Abtak Media Google News

બોટાદ જિલ્લા ના ખેડૂતો ની મુરઝાતી મોલત માટે અવાર નવાર રજૂઆતો છતાં તુમાર દાખવતા તંત્ર સામે ૧૩  ગામના સરપંચો અને ૨૦૦ જેટલા ખેડુતો દ્વારા કલેકટર શ્રી બોટાદ તેમજ કાર્યપાલક ઈજનેર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Advertisement

હાલ સરકાર દ્વારા ગુજરાત મા નર્મદા કેનાલ ના કમાન્ડ એરીયામાં આવતાં ખેડુતો ને મર્જાતી  મોલાત માટે  અને પશુ ધન બચાવવા માટે પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવશે તેવો નિર્ણય  લેવાયલ  છે  પરંતુ છેલ્લા દસ દિવસ થી  લેખીત તેમજ મૌખીક રજુઆત કરવા છતાં  કેનાલ માં પાણી છોડવામાં આવ તું નથી2 50જો બે દિવસ મા પાણી નહીં છોડવામાં આવે તો  ત્યાં ના ખેડુતો દ્વારા પોતાના ખેતરોમાં ઉભા પાક તથા લાખો રૂપિયા નો ખર્ચો ખેડુતો દ્વારા કરવામાં આવેલ છે તે નિષ્ફળ જાય તેમ છે. જો આગામી દિવસોમાં ખેડુતો ની માગણીઓ નહી  સ્વીકારવા મા નહી.

આવે તો રામણકા સહિતના ૧૩ ગામના ખેડુતો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગ ઉપર ઉપવાસ પર બેસવાની ચીમકી સાથે બોટાદ ના  રામણકા ગામ સહિત  ૧૩ ગામ ના સરપંચો ખેડુતો દ્વારા આજરોજ બોટાદ કલેકટર શ્રી  તથા  નાયબ કાર્યપાલક ઈજનેર ની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.