Abtak Media Google News

કે.કા.શાસ્ત્રીજીના જન્મદિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 22મા રજીસ્ટ્રાર તરીકે વિધિવત ચાર્જ સંભાળતા ડો. એચ.પી. રુપારેલીયા: કુલપતિ-પરીક્ષા નિયામકે પાઠવ્યા અભિનંદન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો પછી  કાયમી રજીસ્ટ્રાર તરીકે પૂજય કે.કા. શાસ્ત્રીજીના જન્મદિવસના પાવન દિવસ પર ડો. એચ.પી. રુપારેલીઆજી એ 22 મા રજીસ્ટ્રાર તરીકે આજે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીની ઉપસ્થિતિમાં ચાર્જ સંભાળ્યો હતો.આ  પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે નવા કુલસચિવ ડો. રુપારેલીઆજીને અભિનંદન પાઠવ્યા હતા.

કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી કુલસચિવ ડો. રુપારેલીઆજીને જણાવ્યું હતું કે આપ પ્રથમ કુલગુરુ ડો. ડોલરરાય માંકડે કંડારેલી કેડી પર કાર્ય ચાલીને કરતા રહો અને યુનિવર્સિટીને નવી ઉંચાઈએ લઈ જવા પ્રતિબધ્ધ બનો એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ડો. એચ.પી. રુપારેલીઆજી એ યુનિવર્સિટી કેમ્પસ ખાતે રજીસ્ટ્રાર તરીકે ચાર્જ લેતા પહેલાં સરસ્વતી માતાજીનું પૂજન કરી, પ્રથમ કુલગુરુ ડો ડોલરરાય માંકડની પ્રતિમા તથા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને  પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ડો. એચ.પી. રુપારેલીઆજી એ આ કુલસચિવ તરીકે ચાર્જ સંભાળતા જણાવ્યું હતું કે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત, સંસ્થાનું નામ ઉજજવળ બને, સંસ્થાનો વિકાસ થાય એ દિશામાં હું સદૈવ કાર્ય કરતો રહીશ.

આ તકે પરીક્ષા નિયામક નિલેષભાઈ સોની, નાયબ કુલસચિવ અમીતભાઈ પારેખ, ડો. જી.કે. જોષી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વે કર્મચારીઓએ નવા રજીસ્ટ્રાર  ડો. એચ.પી. રુપારેલીઆજીને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.