Abtak Media Google News

આધુનિક 21 મી સદીના વિશ્વમાં વિકાસ પાછળ દોટ મૂકવામાં પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિની ખેવના કરવાનું સાવ વિસરાઈ ગયું છે, તેના વિપરીત પરિણામો હવે સતત સામે આવી રહ્યા છે.  વાતાવરણની વિષમતા ના કારણે ઉભી થનારી કટોકટી ભયંકર આપદા સર્જક બનશે તેવી  દહેસત વ્યક્ત કરવામાં આવી રહી છે, સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો બુદ્ધિજીવીઓ અને પ્રકૃતિ પ્રેમી લોકો વિકાસની આંધળી દોડ પાછળ કુદરતી સંસાધનોની બરબાદી ની વ્યાપક પ્રમાણમાં ચાલતી પ્રવૃત્તિને અટકાવવા માટે કાગારોળ કરી રહ્યા છે, પરંતુ આર્થિક લાલસા અને જરૂરી વસ્તુઓ માટે કુદરતી સંસાધનોનો ઉપયોગ હવે અટકાવી શકાય તેમ નથી,

ભર ઉનાળે વરસાદ કે કડકડતી ઠંડી ,ચોમાસામાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ અને શિયાળામાં આગ  જેવી ગરમી ની વિષમ પરિસ્થિતિ હવે આશ્ચર્યજનક નહીં પરંતુ આઘાતજનક બની રહી છે .

ભારત એક જ નહીં સમગ્ર વિશ્વની અ કુદરતી વાતાવરણ ની સમસ્યા દિવસે દિવસે વિકૃત બનતી જાય છે વર્ષભર જ્યાં બરફ અને હિમ વાયરા નું વાતાવરણ રહેતું હતું તેવા યુરોપ માં કાળજાળ ગરમી અને રણ વિસ્તારમાં કે જ્યાં દાયકાઓમાં ક્યારેક ક્યારેક વરસાદના છાંટા પડે તેવી ભૂમિ પર ભારે વરસાદથી પુર અને જળબંબાકારની સ્થિતિ સર્જાવાના અહેવાલો હવે નવાઈ જનક રહ્યા નથી સતત પણે વધતું જતું તાપમાન ગ્લોબલ વોર્મિંગ ને અટકાવવા માટે વાતો અને પ્રયાસો ઘણા થાય છે પરંતુ તેની અસરકારક અમલવારી થતી નથી ઉત્તર ધ્રુવના બરફના ગ્લેસીયલ પીગળવાની વધતી જતી ઝડપથી સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે

આ પરિસ્થિતિ કોઈપણ સંજોગોમાં અટકે તે માટે એક નહીં પણ સમગ્ર વિશ્વને સજાક બનવાનો સમય આવી ગયો છે જો હવે વાર લાગશે તો પછી ક્યાંય આરો નહીં રહે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.