Abtak Media Google News

જગત જનની, જોગમાયા, રાજ રાજેશ્ર્વરી, પરાશક્તિ મહામાયા, જંગદંબાના નવલા નોરતાના આગમનને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભારતીય પરંપરામાં ગરબાનું અનેરૂ મહત્વ છે. અગાઉ તો (પ્રજાપતિ) કુંભાર ગરબા બનાવતા પરંતુ સમય જતા થોડો ફેરફાર થયો જેમાં ગરબા બનાવે કોઇ, વેંચાણ કોઇ બીજા કરે ખેર જે હોય તે પરંતુ પરંપરા જળવાય તે મહત્વનું છે. નવરાત્રી માટે ગરબાને રંગબેરંગી ડીઝાઇનોથી આકર્ષક બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ગરબાને નિખારવા માટેના કલા કસબીઓ કલાનો કસબ અજમાવી આખરી ઓપ આપી રહ્યા છે. જો કે ગરબામાં પણ ગવાય છે કે મા ને કુંભારી મતવાલા કુંભારી ગરબા લઇ આવેરે…જય જય અંબેમાં.

Artisans Making Art Pottery In Garba-Vajintras Before Norata
Artisans making art pottery in garba-vajintras before Norata

રંગબેરંગી ડીઝાઇનથી ચળકતા ગરબા અને વિવિધ સ્વરોમાં મેળવાતી તબલા, ઢોલની પડી તેમજ શાહીએ કલા કસબીની આગવી સૂઝ

Artisans Making Art Pottery In Garba-Vajintras Before Norata
Artisans making art pottery in garba-vajintras before Norata

તબલાના તાલે અને ઢોલના ઢબકારે માના ગુણગાન કરી ગરબા લેતી શેરી ગરબીઓનો આજ પણ એટલો જ દબદબો છે. જ્યારે વિશાળ પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસ ખાતે ખેલૈયાઓ માટે આયોજકો દ્વારા રાસ-ગરબાના થતા આયોજન ઓરકેસ્ટ્રાના સથવારે ખેલૈયાઓ પણ રાસે રમવાની આવેલી પળને માણી લેવા ઉત્સુક હોય છે.

પરંતુ શેરી ગરબા હોય કે ડીસ્કો દાંડીયા પરંતુ જ્યારે રાસ-ગરબા ગાવાની કે રમવાની વાત આવે ત્યારે ઢોલનો ઢબકાર, તબલાનો તરવરાટ થયા વિના રહે નહી અને તેમાં આ વાજીંત્રો મહત્વનું અંગ માનવામાં આવે છે ત્યારે ડબગર પણ ઢોલ, તબલા, નગારા, ખંજરી, ઢોલક ટુંકમાં ચર્મવાદ્યને સજ્જવામાં ગળાડુબ હોય તે સ્વાભિક છે. શહેરમાં ડબગરોને તબલા-ઢોલની પડી, વાધર, શાહી કરવી વગેરે કામમાં તેજી જોવા મળે છે અને દુકાનો પણ ઢોલનો ઢબકાર, તબલાનો તરવરાટ અને નગારાનો નાદ ગુંજતો જોવા મળે તે સ્વાભાવિક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.