Abtak Media Google News

યુગ સાથે ચાલવા વાળા લોકોને જોડીને દેશના વિકાસમાં સાથ આપીએ તો ખરેખર દેશ સોનાની ચીડિયા બનશે: અરવિંદભાઈ રૈયાણી

રાજકોટમાં સૌપ્રથમવાર સ્ટાર્ટઅપ ડેમો ડે ની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર એસ. મહેતા, સીએસ દર્શિતભાઇ આહ્વા, સીએ કલ્પેશભાઈ પારેખ તેમજ જલ્પાબેન આહ્વા અને આન્વીબેન સોની દ્વારા અથર્વમ વેન્ચર, સ્ટાર્ટ અપ ફંડિંગ પાર્ટનર, અંતરાપ્રિનિયોર બિઝનેસ ઇન્કલુબેટર પાર્ટનર ના સંગાથે ચાલુ કરવામાં આવેલ છે.

કાર્યક્રમમાં સંપૂર્ણ આયોજન તેમજ એન્કરિંગ તરીકે સીએ વિશાલભાઈ રાચ્છ તેમજ ટીમના સહભાગીઓ દ્વારા સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો.

સ્ટાર્ટ અપ ઇન્ડિયા ની થીમ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર પ્રોફેશનલ લોકો દ્વારા અને પેનલો દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે તેમજ આ સાહસના ઉદ્યોગોમાં મુખ્ય હેતુ નવા વિચારો અને નવયુવાનોના નવા સાહસોને સહયોગ આપવાનો છે.

‘અબતક’ મિડિયાના માઘ્યમ દ્વારો બહોળી સંખ્યામાં ટી.વી. ચેનલ,યુ-ટયુબ, તેમજ ફેસબુકના માઘ્યમથી લાઇવ કાર્યક્રમને નિહાળ્યો હતો

Dsc 7654 NUntitled 1 Recovered 116

અરવિંદભાઈ રૈયાણી ની ઉપસ્થિતિમાં તેઓ ગુજરાત ટુરીઝમ વિભાગ અને યાત્રાધામના મંત્ર છે. જે અંગે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતી આગવી કામગીરી માં આજે ગુજરાત ટુરીઝમ એ પ્રથમ સ્થાન પર છે અને ટુરિઝમના પછાત વિસ્તારમાં રોજીરોટી અને આર્થિક વૃદ્ધિ થાય તે હતું તે ટુરીઝમ ક્ષેત્રને પણ સહકાર આપવામાં આવે છે. આમ સ્ટાર્ટ અપ ઇન્ડિયા ની થીમ થી સરકાર દ્વારા પણ નવા વેન્ચરોને ગ્રાન્ટ અને સબસીડી જેવા લાભો પણ અપાય છે.

સૌરવ, હર્ષ મહેતા, વિરલ શાહ, સાગર પોપટ (સોમનાથ ગ્રુપ) જેઓ કો. ફાઉન્ટર અને કાર્યક્રમમાં માર્ગદર્શિકા આપી હતી.રાજકોટના હેમુગઢવી હોલ ખાતે સાહસીક મહીલ જલ્પાબેન આહીયા અને આશ્મીબેન સોનીના પ્રયાસોથી અગ્રણી ઉધોગ વર્તુળની હાજરીમાં સ્ટાર્ટઅપ ડેમો ડે કાપ્રક્રમમાં છ અલગ અલગ કેટેગરીના ઘ્વારા પિચિંગ એટલે કે, બિઝનેશ આઈડીયા અને બિઝનેસ મોડેલ ઈન્વેસ્ટરો સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા અને ગુજરાત દેશના સ્ટાર્ટઅપ રેંકિંગમા છેલ્લા 3 વર્ષથી પ્રથમ સ્થાને છે તેની જાણકારી આપીને આ ડેમો ડે કાર્યક્રમમાં સમગ્ર સૈારાષ્ટ્રમાંથી 250 ઉધોગ સહાસીક યુવાનો, મહીલાઓ શિક્ષીત યુવાનો, ઉધોગપતિ તેમજ સારાષ્ટ્ર-કચ્છના જાણીતા ઈન્વેસ્ટરોએ પણ ભાગ લીધો હતો

