Abtak Media Google News

સેવા કેમ્પો, રાવટીઓ અવિરત ધમધમશે; કચ્છના માર્ગો ર્માં આશાપુરાના નાદથી ગૂંજી ઉઠશે

કચ્છના પશ્ર્ચિમ છેવાડે આવેલ પ્રખ્યાત તીર્થધામ ર્માં આશાપુરા ધામે જવા દર વર્ષે ચૈત્ર નવરાત્રી તેમજ આશો નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. હજારો શ્રધ્ધાળુ માઈ ભકતો માતાજીની માનેલ માનતા પૂર્ણ કરવા પગપાળા માતાના મઢ જાય છે. આ પદયાત્રીઓની સેવા એજ ધર્મના ઉદેશને લઈ પદયાત્રી કેમ્પો, રાવટીઓ આવતા પદયાત્રીઓ માટે રહેવા, જમણ, સરબત, મા, નાસ્તો, મેડીકલ સારવાર વિના મૂલ્યે નાત જાતના ભેદભાવ વગર દિવસ રાત પોતાની સેવાકીય પ્રવૃત્તિ પ્રદાન કર છે.  કેમ્પો રાવટીઓ, સમગ્ર કચ્છના માર્ગો ર્માં આશાપુરાનાનામથીગુંજી ઉઠશે રાસ-ગરબાની રમઝટ બોલાવશે. ર્મા આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા વિશ્ર્વાસ સાથે વનભોજન નહી થઈ રણ ભોજન પદયાત્રીઓ કરશે.

જૈન ધર્મના રૂષિઓ પગપાળા જૈન ધર્મનો પ્રચાર કરે છે. તેવી જ રીતે ર્માં આશાપુરાનો જય જયકાર પદયાત્રીઓ કરે છે. સેવા કેમ્પો વાળા નિસ્વાર્થ ભાવે પદયાત્રીઓની આગતા સ્વાગતા વિના સંકોચ કરે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી વિશાળ સંખ્યામાં પદયાત્રીઓ ર્માં આશાપુરાના ચરણ સ્પશ આર્શિવાદ લેવા જાય છે. મુંબઈ, સુરત, ભરૂચ, જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, સુ.નગર સહિત ગામડાઓથી પદયાત્રી સંઘો ગ્રુપો, મિત્ર વર્તુળ સાથે ર્માં આશાપુરા ધામકચ્છ જવા રવાના થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.