Abtak Media Google News

કંપનીઓના દસ્તાવેજની તપાસ થઇ તેમાં  મોટા ભાગની કંપનીઓ ૧૯૭૧ થી ૨૦૧૮ની વચ્ચે સ્થાપિત થઇ હતી.

પનામા પેપર બાદ પેન ડોરા પેપર બહાર આવતા અનેક પ્રશ્નો ઉદભવી થયા છે બીજી તરફ એ પ્રશ્ન પણ સામે આવ્યો છે કે શું વિદેશમાં સંપત્તિ ધરાવતાં બધાં જ ધનકુબેરો ચોર છે? વિશ્વ સમુદાય અને વિશ્વના અનેક દેશોમાં ટેક્સ સીસ્ટમ અલગ જોવા મળતી હોય છે ત્યારે ભારત દેશમાં અનેકવિધ પ્રકારે જટિલ ટેક્સ સીસ્ટમ હોવાના કારણે ધનકુબેરો વિશ્વના અન્ય દેશો કે જ્યાં ટેકસ પદ્ધતિ ખૂબ જ સરળ છે ત્યાં પોતાનું રોકાણ કરતા હોય છે. પનામા પેપર બાદ એન્ડોરા પેપરમાં પણ આ પ્રકારની જ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે જેમાં મહત્તમ ધનકુબેરો પોતાની મિલકતો ટીંડોરા પેપર મારફતે રાખેલી છે જે અત્યંત ગુપ્ત હોવાના કારણે હજુ કેટલા લોકો આ કેમ માં સંડોવાયા છે તેનો ખ્યાલ આવ્યો નથી.

Advertisement

વિશ્વના શકિતશાળી લોકો જેટલા શ્રીમંત દેખાય છે એના કરતા તેઓની સંપત્તિ અનેક ઘણી વધુ છે. તફાવત માત્ર એટલો છે કે આ સંપત્તિ છુપાયેલી હોય છે અને તેની માહિતી તમામ પાસે હોતી નથી. પનામા પેપર્સ બાદ હવે પંડોરા પેપર્સના નામથી લીક થયેલા કરોડો દસ્તાવેજમાં ભારત સહિત ૯૧ દેશોના વર્તમાન તથા પૂર્વ નેતાઓ, સહિત અનેક મોટા લોકોના નાણાકીય રહસ્યોને ઉજાગર કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

૧૪ કંપનીઓના લીક થયેલા દસ્તાવેજોમાં એ વાતનો ખુલાસો કરવામાં અકવ્યો છે જેમાં તમામ લોકો કે જેમના નામ પન્ડોરા પેપરમાં આવ્યા છે તે સર્વે  ટેકસ બચાવવા મૂડી રોકાણ કર્યુ છે. પેંડોરા પેપર્સ નામથી જાણીતા ખુલાસામાં વિદેશમાં બનેલા ૨૯ હજાર કંપનીઓ અને ટ્રસ્ટ વિશે જાણકારી મળી છે. આ માટે ૧૪ કંપનીઓના 1.20 લાખ દસ્તાવેજનો ઇન્ટરનેશનલ કોન્સૉર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટસ (આઇસીજેઆઇ) દ્વારા એક વર્ષ સુધી સ્ટડી કરવામાં આવ્યો હતો.જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિભિન્ન દેશોેના વ્યાપારીઓ,ઉધોગપતિઓ અને રાજનેતા, મનોરંજન જગત અને ખેલકૂદ સાથે જોડાયેલી પ્રતિભાઓનો સમાવેશ થાય છે.

આ તપાસમાં અનેક સંસ્થાઓનો સમાવેશ થતો છે. આ માહિતી ૧૯૯૬ થી ૨૦૨૦ સુધીની છે. જં કંપનીઓના દસ્તાવેજની તપાસ થઇ તેમાં  મોટા ભાગની કંપનીઓ ૧૯૭૧ થી ૨૦૧૮ની વચ્ચે સ્થાપિત થઇ હતી. પેંડોરા પેપર્સની જેમ જ દુનિયાભરમાં પનામાની એક કન્સલટન્સી કંપની એલ્કોગલની મદદથી ઓછામાં ઓછા ૩૯૨૬ ગ્રાહકો માટે વિદેશોમાં કંપનીઓ સ્થાપિત કરી હતી. આ  પેંડોરા પેપર્સની તકપાસમાં ૩૦૦ થી વધારે ભારતીયોના નામ છે. આવનારા સમયમાં ૬૦ થી વધુ પ્રતિભાઓ અને કંપનીઓની તપાસ કરવામાં આવી છે જેનો ખુલાસો આવનારા સમયમાં પ્રગટ થશે.

પનામા પેપર્સની જેમ જ ધનાઢયોએ નાણું છુપાવવા માટે નવો તરીકો શોધ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય ઉધોગપતિઓએ વિદેશમાં ટ્રસ્ટ સ્થાપિત કર્યા છે જેનો હેતું મૂડી વહેંચીને સરકારી નજરમાંથી બચાવવાનો છે.આમાં ભારત,રશિયા, અમેરિકા અને મેકિસકો સહિતના અનેક દેશોના ૧૩૦ અબજોપતિઓ સામેલ છે. વિદેશોમાં જોડાયેલા મોટા લોકોના નામ પેંડોરા પેપર્સના નામથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ યાદી પર નજર કરીએ તો જોર્ડનના રાજા,યુક્રેન,કેન્યા અને ઇકવાડોરના રાષ્ટ્પતિ,ચેક પિ પબ્લીકના પ્રધાનમંત્રી અને બ્રિટનના પૂર્વ પીએમ ટોની બ્લેરનો સમાવેશ થાય છે.  આ દસ્તાવેજોમાં ઓછામાં ઓછા ૩૫ વર્તમાન અથવા તો પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષના નામ છે.

ઘણા એવા દેશો છે કે જેમણે પોતાના ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકો માટે સિસ્ટમ ખૂબ જ સુદ્રઢ બનાવી છે જેથી તેઓ તેમના વ્યાપાર અને સારી રીતે આગળ ધપાવી શકે અને દેશના વિકાસ માટે કાર્ય કરી શકે. ત્યારે ભારત દેશની કર પદ્ધતિ અંગે જો વાત કરીએ તો ઘણા ટેકશરિસ્ટ્રીકસન હોવાના કારણે ઉદ્યોગો અને ઉદ્યોગકારો પોતાની વ્યવસ્થા અને પોતાના રેકોર્ડો આપવા થી ડરતા હોય છે અને તેઓને સતત ડર લાગે છે કે તેમના ઉપર હોય આકરા પગલાં લેવામાં આવશે.જે કેમ પરિણામે પનામા પેપર અને  પેંડોરા પેપર જેવા કે મા ભારતીયો નું નામ સામે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.