભ્યાસ માટે મોકલે છે અને ધો.12 સુધીની સંપૂર્ણ શૈક્ષણિક ખર્ચ ઉઠાવે છે. આ સમગ્ર પ્રકલ્પ કેળવણી કાળ ગીજુભાઈ ભરાડ અને ગુલાબભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે.

સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા શનિવારે દિક્ષાંત સમારોહ

ચાલુ વર્ષે પસંદ કરાયેલા બાળકોનો દિક્ષાંત સમારોહ આગામી શનિવારે હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે જેમાં પ્રખર ભાગવતાચાર્ય પૂ.રમેશભાઈ ઓઝા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. સમારોહના મુખ્ય ઉદ્ઘાટન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગ જગતના મનિષભાઈ મદેકા, સુરેશભાઈ નંદવાણા, મૌલેશભાઈ ઉકાણી, પ્રકલ્પ સાથે જોડાયેલા શાળાઓના સંચાલકો જતિનભાઈ ભરાડ (ભરાડ સ્કૂલ), પ્રવિણાબેન જાની (મુરલીધર સ્કૂલ), નિરેનભાઈ જાની (ઈનોવેટિવ સ્કૂલ), દિપકભાઈ જોષી (સીસ્ટર નિવેદીત સ્કૂલ), સુદિપભાઈ મહેતા (શક્તિ સ્કૂલ), રાજુભાઈ ભટ્ટ (હોલી સેન્ટ સ્કૂલ) અને પુષ્કરભાઈ રાવલ (તપોવન સ્કૂલ) ખાસ ઉપસ્થિત રહેશે.

સંસ્થાના મુખ્ય માર્ગદર્શન કશ્યપભાઈ શુકલ અને પ્રમુખ દર્શિતભાઈ જાનીએ
‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત દરમિયાન આપી વિસ્તૃત માહિતી

કોઈપણ સમાજનો વિકાસ કરવો હોય તો તેમાં શિક્ષણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આથી છેવાડાના આર્થિક જરૂરિયાતમંદ પરિવારના તેજસ્વી બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા શુભ આશયથી આ પ્રકલ્પ છેલ્લા ત્રણ વર્ષથી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટની એક સમર્પિત ટીમ દ્વારા હાથ ધરાયો છે. જેમાં પ્રતિ વર્ષ 20 બાળકો પસંદ કરી ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

જ્ઞાનસંકલ્પ યોજના અંતર્ગત 15 તેજસ્વી અને જરૂરિયાતમંદ બાળકોને દત્તક લઈ શિક્ષણનો ખર્ચ ઉઠાવશે: પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે

આ સમગ્ર કાર્યક્રમ માટે બ્રહ્મ અગ્રણી કશ્યપ શુકલ તથા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ દર્શિતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો દિપકભાઈ પંડ્યા, કમલેશભાઈ ત્રિવેદી, અતુલભાઈ વ્યાસ, જનાર્દનભાઈ આચાર્ય, નલીનભાઈ જોશી, દક્ષેશભાઈ પંડ્યા, જીગ્નેશભાઈ ઉપાધ્યાય, પ્રશાંતભાઈ જોશી, જયેશભાઈ જાની, નીલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોશી, શોભનાબેન પંડ્યા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.