Abtak Media Google News
  • કોરોનાની રસી લીધા પછી લોહી ગંઠાય જવાની સમસ્યાનું પ્રમાણ ઇંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા અને ભારતમાં અલગ અલગ ગુણોત્તર દર્શાવે છે કોરોના રસીની આડઅસરનું જોખમ નહીવત હોય ચિંતા કરવાની જરૂર નથી

દુનિયાભરમાં કોરોનાની આફત ના હાહાકાર મા મોટાભાગની દુનિયાએ મૃત્યુને ખૂબ જ નજીકથી જવાનો ક્યારેય ન ભુલાય તેવો અનુભવ કર્યો છે ત્યારે કોરોનાની રસી લીધા પછી સલામતી ના દાવા વચ્ચે કોરોનાના રસીના સાઇડ ઇફેક્ટ ની ચિંતા એ દુનિયાને હલબ લાવી મૂકી છે ત્યારે ખરેખર કોરોનાની રસીથી સાઇડ ઇફેક્ટ થાય છે કે કેમ તેની ચર્ચા વચ્ચે હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે કોરોનાની રસી ની સાઇડ ઇફેક્ટથી થતા મૂર્તયું થી ગભરાવવાની જરૂર નથી. કોરોના ની રસી થ લોહી ગઠ્ઠાઈ જવાની સમસ્યા ટીટીએસ નું પ્રમાણ ખૂબ ઓછું હોય છે પાંચ દસ લાખ રસી લેનારાઓ માંથી બે પાંચ વ્યક્તિઓને લોહી ગઠાઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે વળી આ પ્રમાણ અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને ભારતમાં અલગ અલગ હોવાનું પણ સામે આવ્યું છે ઇંગ્લેન્ડ મા એક કેસની સુનાવણી દરમિયાનફાર્મા જાયન્ટ કંપની એસ્ટ્રા જેને કા એ કોર્ટને જણાવ્યું હતું કે કંપનીની કોબીડ રસી ભારતમાં તરીકે ઓળખાય છે ત્રોમ્બો સીટો પેનિયા સિન્ડ્રોમ ટીટીએસ સાથે ક્રોંબોસીસ તરીકે ઓળખાતા લોહીના ગંઠાઈ જવાના વિકારનું કારણ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે રસીની આડઅસર અને તેની સામે સુરક્ષા માટે ની વ્યવસ્થા માટે એમ્સ નવી દિલ્હી માં ન્યુરોલોજીના અમેરિકસ પ્રોફેસર ડોક્ટર કામેશ્વર પ્રસાદ સાથે સંવાદ કર્યો હતો ટીટીએસ ની આ સમસ્યા ની ચર્ચા કરવામાં આવી હતી

Advertisement

કોરોના પછીની લોહી ગંઠાઈ જવાની સમસ્યા વ્યાપક નથી પરંતુ કોરોના પછી ટીટીએસ ની આ સમસ્યા ક્યારેક ક્યારેક સામે આવે છે ટીટીએસ એટલે લોહી ગંઠાઈ જવાની ઘટનાથી મગજને લોહી પહોંચાડતી ધમનીમાં પ્રેસર ઊભું થાય છે અને તેનાથી દર્દીની મૃત્યુ સુધીની જોખમી પરિસ્થિતિ ઉભી થાય છે

આંતરડામાંથી લોહીનો પુરવઠો શરીરના વિવિધ અવયવો સુધી પહોંચાડતી સૌથી મોટી ધમની માં લોહી ગઠ્ઠાઈ જવાની સમસ્યા ઊભી થાય છે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે લોહી ગંઠાઈ જવાની આ ટીટીએસની ઘટના અમેરિકામાં કોરોના પછી ઉપયોગમાં લેવાયેલી જનશન નામની રસી લીધા પછી ક્યારેક ક્યારેક સામે આવે છે કોરોના ન રસી ના કારણે ટીટીએસ ની આ પરિસ્થિતિ વ્યાપક નથી ક્યારેક ક્યારેક જુજ કિસ્સામાં આ સમસ્યા ઊભી થાય છે

કોરોનાની રસી દીધા બાદ લોહી ગંઠાઈ જવાની સમસ્યા..

