Abtak Media Google News
  • જાફરાબાદમાં લોકસભાની ચૂંટણીનું મતદાન મથકમાં મહિલાનું મોત નીપજયું. સાગર પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતા. 

Amreli News : ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 મે દિવસે યોજાયું, ત્યારે મિશ્ર પ્રતિસાદ સાથે મતદારોએ મતદાન કર્યું. અમરેલી જીલ્લામાં પણ લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું. ત્યારે અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી દરમિયાન એક અઘટિત ઘટના ઘટી હતી. જ્યાં એક મતદાન મથકમાં ફરજ પર રહેલા એક મહિલા શિક્ષિકાનું મૃત્યુ થયું.

Advertisement

જાફરાબાદમાં લોકસભાની ચૂંટણીનું મતદાન મથકમાં મહિલાનું મોત નીપજયું. સાગર પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતા. ચૂંટણી ફરજ દરમ્યાન કૌશિકબેન બાબરીયા નામની મહિલા કર્મચારી અચાનક પડી ગયા ત્યાર બાદ મહિલાને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબ દ્વારા મૃત જાહેર કરતા કર્મચારીઓમાં શોકમગ્ન થયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.