Abtak Media Google News

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ બમણું થઇ ગયું : લોકોની જીવનશૈલી કારણભૂત

હાલના સાંપ્રત સમયમાં લોકો ની ભાગ-દોડ વાડી જીવનશૈલી અને યોગ્ય ડાયટ હેબિટ ન હોવાના કારણે ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. નહીં ગુજરાત રાજ્યમાં ચાર વર્ષમાં ડાયાબિટીસ નો આંકડો બમણો થઇ ગયો છે. ડાયાબિટીસ માત્ર કોઈ એકજ અમને નહીં પરંતુ શરીરના અનેક અંગો ને અસર પહોંચાડતું હોય છે ત્યારે ગુજરાતીઓમાં આ આંકડો વધુ હોવાનો એકમાત્ર કારણ એ પણ છે કે ગુજરાતીઓ દરેક ચીજ વસ્તુઓમાં મીઠું ખાવાનું વધુ પસંદ કરે છે પછી ગાંઠીયા સાથે મરચા હોય તો પણ તે જ મોળા જ ખાતા હોય છે. બીજી તરફ લોકોનું બેઠાડું જીવન છે તે પણ ડાયાબિટીસને નોતરવા માં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

લોકોમાં જે ઊર્જા રહેલી હોય તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે જરૂરી છે પરંતુ લોકો હવે એવું કાર્ય કરવું પસંદ કરે છે જેમાં તેઓને કોઈ પણ પ્રકારનો શ્રમ લેવો ન પડે. વ્યાસ સુધી લોકો તેમની ફૂડ હેબિટ નહીં સુધારે ત્યાં સુધી ડાયાબિટીસનું પ્રમાણ વધતું રહેશે. ગરડુ ખાવું ગુનો નથી, પરંતુ તેને યોગ્ય રીતે બચાવવું છે એટલું જ જરૂરી છે ત્યારે 2019 થી વર્ષ 2021 સુધીમાં ગુજરાત રાજ્યમાં ડાયાબિટીસનું પ્રમાણ બમણું થઇ ગયું છે.

સામે લોકોમાં ટેન્શન સ્ટ્રેસ સહિતના પરિબળો વધુ જોવા મળતા ડાયાબિટીસ નો વ્યાપ પણ ખૂબ જ વધ્યો છે પછી તે પુરૂષ હોય કે મહિલા. ડોક્ટરોનું માનવું છે કે જ્યાં સુધી લોકોની લાઇફસ્ટાઇલ તારી નહીં થાય અને લોકો જ્યાં સુધી ખતમ નહીં કરે ત્યાં સુધી તેઓને ડાયાબિટીસનો ભાઈ તથા રહેશે અને એટલું જ નહીં હોર્મોનલ બદલાવ પણ ડાયાબિટીસને કરવા માટે અત્યંત કારણભૂત નીવડતા હોય છે. ટૂંકમાં જે ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં આ તમામ મુખ્ય કારણો કારણભૂત છે જ્યાં સુધી લોકો તેને અનુસરે તો તેઓએ ઘણી રીતે શારીરિક તકલીફનો ભોગ બનવું પડશે અને હવે ડાયાબીટીસ નાના જૂથમાં પણ જોવા મળે છે.

લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ પણ વધતા ની સાથે બીપી માં પણ ખૂબ જ વધારો નોંધાયો છે અને સર્વેમાં જે આંકડો આવ્યો છે તે પણ અત્યંત ચોંકાવનારો છે જેમાં બીપી અને ડાયાબિટીસનું પ્રમાણ મહિલાઓમાં 11.4 ટકા હતો જ્યારે પુરુષોમાં 14.3 ટકા નોંધાયું છે. આગામી સમયમાં આ સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે લોકોએ તેમની ખોરાક અંગેની હેબિટ માં પણ બદલાવ કરવો જરૂરી છે આજે તેઓએ તેમનું જીવન શૈલી પણ બદલાવી અનિવાર્ય છે તો અને તો જ તેઓ ડાયાબિટીસ અને બીપી જેવા રોગોથી બચી શકશે. ત્યારે મીઠડા ગુજરાતીઓને ડાયાબિટિસ હાલ ખરા અર્થમાં મોંઘુ પડી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.