Abtak Media Google News

આત્મવિલોપન, અને આત્મહત્યાની કોશિષ કરવી કે પતિ પાછળ પત્ની દ્વારા થતી સતિ પ્રથા અંગે ઇન્ડિયન પીનલ કોર્ડની કલમ 309 હેઠળ કાર્યવાહી થતી હતી પરંતુ મરવા મજબુર વ્યક્તિ સામે પોલીસ ધરપકડ અને ચાર્જશીટ સહિતની કાર્યવાહી ન કરવાના સરકાર દ્વારા ઘણા સમય પહેલાં નિર્ણય લેવાયો છે. આત્મહત્યાનો પ્રયાસ અને આત્મવિલોપનના પ્રયાસ બનાવમાં પણ કાયદાકીય જોગવાયમાં પાતળી ભેદ રેખા છે. આપઘાતના પ્રયાસમાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે આત્મવિલોપનો પ્રયાસ કરનાર સામે અટકાયતી પગલાની કાર્યવાહી કરવામાં આવે છે.

માનવ જીવનને રાષ્ટ્રની સંપતિ ગણવામાં આવે છે પરંતુ આપઘાતના પ્રયાસના બનાવમાં આઇપીસી કલમ 309 હેઠળ ગુનો નોંધાતો હતો અને ગુનો સાબીત થાય તો એક વર્ષની સજા અને દંડની જોગવાય છે. પરંતુ મરવા મજબુર થયેલી વ્યક્તિ માટે રહેમ દ્રષ્ટી રાખવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. આઇપીસી કલમ 309ની કલમ રદ કરવામાં આવી નથી પરંતુ તે મુજબ પોલીસે કાર્યવાહી ન કરી તેને જીવન પ્રત્યે ભાવ થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે.

નાસીપાસ થયેલી વ્યક્તિ જુદી જુદી રીતે જીવન ટૂંકાવતા હોય છે. ત્યારે મરવા માટે ઇરાદા પૂર્વક વાહન અકસ્માત કરે ત્યારે તેની સામે કંઇ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ બેદરકારી કે ગફલતભરી રીતે વાહન ચલાવી પોતાની કે અન્યની જીંદગી જોખમમાં મુકનાર સામે ગુનો નોંધવામાં આવે છે.

સતી પ્રથા પણ આત્મહત્યા છે પરંતુ સતી પ્રથા પર સમાજ સુધારક રાજા મોહનરાયની ભલામણથી ભારતના પ્રથમ ગર્વનર લોર્ડ વિલીયમ બેન્ટીક દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. સતી થવા ઇચ્છતી મહિલા બચી જાય તો તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ તેણીને દુષ પ્રેરણા આપનાર સામે ગુનો પોલીસ દ્વારા નોંધી ધરપકડ કરવામાં આવે છે.

ન્યાયથી વંચિત રહેનાર વ્યક્તિ આત્મવિલોપનનો પ્રયાસ કરતી હોય છે પણ તેમાં 99 ટકા વ્યક્તિઓ પોતાની મનમાની કરાવવા માટે આત્મવિલોપનનું નાટક કરી તંત્રને દોડતું કરતા હોય છે. આત્મવિલોપનનો પ્રયાસ કરનારને પોલીસ બચાવવા પુરતા પ્રયાસ કરતા હોય છે. આમ છતાં તેનો જીવન દીપ બુઝાય ત્યારે કોઇ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. આત્મવિલોપન કરનાર વ્યાજખોરના ત્રાસથી કે અન્ય કોઇ ત્રાસથી કંટાળ્યાના આક્ષેપ કરે અને આત્મવિલોપન કરનાર મૃત્યુ પામે ત્યારે ત્રાસ આપનાર સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધવામાં આવે છે.

આપઘાતનો પ્રયાસ કરનાર મેન્ટલ હેલ્થ કેર હેઠળ કાર્યવાહી:
એડવોકેટ કમલેશ શાહ

Img 20210629 Wa0017

જીવન માટે ભાવ થાય તે માટે 2012માં એમએચસીએ અમલમાં આવ્યો ત્યારથી આઇપીસીની કલમ 309 હેઠળની કાર્યવાહી પડતી મુકાય