રાજકોટના અથર્વમ વેન્ચર્સની બે ઉધમી મહીલા સાહસીક જલ્પાબેન આહયા, આણ્વીબેન સોની તેમજ આંતરપ્રિનીય2 ધ બિઝનેસ ઈન્કયુબેટર, શરુઅપ સંસ્થાના સયુકત ઉપક્રમે આ યોજાયેલા ડેમો ડે કાર્યક્રમ દરમ્યાન પેનલ ડીસ્કશન, ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ માટેની વિવિધ યોજનાઓની માહીતી આપવામાં આવી હતી અને જલ્પાબેન આહયા, આશ્વીબેન સોની તેમજ ટીમ અથર્વ વેન્ચર્સ તેમજ કલ્પેશભાઈ પારેખ, દર્શિતભાઈ આહયાના માર્ગદર્શન હેઠળ આ કાક્રમમાં જહેમત ઉઠાવીને સમગ્ર સૈારાષ્ટ્ર ખાતે પ્રથમ વખત રાજકોટ ખાતે યોજાયેલા આ સ્ટાર્ટ-અપ ઈન્ડીયા યોજનાના ડેમો ડેની ભવ્ય સફળતાના ભાગરુપે 25 જેટલા સાહસીક ઉધોગ સહાસીક યુવાનોના સ્ટાર્ટઅપની પીચીંગ માટે અન્ટી આપીને છ જેટલા સ્ટાર્ટઅપ યુવાનોનો ઉપર પસંદગી ઉતારીને સીલેકટ કરવામાં આવ્યા હતા

સ્ટાર્ટ અપ એન્બલર્સ અને નેટવર્કિંગ શીખવા માટે વિચારો રજૂ કરવાનું વિશાળ પ્લેટફોર્મ: સ્ટાર્ટઅપ ડેમો ડે

આ કાર્યક્રમમાં ગુજરાત, સૈારાષ્ટ્રભરમાંથી યુવાનો, ઈન્વેસ્ટરો ઉમટી પડતા નેટવર્કીંગ સેસન અને પીપલ કનેકટ સેશનમાં એકબીજા સાથે વાચીત કરીને સ્ટાર્ટઅપના ઓનર્સ ધ્વારા આઈડીયા શેરિંગ પ્લસ ઈન્વેસ્ટમેન્ટ અને સીડ આઈડીયાને કઈ રીતે મોટો કરી શકાય તેમને ગ્રૂમિંગ કેમ આપી શકાય તેમા વિકાસની તકો કેટલી રહેતી છે તેની ચર્ચા કરવામાં આવી હતી.

સ્ટાર્ટ-અપ ઈન્ડીયાના માધ્યમથી ગુજરાતની ભાજપ સરકાર શિક્ષીત અને કઈક કરી છુટવા માંગતા યુવાનોના પડખે હમેશા રહેશે અને સમગ્ર દેશમાં બહારના લોકો આવીને કામ કરતા પરંતુ દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને એક મોર્ડલ બનાવીને દેશમાં મુકયુ છે અને વાઈબ્રન્ડ ગુજરાત, વાઈબ્રન્ટ સમિટ બાદ વિદેશમાં બનતી વસ્તુઓ ગુજરાત અને દેશમાં બનવા લાગે તો આપણે વિશ્વ સર કરી શકીએ અને રાજય સરકાર ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિકાસ માટે કટિબંધ છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીની સ્ટાર્ટઅપ ઈન્ડીયા યોજના હેઠળ જાણકારી માટેના સમગ્ર સૈારાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટ ખાતે યોજાયેલા ડેમો ડે કાક્રમમાં વાહન-વ્યવહાર, નાગરીક ઉડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ુ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અબતક મીડીયા ગ્રુપના તંત્રી સતિષભાઈ મહેતાએ  જલ્પાબેન આહયા અને આણ્વીબેન સોનીના પ્રયાસોથી યોજાયેલા આ સ્ટાર્ટઅપ ડેમો ડે કાય઼ક્રમ થતી સારાષ્ટ્રમાં બિઝનેશ ક્ષેત્રે નવી તકો અને યુવાન ઉધોગ સહાસીકોને નવી આશા જન્મી છે જે આવકાર્યક અને અભિનંદનને પાત્ર છે.

રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી :

Dsc 7658

સ્ટાર્ટઅપ ડેમો ડે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર યોજાય છે ત્યારે સ્વયં માટે અને બીજાના માટે કંઈક નવું કરવું એ મહત્વનું છે ગુજરાતમાં  20 થી 25 વર્ષ પહેલા પણ ઉદ્યોગો ન હતા. પરંતુ, છેલ્લા દાયકામાં નવી નવી ટેકનોલોજી સાથે નવા નવા ઉદ્યોગોનો વિકાસ થઈ ગયો છે, આમ નવા આયામો સાથે નવી પ્રગતિ થઈ રહી છે, ટેકનોલોજીના માધ્યમથી પણ સરના માધ્યમથી નવા આયામો અને નવી ઇન્ડસ્ટ્રીઓ બનતી જાય છે. જે તે ક્ષેત્રમાં જવાબદારીથી કામ કરવું જરૂરી છે અને ભારત દેશ એ યુવાનોનો દેશ છે એમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કહેવાયેલ છે હાલ એકવાર એવો છે કે જેને ચાલુ કરવા સાથે દોડવું છે, પણ તેની પાસે સગવડતા નથી માટે જરૂરિયાતવાળા પરિવારો કે લોકોને સાથે જોડીને ચાલીએ તો દેશ ખરેખર સોનાની ચીડીયા બની જાય. નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સાબિત થયું છે. પરંતુ, હાલમાં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા દેશની પ્રગતિ થઈ રહી છે અને દુનિયામાં અવ્વલ નંબરે આવતા કોઈ નહીં રોકી શકે કેમ કે દેશમાં યુવા ધન એ ખૂબ મહત્વનું હોય છે.

સીએસ દર્શીતભાઈ આહ્વા:

સ્ટાર્ટઅપ ડેમો ડે જ્યારે સૌપ્રથમ થઈ રહ્યો છે ત્યારે નવા અને સાહસિક ઉદ્યોગો માટે તેમજ નવા વિચારોને લઈને આવતા યુવાઓ માટે સ્ટાર્ટ અપ વેન્ચર તેમજ સુર અપ જેવા પ્લેટફોર્મો ખૂબ મોકા ના રહે છે અને પ્રોફેશનલ દ્વારા આપવામાં આવતું માર્ગદર્શન એ જરૂરથી સફળતા બાજુ લઈ જાય છે.

સીએ કલ્પેશભાઈ પારેખ:

અત્યારના ટેકનોલોજી વાળા યુગમાં નવા નવા વેન્ચરો સાથે નવા નવા વિચારો આવતા જતા હોય છે તેમજ કેપિટલ અને ફાઇનાન્સ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરનાર દેશ માં સ્ટાર્ટઅપ તરીકે ની ભૂમિકા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર થઈ રહી છે જેમાં મૂડી રોકાણકારો માટે અને સાહસિકો માટે ઉત્તમ તક છે અને આ કાર્યક્રમ દ્વારા તમામ પ્રકારના જ્ઞાન અને જાણકારી સાથેની સિદ્ધિ પણ મેળવી શકાય છે. એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર ટીમ દ્વારા થતા કામની સિદ્ધિ નું મુખ્ય ઉદાહરણ આ સ્ટાર્ટઅપ ડે તેમજ સ્ટાર્ટ અપ ઇન્ડિયા ની થીમ મુજબ ચાલવાથી પ્રગતિ અચૂક થશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.