કોરોનાની રસી દીધા બાદ લોહી ગઠાઈ જવાની શક્યતા ના કિસ્સાઓ ખૂબ જૂજ હોય છે ઈશ્વર આરોગ્ય સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં પણ આ સમસ્યા નો દર 7 સાત લાખ રસી લેનારાઓ માંથી માત્ર એક વ્યક્તિમાં જોવા મળે છે, ટીટીએસની આ સમસ્યા નો ગુણોત્તર ખૂબ જ નીચો હોય છે, નોર્વેમાં 26,500 દર્દીઓ માંથી એકમાં જોવા મળે છે, અમેરિકામાં બે લાખ દર્દીઓ પૈકી એકને આ સમસ્યા નો સામનો કરવો પડે છે ઇંગ્લેન્ડમાં 10 લાખ વ્યક્તિઓને બીજા ડોઝ અપાયાપછી બે થી ત્રણ વ્યક્તિઓમાં આ સમસ્યા જોવા મળી હતી

રસી પછીની આડઅસરમાં દર્દી ની ઉંમર નું કેટલું મહત્વ

કોરોનાની રસી લીધા પછી ટીટીએસ એટલે કે લોહી ગંઠાવાની ઘટના માં 50 વર્ષથી નીચેની વયના દર્દીઓમાં જોખમનું પ્રમાણ નો અભ્યાસ કરવામાં આવતા 55 લાખ રસી લેનારાઓ માંથી બે થી ત્રણ ટકા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

ઇંગ્લેન્ડમાં આ ટકાવારી માં ગુણોત્તર વધુ જોવા મળ્યું છે સાથે સાથે હૃદય રોગ ,કિડની અને મગજના વિકારની સમસ્યા પણ જોવા મળી હતી જોકે આ તમામ મુશ્કેલીઓમાં ટીટીએસ નું પ્રમાણ ખૂબ જ નહીવત હોય છે

ભારતમાં કોરોનાની રસીના આડ અસરના દાવાઓની પરિસ્થિતિ

વિશ્વભરમાં કોરોનાની રસી લીધા બાદ રક્ત ગંઠાઈ જવાની સમસ્યાની ફરિયાદમાં ઇંગ્લેન્ડમાં થયેલ ફરિયાદ અને ભારતમાં સમસ્યા વિપરિત રહી છે .

એક વખત રસી લીધા પછી તેની અસર ક્યાં સુધી રહે? અને તેની નકારાત્મક અસરો વિશે અને રસી ખરેખર સલામત છે કે કેમ? તે અંગેની ચર્ચામાં લોહી ગર્ઠાઈ જવાની સમસ્યા ટીટીએસ ની સમસ્યા રસી લીધા બાદ ત્રણ થી 30 દિવસ સુધી પ્રથમ ડોજ બાદ ટીટીએસ નીશક્યતા રહે છે 30 દિવસમાં ટીટીએસની સમસ્યાના ખૂબ ઓછા કિસ્સા જોવા મળે છે ઘણા કિસ્સામાં એક મહિના પછી લોહી ગઠ્ઠાઈ જવાની ઘટના ના કિસ્સા ખૂબ ઓછા જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો કોરોના પછી રસી લીધા પછી લોહી જવાની ઘટના ના જૂજ કિસ્સા જોવા મળે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી લોકોએ કોરોના ન રસી લીધા પછી

આરોગ્ય અને ખાસ કરીને જોખમી પરિસ્થિતિની ચિંતા કરવાની જરૂર નથી કોરોનાની રસી લીધા પછી મૃત્યુ  નું જોખમ હરગીજ રસ્તા પર અકસ્માત પરના મૂર્તયું થી જરા પણ વધારે નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.