Abtak Media Google News
  • 49 શહેરોમાં 54 અમાન્ય સ્કુલમાં 8,500થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યા વિના બોર્ડ ઓફ હાયર સેક્ધડરી એજયુકેશન  દિલ્હીની બોગસ સર્ટીફીકેટ મેળવ્યા
  • વિદ્યાર્થી પાસેથી  રૂ.16  હજાર વસુલ કરાતા 2500થી વધુ  યુવાનોએ બોગસ ડીગ્રીના આધારે નોકરી મેળવી લીધી

રાજકોટ શહેરના નાના મવા રોડ પર માધવ કોમ્પ્લેક્ષમાં બોર્ડ ઓફ હાયર સેક્ધડરી એજ્યુકેશન દિલ્હીના નામે કોઈ પણ જાતના શિક્ષણ કે સરકારની માન્યતા વગર બોગસ શિક્ષણ સંસ્થાનો રાજકોટ ક્રાઈમ બ્રાંન્ચે 10 દિવસ પૂર્વે પર્દાફાશ કર્યો હતો જેની તપાસમાં આંતરરાષ્ટ્રીય કૌભાંડ ખુલ્યું છે જેમાં 14 રાજ્યોના 49 શહેરોમાં 54 સ્કુલોમાં 8500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અભ્યાસ કર્યો હતો જેમાં વિદ્યાર્થી દીઠ 16 હજાર ફી વસુલતા અને સરકારી અને ખાનગી સંસ્થામાં 2500 થી વધુ યુવાનોએ નોકરી મેળવી લીધાનુ તપાસમાં ખુલ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 5 શખ્સોની ધરપકડ કરી છે જ્યારે એક શખ્સનુ અવસાન થયુ છે. તેમજ બજરંગવાડીમાં રહેતા એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ઝડપાયેલા શખ્સોની રીમાન્ડ મેળવી કૌભાંડના મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.

વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં શિક્ષણ મેળવ્યા વગર યુવાનોને બોગસ સર્ટીફીકેટ ધાબડી વિદ્યાર્થીઓને છેતરતી સંસ્થાઓ સક્રિય હોવાની ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદને ઘ્યાને આવતા આવા શિક્ષણના હાટડાઓને કડક હાથે ડામી દેવા આપેલી સુચનાને પગલે ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વાય.બી.જાડેજા અને જે.વી.ધોળા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

શહેરના નાના મવા રોડ પીજીવીસીએલ પાસે માધવ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે કોઈ પણ જાતની માન્યતા વગર જેન્તીલાલ લાલજી સુદાણી નામનો શખ્સ વિદ્યાર્થીઓને અલગ-અલગ ફેકલ્ટી અભ્યાસ કરાવ્યા વગર બનાવટી સર્ટીફીકેટ આપવામાં આવતુ હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. એ.બી.વોરા સહિતની ટીમે દરોડો પાડી જયંતિ સુદાણીની અટકાયત કરી હતી. જયંતિ સુદાણીની રીમાન્ડ દરમ્યાન એક પછી એક સ્ફોટક વિગતો બહાર આવી હતી જેમા તેની સાથે દિલ્હીના તનુજાસિંઘ મનોજકુમાર સિંઘ, જામનગરનો જીતેન્દ્ર અમૃતલાલ પીઠડીયા, રાજકોટનો પારસ અશોક લાખાણીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અશોક પ્રભુદાસ લાખાણીનુ અવસાન થયેલ છે. જ્યારે નાસતો ફરતો રાજકોટનો પરેશ પ્રાણશંકર વ્યાસની શોધખોળ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોર્ડ ઓફ હાયર સેક્ધડરી એજ્યુકેશન દિલ્હીના રજીસ્ટર્ડ ટ્રસ્ટ વર્ષ 2011 માં ટ્રસ્ટની નોંધણી કરવામાં આવી હતી પ્રથમ સેટલર તરીકે દિલ્હીના રવિશંકર રામદીન ઓઝા, પ્રમુખ તરીકે શિવપ્રસાદ પાંડે અને સેક્રેટરી તરીકે યોગેશ શર્મા હતા, પરંતુ તેની પાસેથી કોઈ પણ જાતના સરકારી કે શિક્ષણ વિભાગની માન્યતા મેળવ્યા વગર સ્કુલ ખોલી હતી. દિલ્હી ખાતે રજીસ્ટર્ડ ટ્રસ્ટમાં તપાસ કરતા ઉપરોકત દિલ્હીના ટ્રસ્ટ સામે વર્ષ 2017-18 માં ગુનો દાખલ થયો હતો અને સરકાર દ્વારા બોર્ડની માન્યતા નકલી હોવાનુ જાહેર કર્યુ હતુ. તેમ છતા આરોપી જાણતા હોવા છતા દેશના 14 રાજ્યોમાં 49 શહેરોમાં 54 સ્કુલો ખોલવામાં આવી હતી. જે સ્કુલોમાં આજ સુધીમાં 8500 વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યો અને દરેક વિદ્યાર્થીઓ પાસેથી 16 હજારની ફી પડાવતા હોવાનુ ખુલ્યુ છે. વિદ્યાર્થીઓએ સરકારી કે ખાનગી સંસ્થામાં નોકરી મળ્યા બાદ સર્ટીફીકેટ અને માર્કશીટની વેરીફીકેશન માટે દિલ્હી ખાતેની ઓફીસ સંભાળતા તનુજાસિંઘ રાજકોટ ખાતે અશોક લાખાણીની મારૂતી સ્કુલ અને હાલ ધારીની કેતન જોષીની સ્કુલને કુરીયર મારફતે મોકલી આપતા હતા અને સર્ટીફીકેટના 2 હજાર રૂપિયા ફી લેતા હતા  આ અંગે જે તે રાજ્યના શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

વર્ષ 2016 માં ટ્રસ્ટમાંથી રવિપ્રસાદ શર્મા રીમૂવ થતા અને જયંતિ સુદાણી અને જીતેન્દ્ર પીઠડીયા જોડાયા હતા બાદ શિવપ્રસાદ પાંડે રીમૂવ થતા તેમના સ્થાને ટ્રસ્ટી તરીકે પરેશ પ્રાણશંકર વ્યાસ, અશોક પ્રભુદાસ લાખાણી મળી ચાર ટ્રસ્ટીઓ અલગ અલગ હોદા પર કાર્યરત હતા બોર્ડ ઓફ હાયર સેક્ધડરી એજ્યુકેશન દિલ્હીની સંસ્થાના બોગસ માર્કશીટ મેળવી સરકારી અને ખાનગી કંપનીમાં 250 થી વધુ યુવાનોને નોકરી મેળવી લીધાનુ ખુલ્યુ છે. પોલીસે ઝડપાયેલ તમામ સામે આઈ.ટી.એકટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ ધારી ખાતેની સ્કુલમાંથી અને દિલ્હી ખાતેની ઓફીસમાંથી અલગ અલગ ડોક્યુમેન્ટો મળી 25 ફાયલ, પ્રીન્ટર, સીપીયુ અને 12 રજીસ્ટરો કબ્જે કરવામાં આવ્યા છે. આ કામગીરી કરનાર ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વાય.બી.જાડેજા, જે.વી.ધોળા, પી.એસ.આઈ. એ.બી.વોરા, કે.ડી.પટેલ, ડી.વી.બોરીસાગર, આર.જે.કામળીયા, એ.એસ.આઈ. પ્રતાપસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ.વિજયભાઈ મહેતા, કુલદીપસિંહ જાડેજા અને શૈલેષભાઈ નેચડા દ્વારા કામગીરી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.