Abtak Media Google News

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાઇ ગયેલા સેમિનારમાં રિઝર્વ બેંકના આસિ. જનરલ મેનેજરે આપી માહિતી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિઝર્વ બેંકના ટ્રેડ રિસિવેબલ ડિસ્કાઉન્ટ સિસ્ટમના ઓનલાઇન કાર્ય અંગે સ્ટોક એક્ષચેન્જ તથા રિઝર્વ બેંકના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. લઘુઉદ્યોગોમાં ખરીદનાર તથા વેચનાર વચ્ચેના કરાર દ્વારા એજન્સીઓ કાર્યરત છે. જેમાં ર દિવસમાં ખરીદ-વેચાણના પેમેન્ટ થઇ જાય છે. અને લધુ ઉઘોગોને વિકસવામાં વેગ મળે છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગત દિવસે એમ.એસ.એમ.ઇ. સેકટરને  મળવાપાત્ર લાભો તથા બીલ ડીસ્કાઉન્ટ મેળવવામાં સરળતા રહે તે માટે આર..બી.આઇ. ટ્રેડર્સ ઓનલાઇન પ્લેટફોર્મની સઁપુર્ણ જાણકારી અર્થે સેમીનાર યોજવામાં આવેલ હતો, જેમાં રીઝર્વ બેંન્ક ઓફ ઇન્ડીયા – અમદાવાદના આસીસ્ટન્ટ જનરલ મેનેજર યશરાજ વૈષ્ણવ, આસીસ્ટન્ટ મેનેજર અનિકેત ભોયે તથા તથા એમ.વન એક્ષચેન્જ મુંબઇના સીનીયર વાઇસ પ્રેસીડેન્ટ તુષાર બુચ ઉ5સ્થિત રહેલ હતા.

સેમીનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ ઉ5સ્થિત અધિકારીઓ તથા ઉઘોગકારોને આવકારેલ. તેમજ સરદાર દ્વારા લધુઉઘોગના એકમોને ખુબ જ પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે અને તેઓના વિકાસમાં વૃઘ્ધિ થાય તે માટે ઘણી સ્કિમો – રાહત પેકેજો પણ અમલમાં મુકેલ છે. ત્યારે એમ.એસ.એમ.ઇ. સેકેટરોને મળવા પાત્ર લાભોથી તેઓ વંચીત ન રહે અને સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે આજરોજ આ સેમીનાર યોજેલ છે.

સેમીનારમાં ખાસ ઉ5સ્થિત રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા અમદાવાદના આસીસ્ટન્ટ જનરલ મેનેજર યશરાજ વૈષ્ણવએ આજના આ સેમીનાર યોજવા બદલ રાજકોટ ચેમ્બર પ્રત્યે આભાર વ્યકત કરેલ. તેમજ સરકાર દ્વારા લઘુઉઘોગ એકમો માટેના લાભો અને બીલ ડીસ્કાઉન્ટ મેળવવામાં સરળતા રહે તે માટે આર.બી.આઇ. દ્વારા શરુ કરાયેલ ટ્રેડ સિસિવેબલ ડિસ્કાઉન્ટીંગ સિસ્ટમ ઓનલાઇન પ્લેટફોર્મ અંગે ટુંકી જાણકારી આપી આ સિસ્ટમોનો ખાસ લાભ લેવા અનુરોધ કરેલ.

સેમીનારના વકતા એમ.વન એક્ષચેન્જ મુંબઇના તુષાર બુચ દ્વારા સમગ્ર ટ્રેડર્સ સિસ્ટમ અંગે પાવર પોઇન્ટ પ્રેઝનટેશન દ્વારા વિવિધ મુદ્દાઓની જાણકારી આપતા ખાસ જણાવેલ કે સરકાર દ્વારા 2018માં નોટીફીકેશન જાહેર કરી આ ઓનલાઇન પ્લેટફોર્મ શરુ કરાયેલ છે. જેમાં લધુઉઘોગોના એકમો લાર્જ કોર્પોરેટર બાયર કે જે પ00 કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવનારને ગુડઝ સપ્લાય કરે છે. તેઓ પાસે બાકી બીલની રકમ તુરત પરત મેળવી શકે તે માટે આ ખાસ સિસ્ટમ અમલમાં મુકેલ છે. જેમાં સેલર અને બાયર બન્નેએ વન ટાઇમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સિસ્ટમમાં એમ.એસ.આઇ. સપ્લાયર, લાર્જ, કોર્પોરેટ બાયર તથા નેશનલાઇઝ ફાયનાન્સર બેન્કોનો સમાવેશ થાય છે.

સેમીનારના અંતે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ ઉ5સ્થિત અધિકારીઓ તથા ઉઘોગકારોનો સેમીનારમા હાજરી આપવા બદલ આભાર વ્યકત કરેલ તથા સભ્યોઓને કોઇપણ જાતની મુશ્કેલી કે સમસ્યા હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા અનુરોધ કરેલ તેમજ સમગ્ર સેમીનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના ટ્રેઝરર વિનોદભાઇ કાછડીયાએ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.