હેલ્ધી રહેવું એટલુ પણ કંટાળજનક નથી જેવું તમે ધારીને બેઠા છો, તો શું સ્વસ્થ લોકો હંમેશા સ્વાદ વગરનું ફિકું જ જમે છે ? ના તેઓ માત્ર સ્માર્ટ ફુડ લેતા હોય છે. ફક્ત થોડુ નિયંત્રિત ભોજન લઇ તેઓ પણ સ્વાદિષ્ટ જમતા હોય છે આજે અમે એવા નાસ્તાઓ લાવી રહ્યા છીએ જે ટેસ્ટીની સાથો સાથ હેલ્ધી પણ છે. તમે પણ તેને ખાઇને હિટ એન્ડ ફીટ રહી શકો છો, તો તમે પણ ટ્રાય કરો આ ટેસ્ટી બ્રેકફાસ્ટને….

– વેજીટેબલ દાળીયા

દાળીયા ગુજરાતીઓનું એવરગ્રીન છે પરંતુ તેમાં તમે ટમેટા, ડુંગળી, કોથમરી, દાળીયાનાં બાઉલમાં મિક્સ કરી તેમાં થોડું લીંબુ, મીઠુ અને સ્વાદાનુસાર લાલ મરચુ ઉમેરી હેલ્ધી એન્ડ ટેસ્ટી ડિશ બનાવી શકો છો. જેથી તમારો વજન પણ ઘટશે અને ટેસ્ટ પણ મળશે.

– ઉપમા

રવાથી બનેલો ઉપમો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ફુડ છે તમે દિવસમાં એક વખત ઉપમાં ખાવ તો દિવસભર ભરપુર એનર્જી રહે છે.

– થેપલા

ગુજરાતીઓનું મોસ્ટ ફેવરેટ થેપલા નાસ્તા માટે યોગ્ય વિકલ્પ છે ઘઉના લોટ, મેથી અને હળદરથી બનેલા ફરસા થેપલા એક હેલ્થ કોન્શિયસ ઓપ્શન છે.

– ફળગાવેલું કઠોળ

ફળગાવેલું કઠોળનું સલાડ પ્રોટીન અને વિટામિનથી ભરપુર હોય છે જે તમારી રોજીંદા જીંદગીને બુસ્ટઅપ પમ્પ આપે છે. તો આ ઉ૫રાંત આ એક હેલ્થ ફ્રેન્ડલી આહાર પણ છે.

– બટેકા-પવા

પવા મહરાષ્ટ્રમાં ખૂબ જ પ્રખ્યાત છે તેમાં રહેલા રીચ ફાઇબર ખૂબ જ ગુણકારી છે. તેમાં મગફળીના દાળા ઉમેરવાથી તેને તમે પરફેક્ટ ક્રન્ચી ટેસ્ટ આપી શકો છો.

– પાલક પુરી

જો તમને કોઇ કહે કે ફિટ રહેવા માટે પુરી ખાવી જોઇએ નહીં તો તમને જણાવી દઇએ કે હેલ્ધી રહેવા માટે તમે સાદી પુરીના બદલે પાલક પુરી બનાવશો તો તમને ભાવશે પણ અને સ્વસ્થ માટે પણ યોગ્ય છે.

– ઈડલી સંભાર

ઇડલી જો કે ચોખાની બનેલી હોય છે. પરંતુ તેમા એટલા પણ ફેટ હોતો નથી વિટામિનથી ભરપુર ઇડલી યોગ્ય વિકલ્પ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.