Abtak Media Google News

મેષ રાશિફળ (Aries): તમારું મન સંત સાથેની મુલાકાતથી ખુશ રહેશે. તમે ગુસ્સે થશો ત્યારે પણ ગુસ્સો નહીં આવે. આની મદદથી તમે ખરાબ વાતાવરણને વધુ સારું બનાવી શકશો. જોકે આજે વિદ્યાર્થીઓના અભ્યાસમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. અચાનક પૈસા ખર્ચવાનો હેતુ પણ સામે આવી શકે છે. પરંતુ શેરબજારથી દૂર રહો. આજે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ રીતે તમારા કાર્યને પૂર્ણ કરો. તેનાથી તમે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.

વૃષભ રાશિફળ (Taurus): તમારે તમારા વ્યવહાર ઉપર વિચાર કરવાની જરૂરિયાત છે. કેમ કે ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. તમારી આ ઊર્જાને પોઝિટિવ રૂપમાં પ્રયોગમાં લાવો, તો તમારા માટે અતિ લાભદાયક રહેશે. લાંબા સમય પછી આજે તમને કોઈ સારા સમાચાર મળશે. મહત્વપૂર્ણ કાર્ય પૂરા થતાં લાભદાયી તકો પ્રાપ્ત થશે. આ ઉપરાંત સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આજનો દિવસ તમારા માટે લાભકારક રહેશે. ઉપરાંત આજે કોઈ સાથે રોમાંચક મીટિંગ થશે. ભાગીદારીમાં લાભ થઈ શકે છે.

મિથુન રાશિફળ (Gemini): તમે ક્યારેય કાર્યક્ષેત્રમાં થતાં ફેરફારોથી ડરતા નથી. પરંતુ, આજે સરકાર કે તંત્ર તરફથી કેટલાંક બદલાવ આવી રહ્યા છે જે તમને ખૂબ પરેશાન કરી શકે છે. હિંમત ના છોડવી વધારે સારું રહેશે. જે પણ સમસ્યા આવે તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો.

કર્ક રાશિફળ (Cancer): તમે હંમેશાં બીજાના ભરોસે બેઠા છો. જો બીજા લોકો કાર્ય કરશે તો જ તમે કામ કરશો. તમારે આજે આ ટેવ બદલવી પડશે. નહીં તો તમે ઘણું ગુમાવશો. જે તમને નુકસાન પહોંચાડી શકે છે. સખત મહેનત કરવી. જે થોડો સમય લેશે પણ તમને ચોક્કસ સફળતા મળશે. આજે ભાવનાત્મક અને લાગણી સંબંધિત કેટલીક બાબતો સામે આવશે. પરંતુ જો તમારે કોઈ નિર્ણય લેવો હોય તો તે કાળજીપૂર્વક લો નહીં તો તમારી કરુણા અને ઉદારતા તમને મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

સિંહ રાશિફળ (Leo): આજે કેટલાંક લોકો તમારા કામમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમે નારાજ થઈ શકો છો અને તમારા કાર્યો પૂરા કરતા પહેલા જ તે છોડી શકો છો. પરંતુ, ધ્યાનમાં રાખો કે જો તમે આવી સમસ્યાઓ ઉકેલશો નહીં તો તમે ક્યારેય પ્રગતિ કરી શકશો નહીં. જો કોઈપણ પ્રકારની ન્યાય નીતિ અથવા કાયદા સંબંધિત કોઈ મુદ્દો છે તો ઉતાવળ ટાળવી વધુ સારી છે. તમારે તમારા વ્યવહાર ઉપર વિચાર કરવાની જરૂરિયાત છે. કેમ કે ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે

કન્યા રાશિફળ (Virgo): આજે ઉદાસ વલણ અને શંકાના વાદળ તમારા મનને ઘેરી લેશે. જે તમને માનસિકરીતે નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. માતા-પિતા સાથે સારો સમય પસાર કરો. જો કે તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં થોડી અડચણ આવી શકે છે. તમારે આજે વધુ મહેનત કરવી પડશે. સમાજસેવા એક એવું ક્ષેત્ર છે જ્યાં તમારી બમણી પ્રગતિ થશે. જો તમે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા છો તો સારી વાત છે.0020

