Abtak Media Google News

20 દિવસ પૂર્વે વાડીએ સૂતેલા પ્રૌઢને  તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમઢાળી દઈ લૂંટ ચલાવી ‘તી

એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના પી.આઈ. એ.આર. ગોહિલ અને એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.એન. જાડેજાની ટીમને મળી સફળતા

જસદણના આટકોટમાં ગામની વાડીમાં રહેતાં લાલજીભાઈ ખોખરીયા નામના પોઢની હત્યાનો ભેદ આજે વીસ દિવસ પછી ઉકેલાયો હતો આ અંગે સ્થાનિક અને રૂરલ પોલીસના સહિયારા પ્રયાસથી મધ્યપ્રદેશના પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે જે હવે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સોમવારે વિગતો જાહેર કરશે આ અંગે પૂર્વ વિગતો જોઈએ તો જસદણના આટકોટમાં ખારચિયા(જામ) તરફ જવાના રસ્તે વાડીએ રહેતા 50 વર્ષીય પટેલ પ્રોઢની વાડીમાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ઘર માંથી રૂ.20 હજાર રોકડ અને સોનાની વીંટી સહીત રૂ.70 હજારની લુંટ ચલાવવામાં આવતા સનસનાટી મચી ગઈ છે.

Advertisement

બનાવની જાણ થતા આટકોટના પીએસઆઈ કે.પી.મેતા તેમજ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી,એસ.ઓ.જી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.જેની હત્યા થઇ તે પટેલ પ્રોઢના પત્ની પુત્રવધુ ગર્ભવતી હોવાથી છેલ્લા આઠ માસ થી સુરત પુત્રના ઘરે ગયા બાદ એકલા પડેલા પટેલ પ્રોઢની લુંટના ઈરાદે હત્યા કરવામાં આવતા હત્યારાઓને શોધવા પોલીસે તપાસ શરુ કરી છે.

આ બનાવમાં આદિવાસી ટોળકીની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના આધારે પોલીસે આટકોટ આસપાસ વાડી વિસ્તાર,મંદિર અને રોડના કોન્ટ્રાક્ટમાં કામ કરતા કેટલાક મજુરોની પુછપરછ શરુ કરી હતી.ન આટકોટ ખારચિયા(જામ)તરફ જવાના રસ્તે વાડીમાં રહેતા લાલજીભાઈ બાલાભાઈ ખોખરીયા(ઉવ 50)નામના પ્રોઢની લાશ પોતની વાડીના ઘરના ફળીયામાં મળી આવી હતી.

લાલજીભાઈના કૌટુબીક સગા દિનેશભાઈ આજે સવારે લાલજીભાઈના ઘરે ગયા ત્યારે તેમની લાશ જોતા સરપંચને જાણ કરી હતી સરપંચે આ અંગે આટકોટ પોલીસને જાણ કરતા આટકોટના પીએસઆઈ કે.પી.મેતા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.નતેમજ આ બાબતે જિલ્લા પોલીસ વડાને પણ જાણ કરવામાં આવતા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ.આર.ગોહિલ,એસ.ઓ.જીના પી.આઈ એસ.એન.જાડેજા સહિતનો સ્ટાફ આટકોટ દોડી ગયો હતો  તપાસમાં જાણવા મળ્યું કે લાલજીભાઈના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના 4 ઘા ઝીંકવામાં આવ્યા હોય તેમજ લાલજીભાઈ નાઈટ ડ્રેસમાં પાત્ર પાયજામો પહેરેલી હાલતમાં હોય હત્યા રાત્રી ના સમયે થઈ હોવાની શકા વ્યકત કરવામાં આવી હતી.

પોલીસે લાલજીભાઈના કૌટુબીક સગાની પુછપરછ અને ઘરમાં તપાસ કરતા હત્યા લુંટના ઈરાદે હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું રૂમમાં તેમજ રસોડામાં સામાન વેર વિખેર હતો કબાટની તિજોરીમાં સોનાની માળા ચાંદીના સાકરા તેમજ રૂ.20 હજાર રોકડ સહીત રૂ.70 હજારનો મુદમાલ ગુમ હોય લુંટના ઈરાદે હત્યા થઇ હોય પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે લાલજીભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બન્નેના લગ્ન થઈ ગયા હોય તે હાલ સુરત રહે છે.લાલજીભાઈના પત્ની પુત્રવધુ ગર્ભવતી હોવાથી આઠ માસથી સુરત પોતાના પુત્રના ઘરે ગયા હોય લાલજીભાઈ વાડીએ એકલા રહેતા હતા બે મહિનામાં એક વાર પત્ની આટકોટ આવતા હતા.નપત્ની સુરત હોય જેથી વાડીએ આવેલ મકાનમાં એકલા રહેલા લાલજીભાઈની હત્યા પાછળ પૂર્વ આયોજિત કાવત્રુ રચી લુંટ અને હત્યાની અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં  જાણવા મળ્યું હતું.

આ બનાવ અંગે સુરતના કરતાર ગામ તાપી સોસાયટીમાં રમેશભાઈ પટેલના મકાનમાં રહેતા મૃતકના પુત્ર રવી ઉર્ફે કાનો લાલજીભાઈ ખોખરીયા (ઉવ 28)ની ફરીયાદને આધારે હત્યા અને લુંટનો ગુનો નોંધી લુંટ અને હત્યાના બનાવનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ શરુ કરી હતી.નપૂર્વ આયોજીત કાવત્રુ રચી ઘટનાને અંજામ આપ્યાની શંકા: હત્યારાઓએ ઘરના ફળિયામાં બે લેમ્પ ઉતારી લીધાનઆટકોટમાં ખારચિયા(જામ)તરફ જવાના રસ્તે વાડીએ રહેતા 50 વર્ષીય પટેલ પ્રોઢ લાલજીભાઈ બાલાભાઈ ખોખરીયાની હત્યાના બનાવમાં પૂર્વ આયોજિત કાવત્રુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લાલજીભાઈ ઘરે એકલા હોય તે વાતની જાણ આરોપીઓને હોય જેથી હત્યા ને લુંટ ને અંજામ આપતા પૂર્વે લાલજીભાઈના ઘરના ફળીયામાં લગાડવામાં આવેલ બે લેમ્પ ઉતારી લેવામાં આવ્યા હતા જેથી આરોપીઓની ઓળખ ન થાય જયારે લુંટારૂઓ ઘરના ફળીયામાં જાળી તોળી ઘુસ્યા ત્યારે અવાજ આવતા લાલજીભાઈ તપાસ કરવા બહાર નીકળ્યા ત્યારે ફળીયામાં અંધારું હોવાથી તે પોતાના હાથમાં ટોર્ચ લઇ તપાસ કરવા આગળ વધ્યા તેની સાથે પાછળથી આરોપોઓએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી લાલજીભાઈની હત્યા કરી લુંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની શંકા દર્શાવામાં આવી હતી આ અંગે મધ્યપ્રદેશના પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.