Abtak Media Google News

લેમ્પ તોડી લૂંટને અંજામ આપ્યો: વૃદ્ધ ટોર્ચ લઈને બહાર આવ્યા બાદ સુતા અને સાતેય આરોપીઓએ બેરહેમીથી રહેંસી નાખ્યા: એલસીબીએ ગણતરીના કલાકોમાં બનાવનો ભેદ ઉકેલ્યો

આટકોટમાં લૂંટના ઇરાદે આવેલી ધાડપાળુ ગેંગે વૃદ્ધને રહેંસી નાંખયાના ગુનાહમાં પોલીસે ચાર સગીર સહિત સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં આરોપીઓએ લૂંટનો પ્લાન વિરનગરમાં ઘડ્યો હોવાની કબૂલાત આપી છે. જેમાં લૂંટ ચલાવા ગયા તે દરમિયાન લેમ્પ તોડી ગુનાહને અંજામ આપ્યો તે બાદ વૃદ્ધ ટોર્ચ કરીને બહાર જોવા આવ્યા અને સુતા તે સાથે જ સાતેય આરોપીઓએ ધોકા અને દાંતરડા વડે રહેંસી નાખ્યાંની કબૂલાત આપી છે. પોલીસ જિલ્લા વડા બલરામ મિણાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.આઈ. એ.આર.ગોહિલ સહિતની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો હતો.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાબેના આટકોટ ગામની સીમમાં તા.૮મી સપ્ટેમ્બરના રાત્રે વાડીમાં રહેતા લાલજીભાઇ બાલાભાઇ ખોખરિયા નામના વૃદ્ધની હત્યા કરી સોના-ચાંદીના ઘરેણાં, રોકડા મળી રૂ.૭૦ હજારની લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટ વિથ મર્ડરની ઘટનાના પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજીની ટીમ પણ બનાવનો ભેદ ઉકેલવા દોડધામ શરૂ કરી હતી. બનાવને જે રીતે અંજામ આપ્યો હતો તે જોતા ખેતમજૂરી તેમજ કારખાનામાં કરતા પરપ્રાંતીય શ્રમિકોની સંડોવણી હોવાની પોલીસને શંકા હતી.

જેના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી રાજકોટ ઉપરાંત આસપાસના તમામ જિલ્લાઓમાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન હ્યુમન સોર્સિસથી લૂંટ વિથ મર્ડરમાં સંડોવાયેલી ટોળકી જસદણના વીરનગર ગામની સીમમાં હરેશભાઇ બેચરભાઇ ઢોલરિયાની વાડીમાં ભેગા થયા હોવાની માહિતી મળી હતી. જેથી જિલ્લા પોલીસવડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ, એસઓજી પીઆઇ જાડેજા સહિતની ટીમે વીરનગરની સીમમાં દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન વાડીમાંથી મૂળ મધ્યપ્રદેશના કાળુ ઉર્ફે મગન નાનબુ વસુનિયા, નુરો ઉર્ફે ભુરો અજય ઉર્ફે અજલા માવડા, મુનીમ ઉર્ફે મુન્નો કેલસીંગ મંડલોય તેમજ ચાર તરુણને પકડી પાડ્યા હતા. પોલીસ સકંજામાં સપડાતા જ તેમને આટકોટ ગામની સીમમાં આચરેલા ગુનાની કબૂલાત આપી લૂંટેલી રૂ.૭૦ હજારની મતા પૈકી ચાંદીના સાંકળા, મોબાઇલ અને રોકડા રૂ. ૧૦ હજાર મળી કુલ રૂ.૧૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

લૂંટનો બાકી રહેલો મુદ્દામાલ કબજે કરવા તેમજ અન્ય ગુના અંગેની પૂછપરછ કરવા પોલીસે ધાડપાડુ ગેંગના મુખ્ય સૂત્રધાર ત્રણેય શખ્સને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

