Abtak Media Google News

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ મીડિયા કન્વીનર(રાજકોટ) તરીકે સેવા આપી રહ્યા છે પનારા

ગુજરાત સ્ટેટ એડલ્ટ એજયુકેશન કાઉન્સિલનાં ઉપપ્રમુખપદે ડો.જે.એમ.પનારાની નિમણુક કરવામાં આવી છે.પ્રમુખપદે જાણીતા રચનાત્મક કાર્યકર યશવંતભાઈ જનાણી, ચેરમેનપદે જાણીતા લેખક અને તંત્રી ડો.મફતભાઈ પટેલ, મંત્રી તરીકે ગુજરાત વિદ્યાપીઠનાં પ્રો.સંઘ્યાબેન ઠાકર, સહમંત્રી તરીકે પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી એલ.એસ.સૈયદ તથા ખજાનચી તરીકે જાણીતા ઉધોગપતિ રાજેશભાઈ ગોંડલિયાની નિમણુક થયેલ છે.  પ્રો.ડો.જે.એમ.પનારા સૌરાષ્ટ્રની અનેકવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને રચનાત્મક પ્રવૃતિઓનાં સંચાલક તથા માર્ગદર્શક રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ)નાં નિયામક (૧૮ વર્ષ), સિન્ડીકેટ સભય (બે ટર્મ), સેનેટ સભ્ય (બે ટર્મ), કણસાગરા મહિલા કોલેજનાં પ્રિન્સીપાલ, સૌરાષ્ટ્ર યુનિ. વિસ્તાર અઘ્યાપક મંડળનાં પ્રમુખ તથા મહામંત્રી (બે ટર્મ), હિન્દી અનુસ્નાતક કેન્દ્રનાં પ્રો.ઈન્ચાર્જ, હિન્દી વિષયનાં વિભાગાધ્યક્ષ તથા ઉમિયા પરિવારના માસિક પત્રિકાનાં તંત્રી તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ સેવાઓ આપેલ છે.

હાલ તેઓ સૌરાષ્ટ્રની જાણીતી ફિલ્ડમાર્શલ તથા ગોવાણી ક્ધયા છાત્રાલય-રાજકોટમાં કેમ્પસ ડાયરેકટર, ઉમિયા પરિવાર મેગેજીનના સંપાદક, ઓરપેટ ઓમની એજયુકેશનલ ટ્રસ્ટનાં (પાટીદાર આઈએએસ એકેડેમી) ટ્રસ્ટી, યુ.વી.એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી, ઉમિયાજી પરીવાર એજયુકેશન ટ્રસ્ટ-તરઘડીનાં કારોબારી સભ્ય, ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટનાં કારોબારી સભ્ય તથા ઈન્ડીયન એડલ્ટ એજયુકેશન ઓસો. ન્યુ દિલ્હીનાં આજીવન સભ્ય તરીકે પોતાની મહત્વપૂર્ણ સેવાઓ આપી રહ્યા છે.  ઈ.સ.૨૦૦૭માં ગુજરાત રાજયનાં બેસ્ટ એનએસએસ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરનો એવોર્ડ તથા ઈ.સ.૧૯૯૫માં ગુજરાત રાજયનાં બેસ્ટ એનએસએસ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ ગાંધીનગર ખાતે રાજયપાલનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાનાં ઈન્દિરાગાંધી નેશનલ એનએસએસ એવોર્ડ-ન્યુ દિલ્હી માટે પણ તેમનાં નામનું નોમિનેશન કરવામાં આવ્યું હતું. આ સિવાય પણ બીજા અનેક એવોર્ડ, શિલ્ડ અને સન્માનપત્રથી તેઓ સન્માનિત થઈ ચુકયા છે. એનએસએસ વિભાગનાં માધ્યમથી સૌરાષ્ટ્રની તમામ કોલેજો માટે તેમના દ્વારા આયોજિત થતો અને એનએસએસમાં મીની યુથ-ફેસ્ટીવલ તરીકે ઓળખાતો યુવા અસ્મિતા સમારોહ વિદ્યાર્થીઓમાં ખુબ જ લોકપ્રિય બન્યો હતો. પોલીસ એડવાઈઝરી બોર્ડ, ગવર્મેન્ટ હોસ્પિટલ એડવાઇઝરી બોર્ડ તથા સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં સરકાર નિયુકત સભ્ય તરીકે તેઓની નિમણુક થયેલી હતી. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સીદસરનાં કારોબારી સભ્ય, શિક્ષણ સમિતિનાં સભ્ય તથા રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ફેમીલી પ્લાનીંગ એસોસીએશન ઓફ ઈન્ડિયા (એફપીએઆઈ)માં તેઓએ પોતાની સેવાઓ પ્રદાન કરેલી છે. ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન આયોજિત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનાં મીડિયા ક્ધવીનર (રાજકોટ) તરીકે ઉઝા મંદિર દ્વારા તેઓની નિમણુક થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.