રાજકોટમાં યુવતીને મરવા મજબૂર કરનાર શખ્સની ધરપકડ

પાડોશી ત્રાસ આપતો હોવાથી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો’તો

રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ નાણાવટી ચોક નજીક હરસિધ્ધિ ધામ સોસાયટીમાં રહેતી યુવતીને મરવા મજબૂર કરનાર પાડોશી શખ્સની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ હરસિધ્ધિ ધામમાં સોસાયટીમાં રહેતી દિપાલીબેન પરમારને તેની પાડોશમાં રહેતાં સુનિલ રસિકભાઇ કડિયા (ઉ.વ.28) નામનો પાડોશી શખ્સ માનસીક ત્રાસ આપતો હોવાથી તેણીએ સાત દિવસ પહેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ હતું.

જેમાં પરિવારને આપઘાતના બે દિવસ બાદ સ્યુસાઇટ નોટ મળી આવી હતી. જેમાં સુનિલ તેને ગાળુ ભાંડી માર મારતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

જેથી પોલીસે સુનીલ વિરૂધ્ધ મરવા મજબૂરનો ગુનો નોંધી તેની ગઇકાલે ધરપકડ કરી છે.