Abtak Media Google News
  • પરીવારજનો કામે ગયાં હોય સગીરાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું : આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં સગીરા ઉપર દુષ્કર્મના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક દુષ્કર્મના બનાવમાં રાજકોટ નજીક સરધાર ગામે 16 વર્ષની સગીરા પર તેના પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ હાલ આજીડેમ પોલીસ સ્ટેશનમાં આરોપી સુરેશ સોલંકી સામે ગુનો નોંધાયો છે. તેની ધરપકડ કરવા પોલીસે તજવીજ કરી છે.

Advertisement

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી સુરેશ સોલંકી સગીરાના પિતાનો મિત્ર છે. તે અવારનવાર સગીરાના ઘરે આવતો અને પિતા સાથે બેસતો દરમિયાન હવસખોરે સગીરા પર નજર બગાડી હતી.

ગમે તેમ કરી સગીરા થકી પોતાની હવસ સંતોષવા આરોપી તલપાપડ થયો હતો. દરમિયાન બનાવના દિવસે આરોપી સગીરાના ઘરે આવી પહોંચ્યો હતો.

 સગીરાના પિતા સહિતના પરિવારજનો કામ પર ગયા હતા. સગીરા ઘરે એકલી હતી. દરમિયાન સગીરાને એકલી જોઈ આરોપીએ બળજબરીથી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પરિવારજનો ઘરે પરત આવતા સગીરાએ આપવીતી જણાવી હતી. જેથી પરિવાર પણ વાત સાંભળી ચોંકી ઉઠ્યો હતો અને ફરિયાદ કરવા આજીડેમ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બનાવ અંગે હાલ પોલીસે આઇપીસી 376 અને પોક્સો સહિત કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ .બી.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.