Abtak Media Google News

અબતક, રાજકોટ

ગુજરાત હાઇકોર્ટે શ્વાન પ્રત્યેની ક્રુરતાના કેસમાં કેટલાક લોકો દ્વારા ગેરસમજ ઉભી થયેલી છે. કેટલીક વાતો કેસ દરમ્યાન ધારાશાસ્ત્રીઓ થયેલી દલીલોનો ભાગ છે. ચુકાદો નથી. હજારો વર્ષોનો ઇતિહાસ જોઇએ તો શ્ર્વાનો મનુષ્યો સાથે પરિવારની જેમ રહેતા આવ્યા છે. વફાદાર જીવન છે. મહાભારતમાં પાંડવો સાથે પણ શ્ર્વાનો રહેતા એવો ઉલ્લેખ જોવા મળે છે.હાલની પરિસ્થિતિ સાવ અલગ છે. શ્ર્વાનોની શું વાત કરવી? તેઓ ભુખ્યા-તરસ્યા અને ક્રુરતા-ભયનો ભોગ બની કયારેક સામાન્ય રીતે સ્વ બચાવમાં ઉગ્ર થતા હોય છે. આવા સામાન્ય બનાવની સાચી વિગત હકીકત જાણ્યા વગર તેની અયોગ્ય રીતે પ્રસિઘ્ધ થઇ રહેલી છે.

આ વાત કેરાળા હાઇકોર્ટે તેના તાજેતરમાં ચુકાદામાં પણ સ્પષ્ટ રીતે જણાવેલી છે. સુપ્રીમ કોર્ટે પણ animal welfare bordof india vs nagaraja&ors ૭, may , ૨૦૧૪  માં તમામ જીવ જીંતુઓને મનુષ્ય ની જેમ પાંચ અધિકારો આપેલા છે. ઉપરાંત દેશના બંધારણે દરેક નાગરીકોને તમામ જીવ જંતુઓ પ્રત્યે દયા, કરૂ ણા, અનુકંપા રાખવા, રક્ષા કરવી, ખોરાક-પાણી આપવાનો હકક આપેલાં છે.કેટલીક રહેણાંક સોસાયટીઓ કાયદા વિરુઘ્ધ ઠરાવ કરી સભ્યો સામે કાયદા અને ફરજ વિરુઘ્ધ કાર્ય કરી રહેલી છે. જે ગેરકાનુની છે. આવી કાર્યવાહી બંધારણ અને સુપ્રમિ કોર્ટેના હુકમનો અનાદર છે.આ અંગે હાઇકોર્ટના ધારાશાસ્ત્રી નીમીષભાઇ કાપડીયા, અમદાવાદથી જણાવે છે કે જે સમાચારો આવેલા છે.

એવી કોઇ હકીકત હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવેલું જ નથી હાઇકોર્ટના ચુકાદામાં બધુ રેકોડીંગ થયું છે. એમાનો કોઇ ઉલ્લેખ નથી હાઇકોર્ટે કોઇપણ વ્યકિતને પ્રાણીઓને ખાસ કરીને કૂતરાને ખવડાવવા માટે કોઇ પ્રતિબંધ મૂકયો નથી આવા પ્રેસ રિપોટીંગના અત્યારે બધી જગ્યાએ કૂતરાઓને મારવાનું શરુ થયું છે.એ લોકોને તાકીદ કરવી જ જોઇએ કે તેઓ કાયદો હાથમાં લઇ રહ્યા છે. હાઇકોર્ટે કોઇને પણ કૂતરાઓને મારી નાખવાની કોઇ સત્તા આપી નથી શ્ર્વાનો કે કોઇપણ જીવ જંતુ પ્રત્યે ક્રૂરતા આચરવી તેને મારી નાખવા દંડનીય અને જેલ સજાનો ગુન્હો બને છે. તેમાં કોઇ બાંધછોડ નથી પોલીસ આ બાબતે ગંભીરતાથી નોંધ લ્યે તે ખુબ જરુરી છે.ગુજરાત વિધાનસભાના પૂર્વ સચિવ અને પ્રાણી કલ્યાણ બોર્ડના પંકજભાઇ બુચ ગાંધીનગરથી જણાવે છે કે સુપ્રિમ કોર્ટ ે શ્ર્વાનોની વધતી વસ્તી રોકવા ખસીકરણ પ્રોગ્રામ આપેલો છે. તેમાં કરેલી જોગવાઇ અનુસાર શ્ર્વાનોનું ખસીકરણ કર્યા બાદ તેના રહેઠાણની મુળ જગ્યાએ જ છોડવાના હોય છે. ઘણા અધિકારીઓ વિગતો જાણતા ન હોવાથી શ્ર્વાનો ઉભા થઇ રહ્યા છે.

