લોકોને બપોર બાદ મેડિકલ અથવા જરૂરી કામ સિવાય બહાર ના નિકળવા અનુરોધ
જસદણમાં કોરોના ભયજનક વધી રહ્યો છે. અનેક લોકોના મરણ થઈરહ્યા છે. એને લઈને મંગળવારથી સળંગ દસ દિવસ બપોરનાં એક વાગ્યા પછી ચા પાન કિરાણા મોલ શાક માર્કેટ, પાણીપુરી મેળ, ગાંઠીયા બરફગોળા, કુલ્ફી, આઈસ્ક્રીમ,ભજીયા શાકભાજી ફળફુટની લારીઓ સજજડ બંધ રહેશે એમ મીટીંગમાં નકકી થયું હતુ.
લોકોની અવરજવરથી ભારે સંક્રમણ પેદા થતા સરકારી ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી હાલ અનેક લોકો મોત અને જીવન વચ્ચે ઝઝુમી રહ્યા છે. ત્યારે સંક્રમણ અટકવું જ જોઈએ એટલે કાલથી મેડીકલ સિવાય કોઈ એકપણ દુકાન શાકભાજી ફળફ્રુટ ખાણીપીણીની લારીઓ પાથરણાવાળાને સજજડ બંધ રાખવા અને લોકોને બપોર પછી મેડીકલના કામ સિવાય બહાર ન નીકળે એવો અનુરોધ કરાયો છે.
ખાસ કરીને જસદણમા હાલ કોરોનાએ કાળો કેર મચાવ્યો છેલોકો અકાળે મોતને ભેટી રહ્યા છે.ત્યારે શહેરના દરેક એરિયામાં દુકાનદારો લારી પાથરણા વાળા કોઈ નિયમોનું ઉલ્લંઘન કોઈ ગ્રાહક પાસે વધુ પૈસા પડાવશે અને સમયનું પાલન નહિ કરે તો તેની પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે હીરા હલર અને પટારી ઉદ્યોગમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈરહે તે માટે એમને સાંજના છ વાગ્યા સુધી ખૂલ્લા રાખવામાં દેવાશે.