Abtak Media Google News

નવલા નોરતાનાં બીજા દિવસે ખેલૈયાઓ અપાર ઉત્સાહ સાથે ઝૂમ્યાં: વંદે માતરમ્ના ગીત પર ખેલૈયાઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશભકિતનો માહોલ સર્જયો: ખેલૈયાઓની મેદનીથી સમીયાણો છલોછલ

ડેન્યૂબ પ્રોપર્ટીસ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં નોરતાના બીજા દિવસે ગરબા સાથે દેશભકિતનો રંગ ઘુંટાયો હતો. ખેલૈયાઓ અપાર ઉત્સાહ સાથે ઝુમી ઉઠયા હતા.Dsc 3796Dsc 3779
Dsc 3947Dsc 3993Dsc 3957 ખેલૈયાઓએ વંદે માતરમના ગીત ઉપર ઘ્વજ ફરકાવીને દેશભકિતનો માહોલ સર્જયો હતો.Dsc 3916

આ તકે ખેલૈયાઓની મેદનીથી સમીયાણો પણ ટુંકો પડયો હતો.

Dsc 3821

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ડેન્યુબ પ્રોપર્ટીસ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.4 37

જેના નવલા નોરતાનાં બીજા દિવસે ગઈકાલે પ્રથમ રાઉન્ડમાં કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો)એ રમઝટ બોલાવી હતી.Dsc 3828

પ્રથમ રાઉન્ડમાં દેવરાજભાઈ ગઢવીનાં સંગાથે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમ્યા હતા.Dsc 3852

બાદમાં બીજા રાઉન્ડમાં દેવરાજભાઈ ગઢવી સાથે રઉફ હાજી, વંદનાબેન ગઢવી અને હીનાબેન હિરાણીએ ખેલૈયાઓને ઝુમાવ્યા હતા.Dsc 3913

કલાકારોએ પોતાના અલગ અંદાજથી વંદે માતરમનું ગીત રજુ કર્યું હતું.

Dsc 3938

ત્યારે ખેલૈયાઓ બમણા ઉત્સાહથી ગરબે ઘુમવાની સાથે રાષ્ટ્રઘ્વજ ફરકાવીને દેશભકિતની માહોલ સર્જયો હતો.Untitled 1 35

ગ્રાઉન્ડમાં લગાવવામાં આવેલા અનેક તિરંગાથી રાસોત્સવમાં દેશભકિતનો રંગ ઘુંટાયો હતો.Dsc 3845

બીજા નોરતે ખેલૈયાઓની મેદનીથી સમીયાણો પણ ટુંકો પડયો હતો.Dsc 3953

સુરભીનું આયોજન રાજકોટ માટે ગૌરવવંતુ: પ્રથમેશભાઈ વ્યાસ1 93સોમનાથ ઓટો હબના ઓનર પ્રથમેશભાઈ વ્યાસએ જણાવ્યું કે અબતકના સતીષભાઈ મહેતા અને સુરભીના વિજયસિહિ વાળા દ્વારા સુંદર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કે મારા પરિવાર સાથે આવ્યો છું અને મને ખૂબજ આનંદ થાય છે. અહીયા વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી છે. રાજકોટ માટે આટલું સુંદર આયોજન કરી રાજકોટને ગૌરવ અપાવ્યું છે. તેથી તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

અહીંની વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી: નરેન્દ્રસિંહ જાડેજા2 69નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે અબતક અને સુરભી પરિવાર તરફથી ખૂબજ સુંદર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આનંદના પર્વમાં સતીષભાઈ તથા ટીમ દ્વારા કરાયેલું સુંદર આયોજન ધન્યવાદને પાત્ર છે.અહીની વ્યવસ્થા ખરેખર સરાહનીય છે. ખેલૈયાઓને કોઈ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારની અહી ખાસ તકેદારી રાખવામાં જે ઉડીને આંખે વળગે તેવી છે.

અહીં આવનાર તમામ ખૂબજ આનંદ માણે છે: અભિષેક વ્યાસ3 57સોમનાથ ઓટો હબના અભિષેક વ્યાસે જણાવ્યું કે અમે આજે અબતક સુરભી રાસોત્સવમાં આવ્યા છીએ અને અહી બધા ખેલૈયાઓને રમતા, જોઈને ખૂબ જ આનંદ આવે છે. અહીયા ખૂબજ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહી આવીને અમે ખૂબજ આનંદ માણ્યો છે. આટલું સરસ આયોજન ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે ખરેખર અહીયા આવીને આનંદ આવે છે. તેના માટે હું અબતક સુરભી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.

