Abtak Media Google News

રઘવાયા પાકિસ્તાનની ‘ના-પાક’ હરકતનો આકરો જવાબ આપવા સેનાએ સરહદ પર ગોઠવેલા સજજડ બંદોબસ્તના કારણે ઘૂસણખોરી કરવા આવેલા બે આતંકવાદીઓ ઝડપાયા

ભારતને આઝાદીકાળથી આતંકવાદ સહિતની સમસ્યાથી પીડતી જમ્મુ કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને તાજેતરમાં મોદી સરકારે કુનેહપૂર્વક હટાવી હતી. આ ક્લમ હટાવવાથી કાશ્મીરમાં રહેલા દેશવિરોધી ‘હરામી’ તત્વો અને આતંકવાદનું આકા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાવવાની સંભાવના હોય મોદી સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે મોટી સંખ્યામાં સુરક્ષાજવાનોને કાશ્મીરમાં તૈનાત કરી દીધા હતા સેનાએ કાશ્મીરના મહત્વપૂર્ણ સ્થાનો પર સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત બોર્ડરને સીલ કરીને પાકિસ્તાનમાંથી આતંકવાદી તત્વો ઘૂસણખોરી ન કરે તેવો સજજડ પહેરો ગોઠવ્યો હતો. આ સજજડ બંદોબસ્તના કારણે કલમ ૩૭૦ બાદ કાશ્મીરમાં રહેલી શાંતિમાં પલીતો ચાંપવાના પાકિસ્તાનના ‘નાપાક’ ઈરાદાઓને નિષ્ફળતા મળી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો બેનકામ કરતા સરહદ પારથી ઘૂસણખોરી કરીને આવેલા બે આતંકવાદીઓને જીવતા ઝડપી લીધા હતા. બુધવારે ચિનાર કોર્પ્સના કમાન્ડર લે. જનરલ કેજેએસ ધિલ્લોને જણાવ્યું હતુ કે, ભારતીય સેનાએ ૨૧મી ઓગષ્ટના રોજ આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા સાથે સંકળાયેલા બે પાકિસ્તાની નાગરીકોની ધરપકડ કરી છે. શ્રીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા ધિલ્લોને જણાવ્યું હતુ કે અમે કાશ્મીર ખીણમાં પાંચમી ઓગષ્ટ પછી શાંતી અને ભાઈચારો ડહોળવા અને સરહદપારથી આતંકવાદીઓ મોકલવાનાં પાકિસ્તાનના પ્રયાસોનો પર્દાફાશ કરી રહ્યા છીએ. પાકિસ્તાન અત્યારે બની શકે તેટલા આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં ઘુસાડવા ધમપછાડા કરી રહ્યો છે.

એલઓસી પારના તમામ લોન્ચપેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ એકઠા કરાયા છે. દરરોજ આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં ઘુસાડવાનાં પ્રયાસ થઈ રહ્યા છે. અગાઉ ૨૧મી ઓગષ્ટે બે આતંકવાદીઓ જીવતા ઝડપાયા હતા

આ પત્રકાર પરિષદમાં સેનાએ આતંકવાદીઓના ખલીલ એહમદ અને મોઝમ ખોખરને બારામૂલા જિલ્લાનાં બોનિયાર સેકટરમાં એલઓસી નજીકથી જીવતા ઝડપી લેવાયા હતા. તેમણે કબૂલાત કરી હતી કે, પાકિસ્તાની સેનાએ તેમને લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓનાં એક મોટા જૂથની ઘૂસણખોરી અને આતંકવાદી હુમલાઓ માટે રેકી કરવા મોકલ્યાહ તા. તેના વીડીયો જાહેર કરાયા હતા.

મુંહ મે રામ બગલમેં છૂરી!!!

કરતારપુર સાહેબના દર્શનના નામે રોજનારૂા. ૧૬ કરોડ ઉસેડવાનો ‘ના-પાક’ ઇરાદો!

