Abtak Media Google News

લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા ૨૦મીએ માળા બનાવવાનું કાર્ય થશે: લીમ્કાબુકમાં રેકોર્ડ નોંધાવવા તજવીજ

લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજના છાત્રો દ્વારા આગામીતા.૨૦ના રોજ માત્ર ૨૪ કલાકમા માતાજીના ગરબામાંથી ચકલીના ૧૦ હજાર માળા બનાવવાની અનોખી આરાધના કરવામાં આવનાર છે. આ પ્રસંગને લીમ્કાબુકમા સ્થાન આપવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. તેવું આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતુ.

અબોલ જીવની સુરક્ષા અને તેઓને સારો આવાસ આપવાના હેતુસર રાજકોટની લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી તેમજ રાજકોટ મ્યુની. કોપો.ના ખાસ સહયોગથી નવરાત્રી પછી માટીના ગરબાનો ઉપયોગ વિસર્જનને બદલે પૂન: સર્જન સ્વરૂપે કરવા જહેમત ઉઠાવવામા આવી રહી છે. તા.૨૨ થી એક અઠવાડીયા સુધી રાજકોટ ના અલગ અલગ સ્થળો પર માળાઓનું વિતરણ કરવામાં આવશે.

આ ઉમદા કાર્યને બિરદાવવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોલેજને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ વિશ્ર્વ વિખ્યાત તેવી લીમ્કા બૂક અને ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ કરાવવા પણ કોલેજ પ્રયત્નશીલ છે. કાર્યના પાયા રૂપે રહેલ વિદ્યાર્થીઓને કોલેજના મીકેનીકલ વિભાગના પ્રો. નિકુંજ ગેવરીયા દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. તેમજ સમગ્ર કાર્યને સફળતાપૂર્વક પૂરૂ પાડવા કોલેજના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, પ્રિન્સીપાલ , રામાણી સર, હેતલબેન ત્રિવેદી, પ્રો. કુશળ વાળા અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. તેવું પ્રોફેસર વિપુલ મોરી, સાહિલ ચાવડા, શિવાની દાવડા, અને ટાંક નૈમિષે કહ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.