Abtak Media Google News

અગાઉ નિકાસ પર અપાતું ૨%નું પ્રોત્સાહન રદ્દ કરવાનો નિર્ણય લેવાયો

અગાઉ ડાઇંગ ઉદ્યોગમાં વપરાશમાં લેવાતા ઇન્ટરમીડિયેટ્સની નિકાસ પર અગાઉ અપાતું ૨%નું પ્રોત્સાહન પરત ખેંચી લેવામાં આવ્યું છે. જેના કારણે ડાઇંગ ઉદ્યોગ દ્વારા કરાતી નિકાસને અસર થનારી છે. અગાઉ ૨% પ્રોત્સાહન મળતું હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઇન્ટરમીડિયેટસની કિંમતથી ભારતીય નિકાસકારો નીચી કિંમતે વેપાર કરતા હોવાથી વિશ્વભરમાં ભારતીય નિકાસકારોને મોટો ઓર્ડર મળતો હતો પરંતુ હવે પ્રોત્સાહન પરત ખેંચી લેવાતા નિકાસકારોએ ભાવમાં વધારો કરવો પડશે જેથી વિશ્વકક્ષાએ ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મકતા નબળી પડશે.

બેઝિક કેમિકલ્સ, કોસ્મેટિક્સ એન્ડ ડાયઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યોજનાના પ્રકરણ ૨૯ હેઠળ આવરી લેવામાં આવેલા ડાય ઇન્ટરમિડિયેટ્સ માટે શૂન્ય દરની જાહેરાત કરી છે. પટેલે ઉમેર્યું જેની સામે નિકાસકારો મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ હેઠળ ડાઇ ઇન્ટરમિડિયેટ્સ નિકાસ માટે ૨% પ્રોત્સાહન મેળવતા હતા, જેને નવી યોજના હેઠળ રદ્દ કરી દેવામાં આવી છે. જેના કારણે હવે ૨% લાભ મળશે નહીં. પટેલે કહ્યું, જેના કારણે નિકાસ બજારમાં આપણી સ્પર્ધાત્મકતાને અસર થશે. કારણ કે, અમારા ઇન્ટરમીડિયેટ્સ હવે મોંઘા થશે.

પરિણામે, અમે નિકાસ બજારમાં ચીન જેવા અન્ય દેશોનો વેપાર ગુમાવીશું. પટેલના જણાવ્યા મુજબ, જો નિકાસકારોને ૨% પ્રોત્સાહન મળે તો તેઓ તેમની નિકાસ કિંમતને સમાન ટકાવારીથી ઘટાડવાનું વલણ ધરાવે છે, જે તેમને વધુ સ્પર્ધાત્મક બનવામાં અને ઓર્ડર મેળવવામાં મદદ કરે છે.  શૂન્ય પ્રોત્સાહન સાથે, નિકાસકારો પાસે તેમની નિકાસ કિંમત ૨%વધારવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. બજારમાં સખત સ્પર્ધાને ધ્યાનમાં રાખીને તે એક સક્ષમ વિકલ્પ નથી જ્યાં કોવિડ-પ્રેરિત મંદીને કારણે માર્જિન વધુ પાતળું છે.

એ જ રીતે પ્રકરણ ૩૨ હેઠળ આવરી લેવામાં આવેલા રંગો માટે ૦.૮% ના દરની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉની એમઇઆઈએસ યોજના હેઠળ આપવામાં આવેલા પ્રોત્સાહન કરતાં પણ ઓછું છે. ૮૦% ડાય ઇન્ટરમીડિયેટ્સ અને ૬૦-૭૦% ડાયઝ ભારતમાંથી નિકાસ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.