આત્મહત્યાની કોશિષ, આત્મવિલોપન અને સતીપ્રથા અંગે કાયદામાં શું જોગવાય છે તે અંગે જાણીતા એડવોકેટ કમલેશભાઇ શાહે વિસ્તૃત વિગત આપતા જણાવ્યું હતું કે, મરવા મજબુર થયેલી વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે 2012માં અમલમાં આવેલા મેન્ટલ હેલ્થ કેસ એકટ હેઠળ કાર્યવાહી કરી આત્મહત્યાનો પ્રયાસ કરનારને જીવન પ્રત્યે ભાવ જાગે તેવા પ્રયાસ કરવામાં આવે છે. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર સામે પોલીસ માત્ર અટકાયતી પગલા લેતી હોય છે. આ રીતે સતીપ્રથા અંગે પણ જાણકારી આપતા ધારાશાસ્ત્રી કમલેશભાઇ શાહે કહ્યુ હતુ કે, સતીપ્રથાને કુરિવાજ ગણાવી 4-12-1829ના રોજ ભારતના પ્રથમ ગર્વનર લોર્ડ વિલીયમ બેન્ટીકે પ્રતિબંધ મુકયો છે. સતી થતી મહિલાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આમ છતાં કમનશીબે બચી ન શકે ત્યારે સતી થતી મહિલાને દુષપ્રેરણા અંગેનો ગુનો નોંધવામાં આવે છે.

આત્મવિલોપનના પ્રયાસ પાછળ ન્યાયથી વંચિત અથવા પોતાની મનમાની જવાબદાર: એડવોકટ શ્યામલ સોનપાલ

K1

આપઘાતની કોશિષ અને આત્મવિલોપન અંગે જાણીતા ધારાશાસ્ત્રી શ્યામલ સોનપાલે કહ્યુ હતું કે, આત્મહત્યાની કોશિષ અને આત્મવિલોપન વચ્ચે ઘણો તફાવત છે. આત્મહત્યાનો પ્રયાસ ન્યાયથી વંચિત અથવા તંત્ર પાસે પોતાની મનમાની કરાવવા થતો હોય છે.

ન્યાય ન મળવાના આરોપસર આત્મવિલોપન કે આત્મહત્યા કરવાના બનાવ છાસવારે બનતા રહે છે. ભારતીય દંડ સંહિતાની ક.309માં અગાઉ એવી જોગવાઇ હતી કે કોઇ વ્યક્તિ આત્મહત્યાનો પ્રયાસ કરે તો તે એક વર્ષ સુધીની સજાને પાત્ર ગુન્હો ગણાતો. પરંતુ મેન્ટલ હેલ્થકેર એક્ટ-2017 તે જુલાઇ-2018થી અમલમાં આવ્યો તે કાયદાની જોગવાઇ મુજબ આઇ.પી.સી. કલમ-309માં જે કોઇ જોગવાઇ હોય પરંતુ કોઇ વ્યક્તિ આત્મ હત્યાનો પ્રયત્ન કરે તો તે વ્યક્તિ ગંભીર માનસિક તાણ હેઠળ હોવાનું અનુમાન કરી તે વ્યક્તિ વિરુધ્ધ આઇ.પી.સી.કલમ-309 હેઠળ કેસ ન ચલાવવો અને તે ગુન્હા હેઠળ સજા ન કરવી, તેવી જોગવાઇ કરવામાં આવી છે. હોવાનુ વકીલ શ્યામલભાઇએ જણાવ્યું છે.

સિક્કની બીજી બાજુ હાલની પરિસ્થિતિ જોવામાં આવે તો અનેક અરજદારો તથા ભોગ બનનારાઓની ફરીયાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં નથી આવતી. લલીતાકુમારીના કેસની અંદર સર્વોચ્ચ અદાલતે એવો સ્પષ્ટ આદેશ કરેલો છે કે જ્યારે કોઇપણ કોગ્નીઝેબલ ઓફેન્સની માહિતી મળે એટલે પોલીસે તાત્કાલીક એફ.આઇ.આર. નોંધવી જોઇએ પરંતુ વગ ધરાવતા લોકો સિવાય લેન્ડ ગ્રેબીંગ કે વ્યાજખોરો વિરુધ્ધના ગુન્હામાં વગદાર ફરીયાદીઓ સિવાય ગુન્હામાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એફ.આઇ.આર. દાખલ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે.

ત્યારે ફરીયાદીઓ પાસે કોર્ટમાંથી હુકમ મેળવવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો ન હોય ત્યારે આત્મવિલોપનનો પ્રયાસ થતો હોય છે. આત્મહત્યાની કોશિષ કરનારને દૂષ પ્રેરણા આપનાર સામે ગુન્હો નોંધતો હોય છે. ગુન્હો નોંધાઇ એનો મતલબ એવો નથી કે આરોપીની ધરપકડ કરવી પુરાવા ન મળે ત્યારે પોલીસ દ્વારા સમરી રિપોર્ટ કરવાની જોગવાઇ છે. પોલીસને ખોટી માહિતી આપી ફરીયાદ નોંધાવનાર સામે આઇ.પી.સી. કલમ-209 હેઠળ ખોટો આરોપ મુકવા અંગે કાર્યવાહી કરવાની જોગવાઇ હોવાની એડવોકેટ શ્યામલ સોનપાલએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.