Abtak Media Google News

ઓનલાઈન દવા ખરીદતા પહેલા સાત વાર વિચારજો

ભારતમાં પણ ઓનલાઈન દવાની ખરીદીનો ટ્રેન્ડ: દાયરામાં લેવાની તાતી જરૂરિયાત 

અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (ડીઇએ) એ જણાવ્યું છે કે, નકલી દવા અંગે માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે.નકલી દવાઓ વાસ્તવિક ઓક્સીકોન્ટિન, વિકોડિન અને ઝેનેક્સ અથવા એડેરલ જેવી લાગે છે. ડીઇએ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નકલી ગોળીઓ વ્યાપકપણે ઉપલબ્ધ છે.

ડીઇએના સંચાલક એની મિલગ્રામએ એક નિવેદનમાં કહ્યું, આ ખતરનાક અને અત્યંત વ્યસનકારક દવાઓ ધરાવતી નકલી ગોળીઓ પહેલા કરતાં વધુ ઘાતક અને વધુ સુલભ છે.

હવે જ્યારે અમેરિકા જેવી મહાસતામાં ઓનલાઈન દવાની ખરીદીમાં મોટાભાગે નકલી ધાબડી દેવામાં આવે છે ત્યારે ભારતમાં આ પ્રકારની ઘટનાઓ બનવી બિલકુલ સહજ છે. ભારતમાં પણ હવે સોશ્યલ મીડિયા મારફત દવાઓ ખરીદવાનો ટ્રેન્ડ શરૂ થયો છે જેને દાયરામાં લેવામાં નહીં આવે તો અમેરિકા જેવા પરિણામ આવે તો પણ નવાઈ નહીં. અમેરિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, આ નકલી દવાઓ ઘાતક છે જે જીવલેણ સાબિત થઈ શકે છે જેથી ભારતના આરોગ્ય મંત્રાલયે આ બાબતે યોગ્ય પગલાં ખૂબ જરૂરી છે.

હકીકતમાં ડીઇએ લેબ વિશ્લેષણ દર્શાવે છે કે, ફેન્ટાનીલવાળી દર પાંચમાંથી બે નકલી ગોળીઓમાં સંભવિત જીવલેણ માત્રા હોય છે. દુર્લભ જાહેર સલાહ – ૨૦૧૫ પછી પ્રથમવાર યુએસમાં ડ્રગ ઓવરડોઝથી મૃતયાંક ગયા વર્ષે ૯૩,૦૦૦ પર પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનું સૌથી ઊંચો આંકડો છે.

ફેન્ટાનીલ, કૃત્રિમ ઓપીયોઈડમાં સૌથી વધુ નકલી ગોળીઓમાં જોવા મળે છે તેવું ડીઈએ જણાવ્યું હતું.મેથામ્ફેટામાઇન સાથે સંકળાયેલ ઓવરડોઝ વધુને વધુ નકલી ગોળીઓમાં નાખવામાં આવે છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. અમેરિકામાં આ વર્ષે અત્યાર સુધીમાં ૯.૫ મિલિયનથી વધુ નકલી ગોળીઓ જપ્ત કરવામાં આવી છે, જે છેલ્લા બે વર્ષ કરતાં વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.