Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ ડગલે આગળ વધી રહી છે, 21મી સદીમાં ભારત વિશ્વ ગુરુની ભૂમિકામાં આવશે તેવી ભવિષ્ય વાણી હવે દિવસે દિવસે સત્ય પુરવાર થાય તેવા સંજોગો ઉજળા બની રહ્યા છે

Advertisement

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આ વખતની ચૂંટણી ભારતના પ્રત્યેક મતદારો માટે અનેક રીતે વિશિષ્ટ અને જવાબદારી ભરી બની રહેશે આઝાદી ને 75 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે દેશનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર નું થવા ભણી મક્કમ રીતે આગળ વધી રહ્યું છે ,મોટી લોકશાહી હવે આર્થિક મહાસત્તા બનવા જઈ રહી છે.  ત્યારે દેશ માટે સુદ્રઢ સુશાસન અને કાબેલ સુકાનીઓ આવશ્યક બન્યા છે  ત્યારે પ્રત્યેક મતદારને પોતાનો મતાધિકાર અવશ્ય વાપરવું રહ્યું આળસ ન કરી અવશ્ય મતદાન કરવાની દેશના પ્રત્યેક મતદારની ફરજ બને છે ..

દેશમાં 96.88 કરોડ કુલ મતદારોમાં 49.07 લાખ પુરુષ અને 47.01 લાખમંહિલા મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે . ગુજરાતના 2.63 કરોડ મતદારોમાં થી 1.41 કરોડ મહિલામતદારો, અને1.22 કરોડ કૃષ્ણદદારો માટે લોકતંત્રનો આ અવસર જીવનનું સંભારનુ અને ભારતીય રાજનીતિક ઇતિહાસ માં યાદગાર બની રહેવાનું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે સામાજિક જાગૃતિ ના પ્રચંડ પ્રયાસો વચ્ચે આ વર્ષે રેકોર્ડ બ્રેક મતદાન માટે ચૂંટણી તંત્ર એ કોઈ કસર છોડી નથી ,ત્યારે પાંચ વર્ષે દેશ માટે પાંચ મિનિટ આપવાનું નાગરિક ધર્મ સમજીને દરેક મતદારે અવશ્ય મતદાન કરવું જોઈએ .

ચૂંટણીમાં આળસ નહીં પણ અવશ્ય મતદાન કરવાની દરેકની ફરજછે, આ વખતની ચૂંટણી નું મતદાન એટલે વિશ્વની સૌથી મોટી લોકશાહી ને આર્થિક મહાસત્તા બનાવવા માટે નું આ મતદાન …. દરેકે સવારના પહોરમાં જ પ્રથમ કામ મતદાન કરવાનું કરવું જોઈએ .કાશ્મીર થીક્ધયાકુમારી અનેગાંધીનગરથી ગંગકોટ સુધીના ભારતમાં 96.88 કરોડ મતદારો માટે આકરા ઉનાળા ની સિઝનમાં પણ સુખરૂપ મતદાન માટેની વ્યવસ્થા ચૂંટણીપંચે ગોઠવી છે .

ગાઢ જંગલ, ઊંચા ટેકરા અને દરિયા વચ્ચે ટાપુમાં વસતા મતદારો ની ખેવના કરવામાં આવી છે. દરેક ભારતીય એ અવશ્ય ભૂલ્યા વગર મતદાન કરવું જોઈએ… આપણા એક એક મતથી લોકતંત્ર વધુને વધુ મજબૂત બને છે 140 કરોડ ના ભાગ્યવિધાતાઓને ચૂંટવા માટે આપણે પાંચ વર્ષમાં પાંચ મિનિટનો સમય ન આપીએ તો આપણે ભારત માતાના “નગુણા” સંતાનો ગણાયએ,

ભારતનું લોકતંત્ર વિશ્વ માટે આદર્શ છે, આજના યુગમાં રાષ્ટ્રભક્તિ માટે અને માતૃભૂમિ માટે સીમાડે જઈને ધીંગાણામાં માથા આપવાની જરૂર નથી .પરંતુ લોકતંત્ર વિશ્વમાં દરેક નાગરિકને દેશની લોકશાહી સુદ્રઢ બનાવવા માટે જરૂરથી જવાબદાર બનવા નો ધર્મ દરેકે નિભાવવાનો આ સમય છે.દેશના પ્રત્યેક નાગરિકને તેનું ગૌરવ હોવું જોઈએ ગુજરાતીઓ માટે તારીખ 7 મે નો દિવસ લોકતંત્રની સેવાનો દિવસ છે ત્યારે અવશ્ય મતદાનના શપથ માં ખરા ઉતરીને દેશ સેવા કરવામાં જરા પણ આરસ ન કરવી જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.