Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી કૌભાંડોને લઈ ચર્ચામાં રહેવા પામી હતી. ત્યારે એકાએક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિર્ડા. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવી ઈન્ચાર્જ તરીકે હોમ સાયન્સ ભવનનાં એચઓડી નીલાંબરીબેન દવેની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ર્ડા. ગિરીશ ભીમાણીને ક્યાં કારણોસર હટાવવામાં આવ્યા તે અંગે લોકોમાં અનેક તર્ક વીતર્કો શરૂ થયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ર્ડા. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવી હોમ સાયન્સ ભવનનાં નીલાંબરીબેન દવેની નિમણૂંક કરવામાં આવી છે. આ પહેલા પણ નીલાંબરીબેન દવે વર્ષ 2018 થી 19 દરમ્યાન આઠ મહિના સુધી ઈન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે. ત્યારે હાલ નીલાંબરીબેન દવે હોમ સાયન્સ ભવનનાં એચઓડી તરીકે ફરજ બજાવે છે. તેમજ તેમનાં પતિ આલોક ચક્રવાત ગુરૂ ઘાંચીદાસ યુનિવર્સિટીનાં કુલપતિછે.

ર્ડા. ગિરીશ ભીમાણીને ક્યાં કારણોસર હટાવવામાં આવ્યા તે અંગે લોકોમાં અનેક તર્ક વીતર્કો શરૂ

નીલાંબરીબેન દવે વર્ષ 2018 થી 19 દરમિયાન આઠ મહિના સુધી ઈન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે

બે મહિના અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઠ કૌભાંડો થયા. જેમાં માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના તમામ કૌભાંડ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે . આ અંગે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને તપાસ કરવા અંગે પત્ર મળ્યો. જેમાં સરકાર દ્વારા માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના કૌભાંડોને લઇને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત  બે સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર એક્શનમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોદ્દેદારો અને સિન્ડીકેટ સભ્યોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવાદોમાં ઘેરાયેલી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવવામાં આવ્યા છે. જ્યારે ફરી એક વખત નીલાંબરી દવેને ઇન્ચાર્જ કુલપતિની જવાબદારી સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.