નવરાત્રીના અંતિમ દિવસ સુધી આવા જ ઉત્સાહ સાથે રમીશુ: રાશી4 38રાશીએ જણાવ્યું કે અમને ખૂબજ મજા આવી રહી છે. અમે ખૂબજ એકસાઈટેડ છીએ અને નવ દિવસ અમે ઉત્સાહ સાથે રમીશું જેમજેમ નોરતા આગળ જઈ રહ્યા છે. તેમ તેમ અમારો ઉત્સાહ પણ વધતો જાય છે. અમે આખા ગ્રુપ સાથે જ રમવા આવ્યા છીએ અને આનંદથી રમીએ છીએ અમે છેલ્લા ત્રણ વખતથી અહીયા જ રમવા આવીએ છીએ. અહીંની વ્યવસ્થા પણ ખૂબજ સુંદર હોય છે. નવરાત્રી આવ્યા પહેલા જ મેં બધી જ તૈયારી કરી લીધી હતી. કારણ કે મને નવરાત્રી ઉત્સવ બહુ ગમે છે.

ખેલૈયાઓ માટે ઉપ્લબ્ધ કરાયેલી સુવિધા અભિનંદનને પાત્ર: મિરવા જીવરાજાની5 25મિરવા જીવરાજાની એ જણાવ્યું કે અમને અબતકક સુરભી રાસ મહોત્સવમાં રમવાની ખૂબજ મજા આવે છે. અહીયા બધી જ ફેસેલીટી આપવામા આવે છે. અહીની સાઉન્ડ સિસ્ટમ, ગ્રાઉન્ડ પણ બહુ મોટું છે. તથા ગાયક કલાકારો જે ગાય છે તેના તાલે અમે પણ દિલ ખોલીને ઝૂમીએ છીએ હું અહીયા પ્રથમ વખત રમવા આવી છું પરંતુ આ મારો અત્યાર સુધીનો બેસ્ટ અનુભવ છે. અને ખૂબજ આનંદ થાય છે કે હું અહીયા રમવા માટે આવી છું. પ્રથમ નોરતે અમે આવ્યા ત્યારે અમે જે એકસ્પેકટ કરતા હતા. તે બધુ જ અહી ફૂલફીલ થયું છે. તેના માટે હું આભાર માનું છું.

અબતકસુરભી જેવી મજા બીજે  કયાય નહિ: માનસી રાજાણી

માનસી રાજાણી એ જણાવ્યું કે અમે અબતક સુરભી રાસ મહોત્સવમાં ઘણા વર્ષોથી રમવા આવ્યા છીએ અહી રમવાની જે મજા આવે છે તેબીજો કયાંય નથી આવતી અહીની મ્યુઝીક સીસ્ટમ, અરેન્જમેન્ટ બધી જ વસ્તુની વ્યવસ્થા ખૂબ સારી હોય છે. અમે નવરાત્રીનાં નવ દિવસ ગ્રુપમાં જ રમવા આવી છીએ અને બધા દરરોજ એક સરખા કોશ્ચ્યુમ પહેરીને પફોર્મક કરીએ છીએ અમે ધુમ્મર ડાન્સનું પફોર્મન્સ પણ આપવાના છીએ. નવરાત્રીમાં ગરબે ધુમવાની મજા જ કાંઈ ઔર હોય છે.

નવરાત્રી આગળ વધી રહી છે તેમ ઉત્સાહ પણ વધતો જાય છે: ધ્યેય6 21ધ્યેયે જણાવ્યું કે હૂં સુરભીમાં રમવા આવું છું અને મને અહીયા રમવાની ખૂબજ મજા આવે છે. હું મારા ગ્રુપ સાથે રમવા આવ્યો છું અને જેમ જેમ નોરતા આગળ વધે છે. તેમ તેમ ઉત્સાહ પણ વધતો જાય છે. ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ગરબે રમવાની મજાજ અલગ છે. અહીની વ્યવસ્થા નોંધનીય છે. અંતિમ નોરતા સુધી અમે ‘અબતક’ સુરભી રાસોત્સવમાં મનભરીને ગરબે ઝુમશુ.Screenshot 1 7

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.