Abtak Media Google News

હૂંફ અને હેતના હિલોળે
આજ અષાઢી બીજડી
ને પિરભ જિડો’ડોં
ખીલી ખુશીયું માણીયું
જ વસે મીંયામીં !

લોક હૈયાની આ સરવાણીયું છે. આજના શુભ દિને ખુશીની ભાવનાઓને આમાં ગૂંથ લીધી છે. આ ગૌરવની વાત છે.અષાઢી બીજ કચ્છી નવું વર્ષ લોક હૈયે મહત્વનું લોક સંસ્કૃતિમાં સ્થાન ધરાવે છે. લોક સંસ્કૃતિનું નવલું નજરાણું છે. ઇશ્ર્વરે આપેલ સમયની મહાન ભેટ છે. જે યુગોથી ચાલી આવી છે. ચાલે છે અને ચાલશે. આવાં નજરાણાંને કોડભરી રીતે ભલાં હર્ષથી કર્યા કચ્છી માડુ ના માણે ? કચ્છી પ્રજા ઘણી જ પ્રેમાળ છે.

કચ્છના પત્રકારત્વ ક્ષેત્રે ‘કચ્છ સત્તા’એ કચ્છનાં અનેક ખેડાણોને, સમાચાર, લેખોને, લોક મુશ્કેલીઓને રચનાત્મક સ્થાન આપી ઉલઝનો સુલઝાવવામાં મહત્વનું યોગદાન કચ્છી ધરતી માટે કચ્છી માડુ મધુકાન્ત રાયસોનીએ આપ્યું છે. લોક સંસ્કૃતિ, ઇતિહાસ, સામાજીક પરિસ્થિતી, ભાતીગળ સમાજ, લોક સમુદાય, વિવિધ સંસ્થાઓની પ્રવૃતિઓ, લોક મુશ્કેલીઓ, વગેરેને વાચા આપી વિશેષ અંકોમાં લોકભાગ્ય બનાવ્યું છે.

કચ્છી લોક હૈયું આ પર્વે અનેરી ખુશીઓ સાથે હર્ષનો હૈલે ચઢે છે. “સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, ર્યુંહી જિંદગી ઐસી હોતી હૈ” જેમ આવા પર્વો આવે છે. જાય છે અને ઉમરીયા વીતતી જાય છે. દાસ્તાન બદલાતી રહે છે. સમયના ચાલતા ચક્રને વધાવતા રહી આનંદ માણતા રહીએ છીએ એ કચ્છી પ્રજાનું મહત્વ પાસું છે. કચ્છી પ્રજામાં સૂઝ છે. સમજણ છે, સામાને માટે મુશ્કેલીઓ વચ્ચે પણ મદદરૂપ થવાની અનેરી ભાવના છે.

કચ્છડો બારે માસ ભલો ગણાય છે. અહીં નથી વરસાદ, ઠંડી વધુ છે, ગરમી વધુ છે. રણ છે. દરિયો છે. વેરાન ધરતી જોજનો સુધી છે. ખારાશી ભાગીતળ ભૂમિકા લોક હૈયે છતાં મીઠાશ તો ભરપૂર છે. બધું સહન કરી દરિયા પીરની જેમ કચ્છી બંધુ માઝા મુકતો નથી. દુ:ખો યાતનાઓમાં સથવારે અડીખમ રહી કચ્છી માડુ અનેક ક્ષેત્રોમાં હસતે મુખે ખેંડાણ કરી શક્યો છે તે કચ્છી ધરતીનું અણમોલ ખમીર છે. આવી શૌર્ય ગાથાઓની ધન્ય ધરાના માડુઓને તો નયે વરેજી લાખ લાખ વધાઇયું. એક લોકવાત છે.

કચ્છના ઓઢાજામના મુખે મોરે કહ્યું કે, અમો તો પર્વતોની હારમાળા, કંદરા, ભિટ્ટો કે ઝાડો પર બેસતા પક્ષીઓ છીએ. ક્યારેક વાગડપંથકમાં, અબડાસાના મલકમાં માણસ કરતાં વસ્તી વધુ હોય અને અમને ચણ ના મળે કે હિંગરિયાના પટાંગણમાં ચણ-દાણાંની સાંજે ઝીણી કાંકરી પણ ચણી લઇએ પણ વર્ષારો બેસવાની તૈયારી હોય ને ? જો હુંભ્ભથી ના બોલીએ તો તો અમારા હૈયા ફાટી જાય હોં – મરી ભલે જઇએ પણ “મેં- આવ, મે-આવ, મેં-આવ” કહ્યાં વગર ન રહેવાય. એવી અબોલા પક્ષીઓના ભાવના છે.

વરસાદ વરસે, લોક હૈયું પુલકિત થાય. પૃથ્વી પર સઘળું મંગળ વર્ષાઇ જાય, વર્ષ સારું જાય, ખેત ધન્ય ધાન્યોથી ભરાય જાય તેવી મેઘરાજાની પઘરામણી કિંમતી પુરવાર થાય, શરદ પૂર્ણિમાની અજવાળી રાત હોય, આકાશમાં કાલીદાસ કવિની કલ્પનાઓની જેમ વાદળો ઉમટી રહ્યાં હોય. દરિયામાં ચીપ મોઢું ઉઘાડી પાણી પર વરસાદનું ટીપું ઝીલતી તરતી હોય, ચાતક પક્ષીની વિરહ વ્યથા પૂરી થતી હોય અને એ ખુલ્લા મુખમાં જો સ્વાતિના જળબિંદુઓ પડે તો તે સઘળાં સાચાં મોતી બની જાય.

દેશ-વિદેરમાં અને જ્યાં જ્યાં ગામડાનાં ખૂણે ખાંચરે કચ્છી માડુ રહે છે ત્યાં ત્યાં આ પર્વને અતિ હર્ષોલ્લાસથી કુટુંબીજનો સાથે, સમાજ સાથે, સમુદાય સાથે રહી ઊજવે છે.

– વાલજી પાંચાભાઇ કીકાણી
નાયબ માહિતી નિયામક, ભૂજ (કચ્છ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.