Abtak Media Google News

સુરતથી ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશે, આગામી ચૂંટણીને લઇને નેતાઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21મી જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21 જુલાઈએ અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશે. આ સાથે ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને ગુજરાતના રાજ્ય સંગઠન સાથે સમીક્ષા બેઠક પણ કરશે.

આ કાર્યક્રમ માટે અરવિંદ કેજરીવાલ 20 જુલાઈએ રાત્રે 8:30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે 21મી જુલાઈના રોજ મીડિયા અને ગુજરાતની જનતાની સામે મોટી જાહેરાત કરશે. અને આ પછી અરવિંદ કેજરીવાલ સાંજે 4.30 કલાકે દિલ્હી જવા રવાના થશે.

અગાઉ અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે વીજળીના મુદ્દે જનતા સાથે જનસંવાદ કર્યો હતો અને ગુજરાતની જનતા સમક્ષ દિલ્હી મોડલ રજૂ કર્યું હતું. જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાના પ્રશ્ર્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા અને ગુજરાતની જનતાએ પણ અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલના વખાણ કર્યા હતા અને ગુજરાતમાં પણ આવી જ વ્યવસ્થા હોવી જોઈએ તેમ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.