Abtak Media Google News

હળવદમાં મિત્રનાં ઝગડામાં સમજાવવા ગયેલ બે યુવકો પર 07 ઈસમોએ છરી વડે ઘાતકી હુમલો કરી ઢોર માર મારતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, હળવદનાં ઘનશ્યામપુર ખાતે રહેતા ઓમદેવસિંહ હરપાલસિંહ ઝાલાના ઓળખીતા મોદી દલવાડી સાથે મયુર રાઠોડ, મયુર પરમાર, મોહિત પરમાર, અમન પરમાર, જય પરમાર, અફજલ સંધી તથા કાનો રાવલ નામના આરોપીઓ ઝગડો કરતા હોય ઓમદેવસિંહ તથા સાહેદ હરદેવસિંહ તેઓને સમજાવતા જતા આરોપીઓએ પ્રાણધાતક હથીયાર ધારણ કરી ફરિયાદી તથા સાહેદને ગાળો આપી ઝગડો કરી આરોપી મયુર રાઠોડે છરી વતી ફરીયાદીને ડાબા હાથમા કાંડામા તથા હથેળીમા તથા ડાબા ખંભાના ભાગે તથા જમણી બાજુ છાતીના ભાગે તથા ડાબી બાજુ ડોકના ભાગે મારી ઓછી વધતી ઇજાઓ કરી તેમજ સાહેદ હરદેવસિંહને આરોપી મયુરે છરી વતી નાક ઉપર તથા જમણી આંખ નીચે ગાલ ઉપર મારી ફેકચર જેવી ઇજાઓ કરી તથા આરોપી અમન પરમારે છરી વતી સાહેદ હરદેવસિંહને જમણા હાથના કાંડા પાસે તથા ડાબા કાન પાસે મારી ઓછી વધતી ઇજાઓ કરી તેમજ અન્ય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને પકડી રાખી ધોકાથી મારી શરીરે મુઢ ઇજાઓ કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.