Abtak Media Google News

વરસાદ વરસાદી પાણી ભરાવાની ફરીયાદ નીલ

રાજકોટમાં બપોર સુધીમાં રપ મીમી વરસાદ પડયો છે. હાલની સીઝનનો કુલવરસાદ 30ર મીમી પડી ગયો છે. પાણી ભરવાની, ઝાડ પડવાની, ભયજનક મકાનો, રોડ સેટલમેન્ટની હાલમાં કોઇ ફરીયાદ નોંધાયેલ નથી.

Img20220711103035

ચાલુ વરસાદના સમયે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ત્વરીત કામગીરી કરી સમયસર પાણીનો નિકાલની કાર્યવાહી કરવામાં આવે છે. તેમ જ નાગરીકોની સલામતિ માટે  4 (ચાર) અન્ડરપાસ ( (1) લક્ષ્મીનગર અન્ડરપાસ (2) મહિલા કોલેજ  અન્ડરપાસ (3) રેલનગર અન્ડરપાસ (4) આમ્રપાલી અન્ડરપાસ,) સંપુર્ણ રીતે કાર્યરત છે. તેમજ વાહન વ્યવહાર પણ ચાલું છે.

Img20220711101533

 

ચાલુ વરસાદ સમયે તંત્ર દ્વારા વેસ્ટઝોનમાં પરશુરામ પાર્ક,ઘંટેશવર-રામાપીરના ઢાળીયે,નાગેશ્વરવિસ્તાર, બી.એ.ડાંગર કોલેજ પાછળ, રત્નમ સ્કાયસીટી ગ્રીનલીફ પાસે,દ્વારકેશ પર્ક થી સોપાન હીલ રોડ, આલાપ્ગ્રીન પાસે, રૈયાધાર રોડ, સર્વિસ રોડ કાલાવડ રોડ ઉત્સવ પાર્ટીપ્લોટ પાસે, રામધામ મેઇનરોડ, સાકેત પાર્ક , રૈયા ટેલીફોન એક્સ.રોડ, સોપાન એલીગંસ,પારીજાત રેસીડન્સીરોડટોપલેન્ડ રેસીડન્સી રોડ , રાવલ નગર-5,અમૃતા સો.રોડ,રોયલ પાર્ક જેકે. ચોક,યુનિવર્સીટી રોડ,કે.કે.વી. વાગડ ચોકડી, સિલ્વર ગોલ્ડ રોડ, વસંત વાટિકા, વાવડી, ગોકુલધામ રોડ, રસુલપરા વગેરે આ તમામ એરિયામાં છેલ્લા બે દિવસમાં કુલ-1728 ચો.મી.

Img20220711101951 1

એરિયામાં મોરમ/મેટલ પેચ છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલ છે.  

વરસાદી પાણી નિકાલ ઇસ્ટ ઝોનમાં રીધીસિધીનુ નાલુ ઉતર દક્ષિણ બાજુ, ડ્રીમ લેન્ડ ચોક્ડી, સોલ્વન્ટ એરિયા, સ્વાતિ મેઇન રોડ, દુધ સાગર રોડ વગેરેમાં પાણીનો નિકાલ કરી રોડ સેટલમેન્ટ આશરે કુલ 4600 ચો.મી, માં છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.