Abtak Media Google News

નગરનાં માર્ગો શ્રીમદનમોહન પ્રભુ ના જયઘોષથી ગુંજી ઉઠયા. ઠેર ઠેર વૈષ્ણવો દ્વારા પ્રભુનું ‘પુષ્પ માળા’ અને ફુલોની વૃષ્ટિ સાથે સ્વાગત – માર્ગો રંગીન થયાં

સપ્તમપીઠ મદનમોહનલાલ પુષ્ટિ માર્ગિય હવેલી ટ્રસ્ટ (કામવન- રાજકોટ) ને અંતર્ગત તા. ર9 જાન્યુ. થી તા. 6 ફેબ્રુ. સુધી રસરાજ રશેષ મહોત્સવનો પ્રારંભ ગત રાત્રિના સપ્તમનિધિ મદનમોહન પ્રમુના નગર આગમન અને વિરાટ સ્વાગત શોભાયાત્રા સાથે થયો હતો.

મદનમોહન પ્રભુનું તા. ર9 ની રાત્રે 8.30 વાગ્યે નડીયાદથી આગમન થતાં સેંકડો વૈષ્ણવોને સત્કારવા સીમાડે ગયા હતા. જયાંથી ભાવપૂર્વ 6/12 જયરાજ પ્લોટ ખાતે હવેલીના ટ્રસ્ટી જીજ્ઞેશભાઇ રાણપરાના નિવાસ વ્રજકમલ ખાતે પધરાવ્યા હતા.

100 બાઇક સવારોની સાફા-ઝંડાધારી યુવાઓની રેલી દ્વારા જયઘોષ સાથે પાયલોટીંગ કરાયું હતું. પ1 કળશધારી બહેનો ધોળ-કિર્તનો ગાતાં પ્રભુની આગેવાની કરી હતી.

વાજતે ગાજતે પેલેસ રોડ, ગુંદાવાડી ચોક, કેનાલ રોડ થઇ લક્ષ્મીવાડી હવેલી તરફ પ્રસ્થાન કર્યુ હતું.

આજે તા. 30 ને સોમવારની સાંજે 6.30 વાગ્યે મહોત્સવ પંડાલ ખાતે પ્રભુને વિશેષ મનોરથ સ્વરુપે સુકામેવા ના બંગલામાં સુકામેવાની સાંજી સાથેનું દિવ્ય  દર્શન આરંભ થશે. વ્રજ વૃંદાવનથી સજાવટ માટે આવેલી ર0 જેટલા કારીગરોની ટીમ સજાવટ કરશે.

તા.30 ની રાત્રિના 10 વાગ્યાથી પ્રસ્તાવ પંડાલમાં સંપ્રદાયની પરિપાટી પ્રમાણે રાત્રિકાલિન શાસ્ત્રીય કાર્યક્રમોની શરુઆત

કલકતાની તબલા પ્રિન્સેસ રિમ્પા શિવા નો સોલો તબલા વાદન કાર્યક્રમ આયોજીત થયો છે. સમારંભમાં રોજે રોજ અવનવા રાત્રિ કાલીન શાસ્ત્રીય અને મનોરંજક કાર્યક્રમો

તા. 6 ફેબ્રુઆરી સુધી ચાલનારા સમગ્ર રસરાજ રશેષ મહોત્સવમા સૌરાષ્ટ્ર ભરના વૈષ્ણવ શ્રૃષ્ટિને નિમંત્રણ કરાયું છે. બહારગામથી દર્શનાર્થે આવતા વૈષ્ણવો માટે સમિતિ દ્વારા જશુભાઇ કાથડ મંડાણ  ખત્રીવાડ, દરબાર ગઢ હવેલી પાસે બપોરે અને સાંજે બન્ને સમય પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રસ્તાવમાં સેવા ભેટ અને વિશેષ જાણકારી માટે વૈષ્ણવ અગ્રણી ચીમનભાઇ લોઢીયા, હસુભાઇ ડેલાવાળા, જીતેશભાઇ રાણપરા, ગોવિંદભાઇ દાવડા, હિતેશભાઇ રાજપરા, સુભાષભાઇ શીંગાળા, હર્ષદભાઇ ફીચડીયા, સુરેશભાઇ કોટકનો સંપર્ક કરવા જણાવ્યું છે.

Screenshot 8 25

‘તબલા પ્રિન્સેસ’ રિમ્પા શિવા

રિમ શિવાના જન્મ એક સંગીત આરાધક પરિવારમાં સંગીતમયી વાતાવરણ વચ્ચે થયો છે. તબલા શિક્ષા પિતા અને ગુરુ પંડિત સ્વપ્નકુમાર શિવા પાસેથી નાની ઉમરમાં જ આરંભ કરેલી છે. સ્વર્ગીય ઉસ્તાદ કરામત ઉલ્લાખાનના ફરુકાબાદ ઘરાનાનું પ્રતિનિધિત્વ કરેલ છે.રિમ્પા શિવા એ .એમ.એ. સુધિનો વિઘાભ્યાસ રવિન્દ્ર ભારતી યુનિવર્સિટ  કલકતા દ્વારા પ્રાપ્ત કર્યો છે.

ડીસેમ્બર-2004માં મુંબઇ ખાતે સન્મુખ સંગીત સિરોમણી એવોર્ડ તેમજ એપ્રિલ 2007માં પ્રેસીડેન્ટ એવોર્ડ ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે ઇન્ડિયન મ્યુઝીક એકેડમી દ્વારા પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં નાની ઉમરમાં વિરાટ સિઘ્ધી સમો સંગીત નાટક એકેડમી એવોર્ડ પણ તેણીએ અર્જીત કર્યો છે.જેમાં યુ.એસ.એ, યુ.કે. સાઉથ આફ્રિકા સહિત યુરોપનાં ઘણાં દેશોમાં કાર્યક્રમ થયા છે.રાજકોટના સાત વર્ષે પૂર્વે સપ્તમપીઠ પરિવારમાં ગૌ. વ્રજેશકુમારજી મહારાજના જન્મદિવસ પ્રસંગે હેમુ ગઢવી હોલ ખાતે પોતાનાી કલાનું જોહર બતાવી ચુકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.