Abtak Media Google News

 બન્ને પક્ષો મળી પાંચ ઘાયલ: 14 સામ સામે નોંધાતો ગુનો

હળવદના ઢવાણા ગામે હોળીની રાત્રીએ ગામમાં ખેલાયો લોહિયાળ જંગ, જેમાં અગાઉ છેડતીની ફરિયાદ કર્યાનો ખાર રાખી હોલિકા દહનના દર્શને આવેલ યુવકને ગાળો આપ્યા બાદ યુવકના પરિવાર ઉપર લાકડાના ધોકા તથા પથથરના છુટા ઘા મારી પરિવારના સભ્યોને ઈજાગ્રસ્ત કર્યા હતા ત્યારે હુમલાની ઘટના બાદ સામા પક્ષ દ્વારા પણ મોડી રાત્રીના હુમલો કરનારના ઘરે તલવાર , લાકડાના ધોકા વડે સામે પક્ષના પરિવારના સભ્યો ઉપર હુમલો કરવામાં આવતા બંને પરિવારના મહિલા તથા વૃદ્ધ સહિતના સભ્યોને નાનીમોટી ઈજાઓ થતા બંને પક્ષે હળવદ પોલીસ મથકમાં સામ સામી ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 14 શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા

અશ્વીનભાઇ વજાભાઇ દુધરેજીયા ઉવ.23 આરોપીઓ અશ્વીનભાઇ પ્રવિણભાઇ સાકરીયા,  સંજયભાઇ દિનેશભાઇ સાકરીયા,  અજયભાઇ ધીરજભાઇ સાકરીયા, ,ભરતભાઇ ગોવિંદભાઇ સાકરીયા,  અમરશીભાઇ મોહનભાઇ સાકરીયા, ,) રમેશભાઇ ઠાકરશીભાઇ છોગાળા અને દિનેશભાઇ જેઠાભાઇ સાકરીયા રહે બધા ઢવાણા તા.હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે અગાઉ આરોપીની બહેને યુવક ઉપર છેડતીની ફરીયાદ કરેલ હોય જેના મનદુ:ખના કારણે આરોપી અશ્વીનભાઇ પ્રવિણભાઇ સાકરીયા, સંજયભાઇ દિનેશભાઇ સાકરીયા, અજયભાઇ ધીરજભાઇ સાકરીયા, ભરતભાઇ ગોવિંદભાઇ સાકરીયાએ ફરિયાદી અશ્વિનભાઈ હોળીના દશેન કરવા ગયેલ ત્યાં જઇ એક સંપ કરી ફરીયાદીને ઢીંકા પાટુનો મુઢમાર મારી તથા ગામમા ફરીયાદી યુવકના ઘરની શેરીમા આવી આરોપીઓએ સરોજબેન, દક્ષાબેનને, વેરશીભાઇને તથા માનસંગભાઇને લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે માર માર્યો હતો જે હુમલામાં યુવકના પરિવારના સભ્યો તથા શેરીમાં રહેતા પાડોશીઓને નાના મોટી ઈજાઓ થઇ હોવાની કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જયારે સામ પક્ષે ઢવાણા ગામમાં રહેતા મનસુખભાઇ અમરશીભાઇ સાકળીયા ઉવ.40 આરોપીઓ મહેશભાઇ વેરશીભાઇ દુધરેજીયા (2)માનસંગભાઇ ખુશાલભાઇ દુધરેજીયા (3)અશ્વિનભાઇ વજાભાઇ દુધરેજીયા (4)પ્રવિણભાઇ વજાભાઇ દુધરેજીયા (5)મકાભાઇ વેરશીભાઇ દુધરેજીયા (6)નિકુલભાઇ માનસંગભાઇ દુધરેજીયા (7)વેરશીભાઇ મગનભાઇ તમામ રહે,ઢવાણા તા.હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત આરોપીઓ ફરિયાદી મનસુખભાઇ ઘર પાસે આવી ફરીયાદીની ભત્રીજીએ અગાઉ પોલીસ ફરીયાદ દાખલ કરેલ જે બાબતે મનદુ: રાખી કહેવા લાગ્યા કે અગાઉ ખોટો ગુન્હો દાખલ કેમ કરાવેલ તેમ કહી ગાળો બોલાવા લાગતા મનસુખભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ આવેશમા આવી ફરીયાદીના પિતાને, પત્નીને, ભાભીને, ભત્રીજીને તથા શેરીમાં રહેતા પાડોશીને લોખંડની પાઇપ, તલવાર, લાકડાના ધોકા, છુટા પથ્થરના ઘા કરી હુમલો કર્યો હતો. હુમલામાં મનસુખભાઈ સહીત તેમના પરિવારના સભ્યો ને પાથપગમાં ફ્રેકચર જેવી ઈજાઓ તથા તલવારથી માથાના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે હાલ હળવા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આરોપીઓ સામે ગુનો ડાખ્સલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.