Abtak Media Google News

સ્ટુડિયો શિવ અને ભાવિન ખખ્ખરની વિરુદ્ધ અદાલતે મનાઈ હુકમ  ફરમાવ્યો

જાણીતા કવિ , લેખક, ગાયક, સ્વરકાર, સંગીતકાર સ્વ. આપાભાઈ ગઢવી (કવિ આપ) ના કાવ્યવારસાનું જતન, સંવર્ધન અને સંરક્ષણની જવાબદારી સંભાળતાં કવિ આપના સાહિત્ય વારસ પુત્ર નરહર આપાભાઈ ગઢવીએ  રાજકોટના સ્ટુડિઓ શિવના ભાવિન રસીક ખખ્ખર પર કવિ આપ ના “મોગલ છેડતાં કાળો નાગ” , આશાપુરાની ચુંદડી આદિ ગીત-ગરબાઓનો યુટ્યુબ પર અનઅધિકૃત વપરાશ કરતાં હોવા અંગે ડિસ્ટ્રીક્ટ કોર્ટ / કોમર્શિયલ કોર્ટમાં બે દાવા દાખલ કરેલ જેમાં સામેવાળા સ્ટુડિઓ શિવ અને ભાવિન રસીક ખખ્ખર પોતાના કથિત કાયદેસર  વપરાશના કોપીરાઈટ અંગે કોઈ પુરાવો પૂરો પાડી ન શકતાં નામદાર  કોમર્શિયલ કોર્ટએ કોપીરાઈટ 1957ની કલમ 14, 17, 18, 21, 27, 51 સંદર્ભે આપાભાઈ ગઢવીના ગીત- ગરબાઓ પર એમના કાયદેસરના વારસદાર પુત્ર નરહર આપાભાઈના ગઢવીના માલીકી હક્કને બહાલ રાખેલ છે અને કવિ આપના સદરહુ ગીત- ગરબાઓના અનઅધિકૃત વપરાશને અટકાવતો મનાઈહુકમ સ્ટુડિઓ શિવ અને ભાવિન રસીક ખખ્ખર વિરુદ્ધ  કોમર્શિયલ કોર્ટએ જારી કરેલ છે. આપાભાઈ ગઢવિ (કવિ આપ)ની કૃતિના અનઅધિકૃત ઉપયોગ ધારતાં લોકો માટે આ ચુકાદો લાલબતી સમાન છે.રાજકોટના લિગલ એડ સર્વિસ તરફથી સદરહુ કેસમાં હાલ વકીલ  ચંદ્રશેખર એલ. ધ્રુવ અને પૂર્વે તારક એમ. સાવંત રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.