Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના પગરણ હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યા છે .વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતના આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક બનાવવા માટે મિશન 2047 નું રોડ મેપ આજથી જ નિર્ધારિત બનાવવામાં ભારે ચીવટ રાખવામાં આવી રહી છે.

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર નું કદ આપવાના લક્ષ્યથી વધુ ઝડપથી દેશનો વિકાસ દર વૃદ્ધિ કરી રહ્યો છે, સૌથી મોટા લોકતંત્રને આર્થિક મહાસત્તા બનાવવા માટે અર્થતંત્રની પાયાની જરૂરિયાતની સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજી અને સમગ્ર દેશની જનતાના દ્રઢ મનોબળના સમન્વયથી આર્થિક મહાસત્તા બનવાનું સપનું જલ્દીથી પૂરું થશે  અર્થતંત્ર ને મજબૂત બનાવવા માટે વેપાર ,ઉદ્યોગિક ઉત્પાદન ક્ષમતા ;માળખાકિય સુવિધા, માનવ શ્રમની સાથે સાથે કુદરતી મોસમની કૃપા પણ અનિવાર્ય છે.

મેક ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયા ,સ્ટાર્ટ અપ જેવા પ્રકલ્પો થી ભારત તમામ ક્ષેત્રો શુદ્રઢ  પણે વિકસી રહ્યું છે પાતાળથી લઈ અવકાશ સુધીની સંશોધન વ્યવસ્થામાં હવે ભારત વિશ્વની કહેવાથી મહાસત્તાઓને પણ હંફાવા લાગ્યું છે,

એક જમાનો હતો કે અમેરિકા ,રશિયા ;ચીન; જર્મન અને જાપાનની ટેકનોલોજીકલ સુવિધા અને વિકાસ ની વાતો રૂપી પેગડામાં ક્યાંય વિકસિત રાષ્ટ્રના પગ આવતા ન હતા ભારતે આ દ્રષ્ટિકોણ ફેરવી નાખ્યો છે; અત્યારે અવકાશ સંશોધન સંસ્થા ઈસરો ઉપગ્રહ ના લોન્ચિંગ માટે વિશ્વનું એકમાત્ર એવું લોન્ચિંગ પેડ બની રહ્યું છે કે અમેરિકા, રશિયા ;ચીન ,જાપાન અને વિશ્વભરની અવકાશ સંશોધન સંસ્થાઓ ઉપગ્રહ લોન્ચિંગ માટે ઇસરોનું લોન્ચિંગ પેડ વાપરવાનું ગૌરવ અનુભવતી થઈ છે, ઇસરો માત્ર અવકાશ વિજ્ઞાનમાં ઉપગ્રહ લોન્ચિંગ સુધી પોતાનું કાર્યક્ષેત્ર સીમિત રાખ્યું નથી.   ઈસરોએ હવામાનની આગાહી વધુ સચોટ બને તેવા ઉપગ્રહનું લોન્ચિંગ કરીને ભારતના વિકાસને જેટ ગતિ આપવા હરણફાળ ભરી છે, ઈસરો ચંદ્રયાનત્રણ, આદિત્ય એલ એક; અવકાશીયાન ની જેમ હવે ઇનસેટ થ્રી ડી એસ સેટેલાઈટ લોન્ચ કરશે તે હવામાનની સચોટ આગાહી આપશે,

ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે હવામાનની સચોટ આગાહી માત્ર મોસમના “મિજાજ “જાણવા પૂરતી જ ઉપયોગી નથી .કૃષિ માટે એક એક પળ  નીઆગાહી નુકસાન અને લાભના સરવૈયા ચીતરનારી બની રહે છે.  ભારતના વિશાળ કૃષિ પ્રદેશમાં સચોટ આગાહી પવન, તાપમાન ;વરસાદનું પ્રમાણ અને સમય ની સચોટ આગાહીથી પાકની પસંદગી, વાવેતર ;કૃષિ પેદાશોની માવજતથી, લઈને કૃષિ પેદાશની સંગ્રહ વ્યવસ્થા માં ઓછામાં ઓછી ખોટ જાય તેવી વ્યવસ્થા ઉભી કરી શકાય,

હવામાનની સચોટ આગાહી થી ભારતનું કૃષિ ક્ષેત્ર સચોટ બની જાય તો પછી અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરનું કદ આપવું રમતની વાત બની જાય.

ભારત માટે ઈસરોની હવામાનની સચોટ આગાહી આપતું સેટેલાઈટ ઈનસેટ થ્રી ડી એસ 36 હજાર કિલોમીટર દૂર રહીને સમગ્ર ભારતની હવામાનની સચોટ આગાહી આપશે, ઈસરોની આ ઉપલબ્ધિ વિજ્ઞાન ટેકનોલોજી ની સાથે સાથે કૃષિ માટે આશીર્વાદ અને અર્થતંત્ર માટે વિકાસ દર ને જેટ ગતિ આપનારું બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.