Abtak Media Google News

દિવાલ ઘસી પડવામા બાળક સહિત 12ના મોત નિપજયા હતા

હળવદ ખાતે આવેલ સાગર કેમ એન્ડ કુડ નામના મીઠાના કારખાનાની દીવાલ ધસી પડતા 12 શ્રમિકોના મૃત્યુ નીપજેલ તેમજ 2 શ્રમિકો ઈજાગ્રસ્ત થયેલ હોય.

જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુન્હામાં સંડોવાયેલ કારખાનાના માલિકો, સંચાલકો, તથા સુપરવાઈઝરો એમ મળી 6 આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી મોરબી જિલ્લા પોલીસ  આ કામે પ્રથમ હળવદ પો.સ્ટે. સી.આર.પી.સી.કલમ 174 મુજબ નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ.

આ કામે બનાવવાળી જગ્યાએ એફ.એસ.એલ., રેવન્યુ ડીપાર્ટમેન્ટ ફેકટરી ઇન્સ્પેકટરની વીઝીટ કરાવી જીણવટ ભરી રીતે તપાસ કરાવતા જે દીવાલ એકાએક ધરાસાઇ થયેલ તે દીવાલ પાયાવીહોણી તેમજ કોઇ પણ જાતના બીમ કોલમ કે આધાર વગરની સિમેન્ટના બેલાની ફેકટરીના સેડના ભોયતળીયા પર સીધી જ ચણેલ હોય જે બાબતે કારખાના માલીક, સંચાલકો તથા સુપરવાઇઝરો વિગેરે સારી રીતે જાણતા હતા કે દીવાલ ખુબજ નબળી પાયા વિહોણી બનાવેલ છે.

તેમ છતા તે દીવાલની લગોલગ દીવાલની ઉચાઇ કરતા પણ વધુ ઉચાઇ સુધી મીઠુ ભરેલ બોરીયોની ઉપરા છાપરી થપ્પીઓ મારેલ હોય જે જગ્યાએ વધુ જથ્થો સ્ટોરેજ કરવાનુ કામ ચાલુ રાખતા દીવાલ ઉપર મીઠાની બોરીઓ ઘસી આવતા દીવાલ ધરાસાઇ થયેલ જેના કારણે 9 શ્રમિકો ર બાળ શ્રમિકો તથા 1 નાના બાળકે જીવ ગુમાવેલ તેમજ એક બાળ શ્રમિકાને સામાન્ય ઇજા તથા એક શ્રમિકને ગંભીર ઇજા થયેલ હોય જે બાબતે કારખાના માલીક, સંચાલકો તથા જવાબદારો વિરુધ્ધ હળવદ પો.સ્ટે.  કલમ 304,308,114 તથા બાળ મજુર પ્રતિબંધ અને નિયમ અધિનીયમની કલમ 3(એ) તથા 14 મુજબ 8 ઇસમો તથા તપાસમાં ખુલ્લે તેઓ વિરુધ્ધ ગુનો રજી.કરી આગળની તપાસ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે હાથ ધરેલ જેમાં મરણ જનાર શ્રમિકોના પરીવારના સભ્યોના નિવેદનો તેમજ જુદા-જુદા સરકારી વિભાગો પાસેથી સત્વરે રીપોર્ટ મંગાવી જુદી-જુદી ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક હસ્તગત કરવાની કાર્યવાહી કરતા ગુનામાં સંડોવાયેલ અફજલ ઉર્ફે જીવો અલારખાભાઈ ઘોણીયા રહે. હળવદ, વારીસભાઈ ઉર્ફે દેવો અલારખાભાઈ ઘોણીયા રહે.

હળવદ, આત્મારામ કિશનરામ ઉર્ફે કિશનારામ ચૌધરી ખોખર રહે.હળવદ, સંજયભાઈ ચુનીલાલ આશરા રહે. ખત્રીવાડ હળવદ, મનુભાઈ ઉર્ફે  મનોજભાઈ રેવાભાઈ છનુરા રહે. હળવદ, આશીકભાઈ નુરમહમદ ઉર્ફે નુરાભાઈ સોઢા રહે.હળવદ છ આરોપીઓને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.