Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર જિલ્લાના લાલપુર અને કાલાવડ પંથકમાં ખાનગી કંપની દ્વારા પવનચક્કી લગાવવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે ખાસ કરીને કેટલા ગ્રામ્ય પંથકમાં તંત્ર ની મંજૂરી વિના જગ્યાનું દબાણ હતું હોવાની તેમજ કેટલીક નદીઓના રસ્તા પણ બંધ કરી દેવાયાની જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.Whatsapp Image 2023 10 28 At 11.21.43 2075B2F4

કાલાવડ અને લાલપુર પંથકના ગલ્લા- કરાણાં – ડુંગરડી દેવરીયા- બેરાજા વગેરે ગામોમાં પવનચક્કીના કામો માટે સરકારશ્રીના નિયમ મુજબ કામ થતું ન હોવાની અને કેટલીક ગૌચરની જમીન તેમજ નદી કાંઠા ગામ અને ખરાબાની જગ્યામાં પણ દબાણ થતું હોવાનું તેમજ દબાણ કરી પર્યાવરણ તેમજ જામનગરની પવિત્ર નદીઓ અને નુકસાન થાય તે રીતે નદીઓ બુરીને તેમાંથી રસ્તો બનાવવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની રજૂઆત જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.Whatsapp Image 2023 10 28 At 11.21.43 Ae9D9Eff
આવનારા ચોમાસાની ઋતુમાં નદીની આસપાસના ખેતરો તેમજ ગાડા માર્ગનું પણ આ કાર્યવાહીને લઈને ધોવાણ થશે, અને કેટલા ટાવરોનું કામ તો બીન ખેતી કર્યા પહેલાંજ ચાલુ કરી દીધો છે. જેથી આ ગામમાં તાત્કાલિક કામ સ્થગિત કરીને કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.