Abtak Media Google News

એડવાન્સ મેડિકલના સંશોધન અંતર્ગત મારીજુઆનાનું એક ઘટક બાળકોની બિમારીઓ માટે વરદાન સ્વરૂ

અમેરિકન નિયમનોસોમવારે નાના બાળકોના હઠીલા રોગની સારવાર માટે સૌપ્રથમ વખત નશીલા છોડ મારી જુઆનાથી બનેલી દવાઓની મંજુરી આપી છે. યુએસ માર્કેટમાં ઈપીડીઓલેકસ નામની દવા બાળકોના બે ખુબ જ હઠીલા રોગની સારવાર માટે મદદ‚પ બનશે. ઈપીડીઓલેકસ ૮૦ ટકાથી વધુ કેનાબીસ જાડના સક્રિય કમ્પાઉન્ડમાંથી બનાવવામાં આવ્યું છે. અમેરિકન ખોરાક અને દવા અધિકારી સ્કોટ ગોટલીએ જણાવ્યું હતું કે, ઈપીડીપોલિકસ એડવાન્સ મેડિકલ માટે ખુબ જ મહત્વનું સંશોધન છે.

પરંતુ નોંધનીય છે કે મારીજુઆનાની કે તેના તમામ ઘટકોની મંજુરી આપવામાં આવી નથી પરંતુ માત્ર એક ઘટક સીબીડીનો જ ઉપયોગ ખાસ દવા માટે જ કરી શકાશે. જેનું પરીક્ષણ ખાસ પરિસ્થિતિ માટે કલીનીકલ ટ્રાયલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દવાનો ઉપયોગ લેનોકસ ગેસ્ટોટ સિન્ડ્રોમ અને ડ્રવિટ સિન્ડ્રોમથી ગ્રસ્ત બે વર્ષથી ઉપરના બાળકના રોગ નિવારણ માટે અમેરિકામાં થશે. બંને પ્રકારના રોગોમાં સિઝર કરવું પડતું હોય છે. તેનોકસ ગેસ્ટોટ સિન્ડોમની સર્જરી ૪ વર્ષની ઉમ્ર બાદ થઈ શકે છે.

જેમાં શરીર અકડાવવા લાગે છે અને હાથ-પગ કામ કરતા બંધ થઈ જાય છે માટે એફડીએએ એપ્રિલમાં આ દવાની મંજુરી અંગે એડવાઈઝરી પેનલમાં સલાહ આપી હતી. જોકે એફડીએને કોઈને પુછવાની આવશ્યકતા નથી રહતી. સીબીડીથી મારિજુઆનની માફક નશીલી અસરો થતી નથી. કારણકે તેમાં સંપૂર્ણ મારીજુઆન નહીં પરંતુ તેને એક જ ઘટકનો ઉપયોગ લેવામાં આવ્યો છે જેને ટેટ્રાહાઈડ્રોકેનાબીનોલ પણ કહેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.