Abtak Media Google News

વહેલી સવારે ૮ કલાકે આજી ડેમમાં નર્મદાનું પાણી આવી પહોંચ્યું: મેયર સહિતના પદાધિકારીઓએ કર્યા નવા નીરના વધામણા

રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની કોઈ હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત આજીમાં નર્મદાના નીર ઠાલવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત ૧૫મી માર્ચથી મચ્છુ-૧ ડેમ પાઈપ લાઈન મારફત આજી ડેમ તરફ નર્મદાનું પાણી રવાના કરવામાં આવ્યું હતું. ત્રંબાથી નદીના વહેણ મારફત આજે સવારે ૮ કલાકે આજીમાં નર્મદા મૈયાનું અવતરણ થયું હતું. આગામી એક પખવાડિયા સુધી ડેમમાં ૬૦૦ એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે. સવારે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

3. Wednesday 1 E1584527675367

આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, હાલ આજી-૧ ડેમમાં ૨૮૭ એમસીએફટી પાણીનો જથ્થો છે. શહેરીજનોને નિયમીત ૨૦ મીનીટ પાણી આપી શકાય તે માટે રાજ્ય સરકાર પાસે આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. ગત ૧૫મી માર્ચથી મચ્છુ-૨ ડેમથી પાઈપ લાઈન મારફત આજી તરફ નર્મદાનું પાણી રવાના કરવામાં આવ્યું હતું. ત્રંબા નજીક નદીના વહેણમાં આ પાણી છોડવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે આજી ડેમમાં નર્મદા મૈયાનું અવતરણ થયું હતું.

Picsart 03 18 11.48.10

મેયર ઉપરાંત ડે.મેયર અશ્ર્વીનભાઈ મોલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, વોટર વર્કસ ચેરમેન બાબુભાઈ આહિર સહિતના પદાધિકારીઓએ નવા નીરના વધામણા કર્યા હતા. હાલ ડેમ ૧૬.૯૦ ફૂટ સુધી ભરેલો છે અને ડેમમાં ૨૮૭ એમસીએફટી પાણી સંગ્રહિત છે. સિંચાઈ વિભાગ દ્વારા હાલ એક પંપ શ‚ કરવામાં આવ્યો છે. જેના દ્વારા રોજ ૫ થી ૬ એમસીએફટી પાણી ડેમમાં આવશે. આગામી દિવસોમાં વધુ પમ્પ શ‚ કરી ડેઈલી ૩૫ થી ૪૦ એમસીએફટી પાણી ઠાલવવાનું આયોજન છે. ટૂંકમાં એક પખવાડીયામાં ૬૦૦ એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે ત્યારબાદ ન્યારી-૧માં પાણી પુરવઠો શ‚ કરવામાં આવશે. ટૂંકમાં ચોમાસા સુધી રાજકોટવાસીઓને નિયમીત નળ વાંટે ૨૦ મીનીટ પાણી મળી રહેશે. આ તકે મહાપાલિકાના પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તથા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.