ભારત વિરોધી માનસિકતામાંથી પેદા થયેલો દેશ પાકિસ્તાન હંમેશા ભારત વિરોધી ઝેર ઓકતું રહે છે. આવા ના પાક.  પાકિસ્તાને થોડા સમય પહેલા તેમના દેશમાં આવેલા શીખોના પવિત્ર યાત્રાધામ કરતારપુર સાહેબ ગુરુદ્વારને ભારતના શીખ યાત્રાળુઓ માટે ખોલવવાની જાહેરાત કરી કોટીડોર બનાવવા તૈયારી દર્શાવી હતી. ખુશ થઇ ગયેલા સમયના પંજાબના મંત્રી સિઘ્ધુ પાી પાકિસ્તાન જઇને ઇમરાનખાનને ભેટી આવ્યા હતા.પરંતુ આ કોટીડોર માટે ચાલતી મંત્રણા દરમ્યાન પાકિસ્તાને પોતાનું અસલી સ્વરુપ બતાાવતા ‘સરદાર’સિઘ્ધુ પાજી મુરખ બની ગયા જેવો ધાર ધડાવવા પામ્યો છે.

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૨૫-એ ને હટાવીને જમ્મુ-કાશ્મીરના સ્વાયત્ત દરજજાની સમાપ્તીના ભારતના નિર્ણય પછી ધુંધવાયેલા પાકિસ્તાનની અવળચંડાઇના પગલે બન્ને દેશોના સંબંધોમાં ભારે મુદ્દે ભારત-પાકની વાટાધાટ પાકિસ્તાનની અવળચંડાઇના કારણે અત્યારે પડી ભાંગી છે. નફફટ પાકિસ્તાને કરતારપુરના દર્શને આવનારા (શીખ) શ્રઘ્ધાળુઓ પાસેથી પ્રત્યેકને દર્શન માટે ૨૦ ડોલર નીફીની માંગણી મુકતા હાલ આ વાતચીત સંપૂર્ણપણે ઘોંચમાં પડી ગઇ છે. આ ફી દ્વારા પાકને દરરોજ ૧૬ કરોડની ઉસડવાનો ના પાક ઇરાદો હતો. બુધવારે કરતારપુર સાહેબે કોરીડોર મુદ્દે સમજુતી માટે ભારત-પાક. વચ્ચે ત્રીજી અને અંતિમ તબકકાની વાતચીતમાં યોજાયેલી હતી. આ સંવેદનશીલ વાતચીત મુદ્દે દ્વીપક્ષીય બેઠકમાં પાકિસ્તાન સત્તાવાળાઓએ પત્રના માઘ્યમથી કરતારપુર સાહેબ કોરીડોરના દરેક દર્શાનાર્થી શ્રઘ્ધાળુઓ પાસેથી સેવાકરના રુપમાં ર૦ ડોલરની માંગણી કરી છે

અન્ય એક પેચીદો અને સંવેદનમુદ્દે પાકિસ્તાને અસહમતિ દર્શાવી હતી. જેમાં શીખ શ્રઘ્ધાળુઓની સહાય દેખભાળ અને સંકલન માટે કરતારપુર કોરીડોરમાં કાયમી ધોરણે ભારતીય પ્રતિનિધિની માંગણીનો પણ પાકિસ્તાનને અસ્વીકાર કર્યો છે. જો કે બન્ને દેશો વચ્ચે કરતારપુર સાહેબ કોરીડોર માં વિઝામુકત પ્રવેશ માટે ભારતીય નાગરીકોને પ્રવેશ આપવા માટે સહમત થયા હતા. કોઇપણ પ્રકારના પ્રતિબંધ વગર અને વિઝા વગર ભારતીય શ્રઘ્ધાળુઓ ગુરુદ્વારામાં આવી શકે છે. કરતારપુર સાહેબ ગુરુદ્વારના દર્શન પાસેથી ફી વસુલ કરી દરરોજના ૧૬ કરોડની કમાપી કરવા મધલાળ ટપકાવે છે.

