રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ ધરપકડ

Indian Flag
Indian Flag

હૈદરાબાદની અંદરની ઘટના. ત્રણ વિધાર્થીએ મળીને સિનેમા થીયટરની અંદર રાષ્ટ્રગીતનું અપમાન કર્યું. જ્યારે સિનેમાહોલની અંદર રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે ત્રણેય દેશનાં સન્માન માટે ઊભાં ન થયાં.

હૈદરાબાદમાં રાજેન્દ્રનગર પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. ત્રણેય પર એકસાથે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલિસ સબ-ઇન્સ્પેક્ટર રિપોર્ટમાં જણાવ્યું કે, બધાં જ્યારે ઊભાં થયાં ત્યારે આ ત્રણેય આરોપી બેઠાં હતાં અને બીજાં લોકો પર હસતાં હતાં. આરોપીઑ જમ્મુ-કાશ્મીરનાં રહેવાશી છે.  પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર 1971 ઍક્ટના સેક્શન 2 હેઠળ કેસનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પોલિસે ચાલું રાખી છે. બારામુલા સ્થળનાં રહેવાશી હતાં.