Abtak Media Google News

ભવિષ્યમાં આ ટેકનોલોજિકલ તાકાત બનશે : રહેણીકરણી, કામ કરવા સહિતના પગલે બદલાવ આવશે.

સમય સાથે પરિવર્તન લાવવું તે દુનિયાનો ક્રમ અને નિયમ છે. જે વ્યક્તિ આ પરિસ્થિતિને અપનાવે છે તે હર હંમેશ સફળતાના શિખરો સર કરતો હોય છે. કહેવાય છે કે સમય સંજોગ બદલાવી નાખે છે જે વ્યક્તિ સમય સાથે તાલમેલ મેળવવામાં સફળ થાય તો સફળતા તેને ડગલેને પગલે મળે છે અને જો જે તે વ્યક્તિ સમય સાથે બદલાવ ન કરે તો સંજોગ પણ એ પ્રકારના જ ઉભા થાય છે. ત્યારે સમગ્ર વિશ્વમાં હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને લઈ અને ક્વીડ રીતે તર્ક વીતર્ક સર્જાઇ રહ્યા છે કે શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ રહિત હોવાના કારણે લોકોની રોજગારીને છીનવી લેશે કે કેમ પરંતુ વાસ્તવિકતા એ છે કે જે વ્યક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને અપનાવશે એટલે કે તેની સાથે તાલમેલ મેળવશે તો તેને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે અને તે પોતાનું જીવન શુચારુ રૂપથી જીવી શકશે.

આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની  ચર્ચા કરી રહ્યું છે. ભવિષ્યમાં આ ટેકનોલોજિકલ તાકાત બનશે. આનાથી દુનિયામાં મોટો બદલાવ આવી શકે છે. આને લીધે આપણા રહેણીકરણી, કામ કરવાના, ઇલાજના તેમ જ પ્રવાસના વ્યવહારમાં બદલાવ આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવતા મશીનો શક્તિશાળી અને ‘બુદ્ધિશાળી’ બનશે અને મનુષ્યોની ક્ષમતા સાથે હોડ લગાવશે.

આઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મશીનોમાં માણસની જેમ જ શીખવાની, વિશ્લેષણ કરવાની, વિચારવાની, સમસ્યાઓનું સમાધાન શોધવાની અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવી શકાશે. આ ક્ષમતા દુનિયામાં મનુષ્ય સિવાય બીજા કોઇ પાસે નથી. જોકે ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે કે નિર્જીવ મશીનોમાં માનવીય ક્ષમતાઓ સાથે સામ્યતા ધરાવતી ક્ષમતા વિકસિત કરી શકાય છે. આપણી ઇન્દ્રિયો જે કામ કરે છે એમાંથી અનેક કામ મશીન કરવા લાગ્યા છે. મશીન જોઇ, સાંભળી અને બોલી શકે છે, હલનચલન કરી શકે છે અને સ્પર્શ અનુભવી શકે છે.

શારીરિક શ્રમની સાથે સાથે માનસિક શ્રમના મોટા ભાગના કામ મશીન, રોબો કે સોફ્ટવેર કરશે. એવામાં નોકરિયાતો માટે સંકટ ઊભું થઇ શકેે. કંપનીઓ માટે રોબો ખરીદીને એની પાસેથી કામ લેવાનો વિકલ્પ સસ્તો અને સારો સાબિત થઇ શકે છે. જોકે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કારણે બીજી અનેક પ્રકારની નોકરીઓની સંભાવના ઊભી થશે. દેશ-વિદેશમાં કારકિર્દીની નવી તકો ઉભી થવા લાગી છે. જો તમે આઈટી સેક્ટરના નવા ક્ષેત્રમાં કારકિર્દીનો માર્ગ શોધી રહ્યા છો, તો તમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોર્સ કરીને તમારું ભવિષ્ય ઉજ્જવળ કરી શકો છો.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઘણા પ્રકારો છે, પરંતુ તેમાંથી બે મહત્વપૂર્ણ રિસર્ચ  અને એપ્લાઇડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જે તેની ક્ષમતાઓ અને વ્યવહારિકતા પર આધારિત છે. રિસર્ચ એઆઈ નો ઉપયોગ નવો નિયમ શોધવા, નવી ડિઝાઇન બનાવવા અથવા ઉપકરણને સુધારવા માટે થાય છે. આ ટેક્નિકના આધારે ગૂગલ સર્ચ રિઝલ્ટ વધુ સારા બનાવવામાં આવે છે. બીજી બાજુ, જ્યારે એઆઈનો ઉપયોગ સામાન્ય જીવનમાં ઉપયોગ માટે થાય છે. અરે એ વાત સાચી છે કે જો તમારે ટકવું હશે તો બદલાવ લાવવો ફરજિયાત અને આવશ્યક છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને ઓળખવું અને સમજવું પણ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.