બન્ને દેશોએ દરરોજના પાંચ હજાર શ્રઘ્ધાળુઓની સંખ્યા પર સહમતિ દર્શાવી હતી. જો કે પાકિસ્તાને માળખાકીય સુવિધાઓની મર્યાદાને લઇને ધાર્મિક તહેવારો અને ખાસ પ્રસંગે ૧૦ હજાર યાત્રાળુઓની મુલાકાત માટે અસહમતિ દર્શાવી હતી. પંજાબ જાહેરસેવા વિભાગના સચિવ હુસેનલાલ કે જેઓ ભારતના પ્રતિનિધિનો એક કિસ્સો છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનનીરાજદ્વારી  ટીમે કરતારપુર કોરીડોરના વિકાસ અને આંતર માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કરેલા જંગી રોકાણ માટે કરતાર પુર સાહેબ કોરીડોરના દર્શને આવનાર દરેક શ્રઘ્ધાળુ પાસેથી ૨૦ અમેરિકન ડોલરની ફી વસુલાવનો પ્રસ્તાવ કર્યો હતો જેનો ભારતે સ્પષ્ટ ઇન્કાર કરી ઉગ્ર વિરોધ કર્યો છે.

પાકિસ્તાન સમક્ષ પ્રતિનિધિઓએ કરતારપુર  સાહેબ માટે કોઇ વિમા અને કોઇપણ પ્રકારની ફી વગર દર્શનની ભારતના પ્રતિનિધિઓએ માંગણી મૂકી હતી. સચિવ હુસૈનલાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારતચની આ વ્યાજબી માંગણીઓનો જલ્દીથી સ્વીકાર કરીને જલ્દીથી આ મુદ્દાનો ઉકેલ લાવશે.  તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં કયાંક દેવદર્શન માટે નાણા વસુલવામાં આવતા નથી. શીખના ધર્મસ્થળોમાં આવી ફ્રી નથી ત્યારે કરતારપુર સાહેબના પ્રત્યેક શ્રઘ્ધાળુ પાસેથી ર૦ ડોલરની ઉઘરાણી હરગીઝ સ્વીકાય ન કરી શકાય. જો ભારત ર૦ ડોલરની એન્ટ્રી ફીનો સ્વીકાર કરી લેતો દરરોજના પાંચ હજાર યાત્રાળુઓ પાસેથી ૧ લાખ ડોલરની આવક થાય જે પાકિસ્તાનના મુલ્યના રૂપિયાના રુપમાં ૧૬ કરોડ  રૂપિયા થાય.

કોઇ દેશમાં ધર્મસ્થાનના દર્શાનાર્થીઓ પાસેથી આટલી મોટી રકમની ફરજીયાત રાજસ્તર ફ્રી ઉદધરાવવામાં આવતી નથી. ભુખ ભરડો લઇ ચુકેલા પાકિસ્તાનના અથંતત્ર પાસેથે અત્યારે દેશનો વહીવટ ચલાવવા માટે હાથ ઉપર ફુટી કોડી પણ નથી બચી અને વિશ્ર્વ બેંકની સહાય પર દિવસો ગુજારી રહેલા પાકિસ્તાનને કરતાર પર દિવસો ગુજારી રહેલા પાકિસ્તાન કરતાર પુર સાહબે કોરીડોર અને કરતારપુર ગુરુદ્વારા સાથે ભારત સહીત વિશ્ર્વના દેશોની ધાર્મિક લાગણીના જોડાણની રોકડી કરી લેવાની મુરાદ ઉભી થઇ છે. જો પાકિસ્તાનની આ અયોગ્ય અને કયારેય ન સ્વીકાય બનીશકે તેવી માંગણીનો સ્વીકાર કરી લેવામાં આવે તો દરરોજના પાંચ હજાર શ્રઘ્ધાળુઓની ર૦ ડોલર ની એન્ટ્રી ફીથી ૧ લાખ અમેરિકન ડોલર એટલે કે ૧૬ કરોડ રૂપિયાની રોજની આવક અને ૪૮૦કરોડ રૂપિયાની માસીક આવક અને વાર્ષિક ૫,૭૬૦ કરોડ રૂપિયાની આવક કરવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.