Abtak Media Google News

26મી યુ.એન ક્લાઈમેટ કોંફરન્સમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે.

વિશ્વના અનેક દેશો વિકસિત થયેલા છે ત્યારે ભારત દેશની જો વાત કરવામાં આવે તો ભારત ડેવલોપીંગ દેશ હોવાથી આર્થિક રીતે ઘણા કામો કરવાના બાકી છે બીજી તરફ વિકાસશીલ દેશ ટી વિકસિત દેશ બનવા તરફ જવા માટે વિવિધ ઔદ્યોગિક એકમો પણ શરૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે જેમાં કોલસા સહિતની ચીજવસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આગામી 2050 ભારત નેટ ઝીરો દેશ બને તે ફાયદો ન કરવા કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે સાથોસાથ ચાઇના એ પણ આજ મુદ્દે જણાવતા કહ્યું હતું કે આગામી વર્ષ ૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો નો ગોલ હાંસલ કરવો શક્ય નથી.

આ તકે સૌથી મહત્વની વાત તો એ છે કે ખરા અર્થમાં નેટઝીરો શું છે ?  નેટઝીરોને કાર્બન-ન્યુટ્રાલિટી કહેવામાં આવે છે. નેટ ઝીરો એક એવી પરિસ્થિતિ છે, જેમાં કોઈપણ દેશ વાતાવરણમાંથી ગ્રીનહાઉસ શોષવાનું અને તેને દૂર કરવા માટે વળતર આપવામાં આવે છે. વાયુમંડળમાંથી ગેસ દૂર કરવા માટે કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે.

2050 સુધી નેટ ઝીરોના લક્ષ્યાંક પર દરેક દેશની સહી માટે બે વર્ષથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કાર્બન ન્યુટ્રાલિટી લાંબા ગાળાનો લક્ષ્ય હોવાના કારણે તેના પર અનેક દાયકાઓથી ચર્ચા કરવામાં આવી રહી છે. અમીર અને વિકસિત દેશો માટે 2050 સુધીમાં નેટ ઝીરો ટાર્ગેટ માટે ચર્ચા કરવામાં આવતી હતી, જે અનેક દાયકાઓથી ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન માટે જવાબદાર છે.

માત્ર ભારત અને ચાઇના આ લક્ષ્યનો વિરોધ કરી રહ્યું છે, કારણ કે તેનાથી ભારતની સ્થિતિ પ્રભાવિત થવાની શક્યતા છે. છેલ્લા બે-ત્રણ દાયકાથી ઉચ્ચ વિકાસ માટે સૈકડો કરોડો લોકોને ગરીબીથી દૂર કરવાના પ્રયાસ કરી રહ્યું છે. કાર્બન દૂર કરવાની મોટાભાગની ટેકનોલોજી મોંઘી છે.સિદ્ધાંતને જોવા જઈએ તો ભારતની આર્ગ્યુમેન્ટને રદ કરવી સરળ નથી. દરેક દેશે પાંચથી દસ વર્ષ માટે જળવાયુ લક્ષ્ય નિર્ધારિત કરવાની જરૂર છે.

જે બાદ તે પરિણામ જોવાની જરૂર છે તથા બીજી આવશ્યકતા છે કે લક્ષ્યનું મળેલ પરિણામ પાછલા પરિણામ કરતા સારુ હોવું જોઈએ.પેરિસ સમજૂતીનું કાર્ય આ વર્ષથી શરૂ થયું છે. મોટાભાગના દેશોએ 2025-2030 માટે લક્ષ્ય પ્રસ્તુત કર્યો છે. ભારતનું કહેવું છે કે નેટ ઝીરોના લક્ષ્યાંકની જગ્યાએ પહેલેથી કેવા પ્રકારના વાયદા કર્યા છે તેના પર કાર્ય કરવું જોઈએ.

નવી દિલ્હી તે વાતનો સતત ઈશારો કરી રહી છે કે વિકસિત રાષ્ટ્રે કરેલા વાયદા અને પ્રતિબદ્ધતા પૂર્ણ કરી શક્યા નથી. કોઈપણ પ્રમુખ દેશે ક્યોટો પ્રોટોકોલ હેઠળ લક્ષ્ય પૂર્ણ કર્યું નથી. તથા કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટી પ્રાપ્ત કરવાની સંભાવનાને રદ કરતું નથી, પરંતુ કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય કમિટમેન્ટ પૂર્ણ કરવું જરૂરી છે.

ક્લાઈમેટ મુદ્દે ભારત સહિત અન્ય 11 દેશો અતિ જોખમમાં 

સમગ્ર વિશ્વ માટે ક્લાઇમેટ નો મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે ત્યારે પશ્ચિમની બેન હોવા છતાં પણ હાલ ભારત સહિતના ૧૧ દેશો મુદ્દે અતિ જોખમ મા જોવા મળી રહ્યા છે ત્યારે યુ.એસ.ના નેશનલ ઈન્ટેલિજન્ટ એસ્ટીમેટ નો માનવું છે કે વૈશ્વિક તાપમાનમાં જે વધારો થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ ભારત અને ચાઇના છે ત્યારે આગામી 2040 સુધીમાં જો યોગ્ય તકેદારી લેવામાં નહીં આવે તો આ મુદ્દો અત્યંત જોખમકારક સાબિત થઈ શકે છે.

બીજી તરફ નેશનલ ઈન્ટેલિજન્ટ એસ્ટીમેન્ટ ના જણાવ્યા મુજબ જો બંને દેશો યોગ્ય પગલાં નહિ ભરે તો તેમને ઉર્જા ખોરાક-પાણી અને સ્વાસ્થ્યના મુદ્દે ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.

પણ હકીકત એ પણ છે કે પાશ્ચાત્ય દેશો દ્વારા વાતાવરણને પ્રદૂષિત કરવા માટેના અનેક કાર્યો આડકતરી રીતે કરવામાં આવ્યા હતા જેનો ફળ હાલ ભારત દેશ પણ ભોગવી રહ્યું છે જો ક્લાઇમેટ મુદ્દે ભારત ગંભીરતાથી નહીં વિચારે તો આગામી દિવસોમાં સોસ્યો ઇકોનોમિક પોલિટિકલ સહિત અનેક મુદ્દા ચિંતાના વિષયો બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.