કાયદાઓના નિષ્ણાંત અને અભ્યાસુ કમલેશભાઇ શાહ મુંબઇથી જણાવે છે કે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટનું કૂતરાઓની બાબતે આપ્યો છે. એ બાબતે ઘણી બધી જ ગેરસમજ ફેલાઇ રહી છે. તેને કારણે અમુક લોકો કે જેઓને પ્રાણીઓ પસંદ જ નથી. મનુષ્ય સિવાય કોઇને જીવવાનો અધિકાર નથી. એવું કદાચ એ લોકો માનતા હશે તેવી માન્યતા વાળા લોકો માટે તાજેતરમાં કોર્ટ વિશે જે ખબરો છપાયા છે. ગેરસમજ ફેલાઇ છે કે કૂતરા માટે પાંજરાપોળ શરુ કરો ખરેખર સત્ય એ છે કે આવો કોઇ ઓર્ડર છે. જ નહીં કોઇ વાકયો કે શબ્દ પકડી લેવાથી ગેરસમજ થાય છે. એને કારણે અબોલ જીવોને સહન કરવાનું  આવે છે. કેન્દ્ર સરકારની એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની વારંવાર ગાઇડલાઇન્સો આવેલી છે.

તેમજ દિલ્હી હાઇકોર્ટના ચુકાદાનું જણાવેલું છે નિરાધાર અને પાલતું જીવોનું રક્ષણ અને તેની સાર સંભાળ  લેવાની વાત છે. ખાસ કરીને અત્યારના કોરોના ચિંતાજનક સમયે કોઇપણ જીવ જંતુ ભુખ્યા તરસ્યા ના રહે તે જોવાની આપણાં સૌની પવિત્ર ફરજ અને ધર્મ છે. શ્ર્વાનોની કોઇપણ પ્રકારે સાર સંભાળ નહી લેવાની વાત કોર્ટે કરેલી જ નથી. અને સાર સંભાળ લેવા વાળાને કોઇ રોકતા હોય તો એ પશુઓના જે મૂળભૂત અધિકારો મળેલા છે. તેનો ભંગ કરે છે. તેઓના બંધારણીય અધિકાર ઉપર હુમલો છે. તેના હકકોનું રક્ષણ કરવા માટે કાયદાઓ છે. કાયદા હેઠળ તેમની સામે કડક પોલીસ કાર્યવાહી થઇ શકે છે માટે આ બાબતે કોઇપણ પ્રકારની ગેરસમજ રાખવી નહીં. શ્ર્વાનોનું ખવડાવવું એ આપણી પવિત્ર ફરજ છે. પશુ પ્રત્યે પ્રેમ અને અને આદર બતાવવાની વાત છે તો આ બાબત ે કોઇપણ પ્રકારની ગેરસમજ રાખવી નહીં. શ્ર્વાનોનું ખવડાવવું એ આપણી પવિત્ર ફરજ છે. પશુ પ્રત્યે પ્રેમ અને આદર બતાવવાની વાત છે તો આ બાબત ગેરસમજ દૂર થવી જોઇએ સરકારી કાયદાઓ પણ છે અને પશુઓના અધિકાર પણ છે અને આપણી ફરજ છે આ રીત: આ કાર્યમાં બધાએ સાથ સહકાર આપવા વિનંતી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.