તુલા રાશિફળ (Libra): આજે કાર્યસ્થળમાં બીજા પર ભરોસો રાખવાને બદલે તમારી મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરો. જે તમને ફાયદો કરાવશે, નહીં તો તમારે આ ક્ષેત્રમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં આજે સહકાર્યકરો સાથે અજાણતા વિવાદ થઈ શકે છે. તેના કારણે મન ઉદાસ રહેશે. તમારા પ્રયત્નો રંગ લાવી રહ્યા છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio): તમારા સાથીદારો પ્રત્યેનું તમારું વર્તન ઉદાર રહેશે અને તમે તેમની બધી ભૂલોને માફ કરવા માટે તૈયાર છો. પરંતુ ભૂતકાળના અનુભવોથી શીખો. જેથી કોઈ તમને ફરીથી પરેશાન ના કરી શકે. ધ્યાન રાખો કે કોઈ જૂનો મુદ્દો ફરીથી સામે આવી શકે છે. જેના કારણે નજીકના મિત્રો સાથે સંબંધ ખરાબ થવાની શક્યતા છે. ઘરના વડીલોનું યોગ્ય માન-સન્માન જાળવી રાખો. થોડો સમય તેમની સાથે પણ પસાર કરો. આજે તમે તમારા મિત્રો અને પ્રિયજનો માટે ખૂબ ચિંતા કરી શકો છો.

ધન રાશિફળ (Sagittarius): તમારું કાર્ય છોડીને તમે અન્ય લોકો સાથે તેમના કોઈ કાર્યમાં ભાગ લઈને તમારો કિંમતી સમય બગાડો છો. આજે તમારે તમારા વિશે વધુ વિચાર કરવો પડશે. કાર્યકારી સ્થિતિ અનુકૂળ બની રહી છે. માત્ર વર્તમાનની વાતો સાથે જોડાઈ રહેવાના કારણે તમે ભવિષ્યને લગતી વાતોને સમજી શકશો નહીં કે તેના અંગે નિર્ણય લઈ શકશો નહીં. ભૂતકાળ સાથે જોડાયેલી વાતોથી બોધપાઠ મળશે તેનો યોગ્ય ઉપયોગ કરવો.

મકર રાશિફળ (Capricorn): આજે તમને ઘણી તક મળશે, જેની સાથે તમને જીવનમાં સફળતા મળી શકે છે. રોકાણ પણ ફાયદાકારક થઈ શકે છે. અધિકારીઓ સાથે દલીલો પણ થઈ શકે છે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડા એવા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરશો કે તમને તમારા ઉપર ગર્વ અનુભવ થશે. સમાજ તથા નજીકના સંબંધીઓ વચ્ચે તમારું માન-સન્માન વધશે. કોઈ નજીકની લાભદાયક યાત્રા પણ સંપન્ન થઈ શકે છે.

કુંભ રાશિફળ (Aquarius): . તમારી આ ઊર્જાને પોઝિટિવ રૂપમાં પ્રયોગમાં લાવો, તો તમારા માટે અતિ લાભદાયક રહેશે. લાંબા સમય પછી આજે તમને કોઈ સારા સમાચાર મળશે. મહત્વપૂર્ણ કાર્ય પૂરા થતાં લાભદાયી તકો પ્રાપ્ત થશે. આ ઉપરાંત સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આજનો દિવસ તમારા માટે લાભકારક રહેશે. ઉપરાંત આજે કોઈ સાથે રોમાંચક મીટિંગ થશે. ભાગીદારીમાં લાભ થઈ શકે છે.

મીન રાશિફળ (Pisces): જો ઘર બદલવાને લગતી કોઈ યોજના બની રહી છે તો આજે તેના અંગે મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે. આજે તમે અનેક પ્રકારની મૂંઝવણોમાં રહેશો. એકતરફ તમારા પ્રેમી અથવા પ્રિય વ્યક્તિ માટે કોઈપણ વસ્તુ અથવા ભેટ ખરીદવાની ઉતાવળ થશે. બીજી તરફ તમારા કાર્યસ્થળમાં પણ કામનું દબાણ વધારે રહેશે. યોગ્ય સમયે જ તમારું વાહન વગેરે પણ તમને સાથ નહીં આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.