લૂંટ વિથ મર્ડરના ગુનામાં ધાડપાડુ ગેંગને પોલીસે પકડી પાડ્યા બાદ સૂત્રધારો કાળુ ઉર્ફે મગન, નુરો ઉર્ફે ભૂરો અને મુનીમ ઉર્ફે મુન્નોની પૂછપરછ કરતા તેઓ આ વિસ્તારમાં ખેતમજૂરી કામ કરી ચૂક્યા હોવાથી વિસ્તારથી પૂરી રીતે વાકેફ હતા. ત્યારે લાલજીભાઇ તેમની વાડીમાં એકલા હોવાની માહીતી પાકી થઇ જતા તા.૭ના વીરનગરમાં ભેગા થયા હતા. ત્યાંથી મોડી રાતે નીકળી પગપાળા અંધારાનો લાભ લઇ ધોકા, દાતરડા સાથે સાતેય જણા આટકોટની સીમમાં પહોંચ્યા હતા. મોડી રાતે લાલજીભાઇ સૂઇ ગયાની ખાતરી કર્યા બાદ કોઇ જોઇ ન જાય તે માટે વાડી બહાર લગાડેલો લેમ્પ તોડી નાંખી વાડીમાં પ્રવેશ્યા હતા અને લાલજીભાઇને મોતને ઘાટ ઉતાર્યા બાદ લૂંટ ચલાવ્યાની કબૂલાત આપી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મુજબ મુખ્ય આરોપી કાળું નુરો અને મુનિમએ વિરનગરમાં જ આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. જેમાં વૃદ્ધને રહેંસી નાખવા અને લૂંટ ચલાવનાર ચાર સગીર સહિત સાત આરોપીને ઝડપી પાડ્યા છે.

Screenshot 9 13 જેતપુરના વેપારીને પીએસઆઇની ઓળખ આપી ૯૦૦ કરોડની તીનપત્તિની ચિપ્સ પડાવનાર નકલી પોલીસ ઝડપાયો

૧૭ લોકો પાસેથી ૧૩,૩૯૯ કરોડની ચિપ્સ મેળવી: યુકેના લોકોને પણ રૂ.૪૧ લાખનો ચુનો ચોપડ્યો

જેતપુરના વેપારીને પોતે પોલીસમાં પીએસઆઇ હોવાની ઓળખ આપી ૯૦૦ કરોડની તીનપત્તિની ચિપ્સ લીધાની ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબીની ટીમે જામનગરના ભેજાબાજ ધાર્મિક રસિક પાબારીને ઝડપી પાડ્યો છે. રાજકોટ એલસીબીના પીઆઈ એ.આર. ગોહિલ સહિતના સ્ટાફે જામનગરના શખ્સને દબોચી લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપી ધાર્મિક પાબારી પોતે પીએસઆઇ જયદીપસિંહ પરમારની ઓળખ આપી ફેસબુકમાંથી મહિલાના ડેટા વાઇરલ કરો છો તેમ કહી ફેસબુકનો પાસવર્ડ મેળવી કરોડો રૂપિયાની ચિપ્સ પડાવતો હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધી આરોપીએ ૧૭ લોકો પાસેથી ૧૩,૩૯૯ કરોડની ચિપ્સ પચાવી પાડી હોવાની પણ કબૂલાત આપી છે.

તો બીજી તરફ ભેજાબાજ આરોપી ધાર્મિક પાબારી પોતાના પિતરાઈ મયંક બદીયાણી સાથે મળી રાજકોટમાં કોલ સેન્ટર ચલાવતો હોવાની પણ કબૂલાત આપી હતી. તેને અત્યાર સુધી ફોરેઇનના લોકોને ટેક્સ અહીં ભરો તો વોરંટ નિકળશે તેવું ધમકી આપી અત્યાર સુધીમાં રૂ.૪૦ લકખ ખંખેર્યા હોવાનું પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.